IPL 2022, MI vs DC : દિલ્હી કેપિટલ્સે 7 વિકેટ ગુમાવીને મુંબઈ ઈન્ડિયન્સ સામે 160 રનનુ લક્ષ્ય રાખ્યુ, બુમરાહની 3 વિકેટ

MI vs DC : દિલ્હી કેપિટલ્સ માટે આજે કરો યા મરો સમાન મેચ છે. આવી સ્થિતીમાં જ તેના બેટ્સમેનોએ રમત કંગાળ દર્શાવી હતી પરીણામે મોટો સ્કોર ખડકવાની આશા સફળ રહી નહોતી.

IPL 2022, MI vs DC : દિલ્હી કેપિટલ્સે 7 વિકેટ ગુમાવીને મુંબઈ ઈન્ડિયન્સ સામે 160 રનનુ લક્ષ્ય રાખ્યુ, બુમરાહની 3 વિકેટ
MI vs DC: વાનખેડે સ્ટેડિયમમાં થઈ રહી છે ટક્કર
| Edited By: | Updated on: May 21, 2022 | 11:20 PM

IPL 2022 ની 69મી મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ અને દિલ્હી કેપિટલ્સ (Mumbai Indians vs Delhi Capitals) વચ્ચે રમાઈ રહી છે. રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પ્રથમ બોલીંગ કરવાનુ પસંદ કર્યુ હતુ. આમ દિલ્હીની ટીમ ટોસ હારીને બેટીંગ કરવા માટે મેદાને આવ્યુ હતુ. દિલ્હીની શરુઆત ખૂબ જ ખરાબ રહી હતી અને પરીણામે મોટો સ્કોર કરીને તેને બચાવવાની દિલ્હીની યોજના મનની મનમાં જ રહી ગઈ હતી. આમ હવે દિલ્હીએ આ સ્કોર પર સિમીત રહેવુ પડ્યુ હતુ. કેપ્ટન ઋષભ પંત (Rishabh Pant) રોવમેન પોવેલે સ્કોર બોર્ડને આટલે સુધી પહોંચાડવામાં સફળ રહ્યા હતા. 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને દિલ્હીએ 159 રનનો સ્કોર કર્યો હતો.

પૃથ્વી શો અને ડેવિડ વોર્નરે દિલ્હી માટેની ઓપનીંગ જોડીના રુપમાં શરુઆત કરી હતી. પરંતુ. દિલ્હીએ ઝડપથી જ પોતાની ઓપનીંગ જોડીને તૂટતી જોવી પડી હતી. વોર્નર માત્ર 5 રન નોંધાવીને જ પરત ફર્યો હતો. ત્યાર બાદ મિશેલ માર્શ પણ ઝડપથી આઉટ થયો હતો. તે શૂન્ય રનમાંજ પરત ફર્યો હતો. ત્યાર બાદ પૃથ્વી શો પણ આઉટ થઈ જતા 31 રનના સ્કોર પર જ છઠ્ઠી ઓવરમાં 3 વિકેટ દિલ્હીએ ગુમાવી દીધી હતી.

પૃથ્વી શોએ 24 રન 23 બોલમાં નોંધાવ્યા હતા અને તેણે આક્રમકતા અપનાવી એ સમયે જ તે જસપ્રીત બુમરાહનો શિકાર થઈ ગયો હતો. ત્યાર બાજ સરફરાઝ ખાન પણ 10 રન જોડીને આઉટ થયો હતો અને આમ 50ના સ્કોર પર ચોથી વિકેટ ગુમાવતા જ દિલ્હીની સ્થિતી મુશ્કેલ થઈ ગઈ હતી.ય જોકે કેપ્ટન ઋષભ પંત અને રોવમેન પોવેલની રમતે ટીમને બચાવ કરી શકાય એવા સ્કોર તરફ આગળ વધાર્યુ હતુ.

પંત-રોવમેને કમાન સંભાળી

પંતે 33 બોલનો સામનો કરીને 39 રન નોંધાવ્યા હતા. તે એક છગ્ગો અને 4 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે રોવમેન પોવેલે પણ સારી રમત દર્શાવી હતી. તેણે 34 બોલમાં 43 રન નોંધાવ્યા હતા. તેણે 4 છગ્ગા જમાવ્યા હતા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો. તેની રમતે મુંબઈને એક સમયે ચિંતામાં લાવી દીધુ હતુ. પરંતુ પોવેલને જસપ્રીત બુમરાહે ક્લિન બોલ્ડ કરી દીધો હતો. અણનમ રહેલા અક્ષર પટેલે અંતમાં 2 છગ્ગા વડે 19 રનનુ યોગદાન 10 બોલનો સામનો કરીને આપ્યુ હતુ. શાર્દુલ ઠાકુર 4 રનમાં આઉટ થયો હતો. કુલદીપ યાદવ 1 રન સાથે અણનમ રહ્યો હતો.

બુમરાહની 3 વિકેટ

જસપ્રીત બુમરાહે દિલ્હીને શરુઆતમાં જ પરેશાન કરી દીધુ હતુ. તેણે જ મુંબઈને શરુઆતથી રાહત આપી દીધી હતી. પૃથ્વી શો અને મિશેલ માર્શને શરુઆતમાં આઉટ કર્યા બાદ પોવેલની આક્રમક ઈનીંગને પણ તેણે બોલ્ડ કરીને સમાપ્ત કરી હતી. 4 ઓવમાં 25 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. રમનદીપ સિંહે 2 ઓવરમાં 29 રન આપીને 2 વિકેટ ઝડપી હતી. માર્કંડે અને ડેનિયલ સેમ્સે 1-1 વિકેટ ઝડપી હતી

Published On - 9:24 pm, Sat, 21 May 22