IPL Auction 2022: આ ખેલાડીઓ વેચાયા બાદ પણ ભોગવવુ પડ્યુ નુકશાન, સેલરી પર ફરી ગઇ કાતર, જુઓ લિસ્ટ

IPL mega Auction: આ હરાજીમાં ઘણા ખેલાડીઓને ડિમોટ કરવામાં આવ્યા છે, એટલે કે તેમને પહેલા કરતા ઓછા પૈસા મળ્યા છે.

IPL Auction 2022: આ ખેલાડીઓ વેચાયા બાદ પણ ભોગવવુ પડ્યુ નુકશાન, સેલરી પર ફરી ગઇ કાતર, જુઓ લિસ્ટ
IPL Auction માં આ ખેલાડીઓ ખરિદ તો થયા પરંતુ તેઓ આર્થિક નુકશાન વેઠવુ પડ્યુ છે
| Edited By: | Updated on: Feb 12, 2022 | 3:03 PM

આઇપીએલ 2022 (IPL 2022 Mega Auction) ની મેગા ઓક્શન શનિવારથી શરૂ થઈ ગઈ છે. આ બે દિવસીય હરાજીમાં આજે પ્રથમ દિવસ છે. ખેલાડીઓ માટે 10 ટીમો લડી રહી છે. અત્યાર સુધીમાં 10 માર્કી પ્લેયર્સ (IPL Marquee Player) વેચાઈ ચૂક્યા છે અને હવે તે લિસ્ટની બહારના ખેલાડીઓની બિડિંગ ચાલુ છે. આ હરાજીમાં ઘણા ખેલાડીઓને ફાયદો થયો છે અને ઘણા ખેલાડીઓને નુકસાન થયું છે. કેટલાક ખેલાડીઓને અગાઉ જેટલી રકમ મળી હતી તેનાથી ઓછી રકમ મળી છે. અમે તમને આવા ખેલાડીઓ વિશે જણાવી રહ્યા છીએ.

આ યાદીમાં પેટ કમિન્સ, ડેવિડ વોર્નર, રવિચંદ્રન અશ્વિન જેવા ખેલાડીઓના નામ છે. તે જ સમયે, એવા ઘણા ખેલાડીઓ છે જેમને તેમની અગાઉની રકમ કરતા વધુ પૈસા મળ્યા છે.

IPL-2022 મેગા ઓક્શનની ડિમોશન લિસ્ટમાં સામેલ ખેલાડીઓ પર અહીં એક નજર

  1. રવિચંદ્રન અશ્વિનઃ પહેલા 7.6 કરોડ રુપિયા સેલરી હતી, હવે રાજસ્થાન રોયલ્સે તેને 5 કરોડ રુપિયાના ખર્ચે ખરિદ્યો છે
  2. પેટ કમિન્સઃ આ પહેલા તે ગત સિઝનમાં 15.5 કરોડમાં ખરિદ થયો હતો, કોલકાતાએ તેને ફરીથી પોતાની સાથે 7.25 કરોડ રુપિયામાં જોડ્યો છે.
  3. ડેવિડ વોર્નરઃ આ પહેલા તે 12.5 કરોડની સેલરી ધરાવતો હતો પરંતુ, હવે તેને દિલ્હી કેપિટલ્સે 6.25 કરોડમાં પોતાની સાથે જોડ્યો છે.
  4. મનીષ પાંડેઃ આ પહેલા 11 કરોડ રુપિયાના સેલરી ધરાવતો હતો, પરંતુ લખનઉની ટીમે તેને 4.6 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
  5. રોબિન ઉથપ્પાઃ ચેન્નાઇ સુપર કિંગ્સે તેને હવે 2 કરોડ રુપિયામાં પોતાની સાથે રાખ્યો છે, જે પહેલા 3 કરોડ સેલરી મેળવતો હતો.

 

 

Published On - 2:04 pm, Sat, 12 February 22