IPL 2022: આ વિદેશી ખેલાડી પર લખનૌની ટીમ 11 કરોડ વરસાવશે, જેણે 6 સિઝનમાં માત્ર 4 અર્ધશતકજ નોંધાવ્યા છે

|

Jan 18, 2022 | 7:01 PM

IPL 2022: આ ખેલાડી IPL માં ત્રણ ટીમો માટે રમી ચૂક્યો છે, પરંતુ તે ક્યાંય પણ પોતાની છાપ છોડવામાં નિષ્ફળ રહ્યો છે.

IPL 2022: આ વિદેશી ખેલાડી પર લખનૌની ટીમ 11 કરોડ વરસાવશે, જેણે 6 સિઝનમાં માત્ર 4 અર્ધશતકજ નોંધાવ્યા છે
Marcus Stoinis છેલ્લી બે સિઝન દરમિયાન દિલ્હીની ટીમનો હિસ્સો હતો

Follow us on

કેએલ રાહુલ (KL Rahul) IPL 2022 માં લખનૌની ટીમનો કેપ્ટન બનવા જઈ રહ્યો છે. 12 અને 13 ફેબ્રુઆરીએ બેંગલુરુમાં યોજાનાર મેગા ઓક્શન પહેલા લખનૌની ટીમે ડ્રાફ્ટમાંથી ખરીદેલા ખેલાડીઓ પૈકી રાહુલને એક માનવામાં આવે છે. બાકીના બે ખેલાડીઓ ઓસ્ટ્રેલિયાના ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ (Marcus Stoinis) અને લેગ સ્પિનર ​​રવિ બિશ્નોઈ છે. રાહુલ છેલ્લી બે સિઝનમાં પંજાબ કિંગ્સનો કેપ્ટન હતો પરંતુ તે ટીમ સાથે વધુ આગળ રહેવા માંગતો ન હતો. બિશ્નોઈ પણ પંજાબની ટીમમાં હતો, જ્યારે સ્ટોઈનિસ દિલ્હીની ટીમનો હિસ્સો હતો. RPSG ગ્રુપે લખનૌની ટીમને 7090 કરોડ રૂપિયામાં ખરીદી છે.

મીડિયા અહેવાલ મુજબ લખનૌની ટીમ કેએલ રાહુલને 15 કરોડ, માર્કસ સ્ટોઈનિસને 11 અને રવિ બિશ્નોઈને 4 કરોડ આપશે. રાહુલ અને બિશ્નોઈના મતે આ રકમ સમજી શકાય તેમ છે પરંતુ સ્ટોઈનીસ માટે રૂ. 11 કરોડ…? સ્ટોઈનિસ 2015થી આઈપીએલ સાથે જોડાયેલો છે અને 2016થી રમી રહ્યો છે.

પરંતુ IPL 2020 સિવાય કોઈ પણ સિઝનમાં તે આખી મેચ સુધી રમી શક્યો ન હતો અને ન તો તે શાનદાર પ્રદર્શન કરી શક્યો. તેણે આ ટૂર્નામેન્ટમાં અત્યાર સુધીમાં 56 મેચ રમી છે અને 30 વિકેટ લીધી છે. તેની ઈકોનોમી 9.50 ની છે. અહીં તેની સર્વશ્રેષ્ઠ સિઝન 2020ની હતી જ્યારે તેણે 13 વિકેટ મેળવી હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

છ સિઝનમાં માત્ર ચાર અર્ધશતક

બેટિંગની વાત કરીએ તો સ્ટોઈનિસે અત્યાર સુધીમાં 914 રન બનાવ્યા છે. પરંતુ તેના નામે માત્ર ચાર અર્ધસદી છે. 2020 માં સૌથી વધુ 352 રન બનાવ્યા હતા. આ જ સિઝનમાં તે ત્રણ ફિફ્ટી ફટકારી શક્યો હતો. તે જ સિઝનમાં પણ તેનો સ્ટ્રાઈક રેટ (148.52) પ્રભાવશાળી હતો. તે પંજાબ કિંગ્સ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ જેવી ટીમો માટે રમ્યો છે. પરંતુ કોઈપણ ટીમમાં તેનું રમવાનું સ્થાન નિશ્ચિત નહોતું. તેની બોલિંગ પણ ફિક્સ નહોતી. તેનો સીધો અર્થ એ છે કે ટીમોએ તેને પકડી લીધો પરંતુ તેના પર વિશ્વાસ ન કર્યો.

કોચ રિકી પોન્ટિંગના કારણે તેને દિલ્હી કેપિટલ્સમાં તક મળી હતી. આ ટીમે IPL 2020માં પણ સારી રમત દેખાડી હતી. પરંતુ 2021 માં ફરી નિષ્ફળ ગયો. તે 10 મેચમાં માત્ર 89 રન જ બનાવી શક્યો હતો. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 27 રન હતો. તે જ સમયે, બોલિંગમાં 19.3 ઓવર ફેંકવા છતાં, તે એક વિકેટ મેળવી શક્યો.

સ્ટોઇનિસ ને બલ્લે બલ્લે

માર્કસ સ્ટોઈનિસ 2018માં ત્યાં સુધીની સૌથી મોંઘો આઈપીએલમાં વેચાયો હતો, જ્યારે પંજાબ કિંગ્સે તેને 6.2 કરોડ રૂપિયામાં લીધો હતો. પરંતુ એક વર્ષ બાદ તેને આરસીબીને આપી દેવામાં આવ્યો હતો. આરસીબીએ પણ તેને એક સિઝન રાખ્યા બાદ છોડી દીધો હતો. આ પછી દિલ્હી કેપિટલ્સે તેને 4.8 કરોડ રૂપિયામાં લીધો.

હવે તેને લખનૌની ટીમ પાસેથી 11 કરોડ રૂપિયા મળવાના છે. તેનો અર્થ પગાર બમણો થાય છે. જો તે હરાજીમાં ગયો હોત તો તેને ભાગ્યે જ આ રકમ મળી હોત. તેમના માટે, લખનૌ દ્વારા જાળવી રાખવું એ નફાકારક સોદો સાબિત થશે. બાકીના લખનૌ માટે આ દાવ કેવો રહેશે, તે તો IPL 2022માં જ ખબર પડશે.

 

આ પણ વાંચોઃ IPL 2022: શુભમન ગિલ આ ટીમમાં જોડાશે, હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન પણ સાથે હશે, આટલા કરોડની મળશે રકમ

આ પણ વાંચોઃ Hockey: હોકીના નિયમોમાં FIH એ કર્યા બે મોટા ફેરફાર, 18 મહિના સુધી લાંબી ગડમથલ બાદ લીધો નિર્ણય

Published On - 6:48 pm, Tue, 18 January 22

Next Article