મહારાષ્ટ્ર સરકારે (Maharashtra Government) બુધવારે મુંબઈ અને પૂણેમાં 26 માર્ચથી શરૂ થનારી ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની આગામી મેચો માટે સંપૂર્ણ રસી મેળવી ચૂકેલા દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશવાની મંજૂરી આપી છે. તેમની સંખ્યા સ્ટેડિયમની ક્ષમતાના 25 ટકા હશે. રાજ્ય સરકારે બુધવારે સાંજે જારી કરેલા એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, કોવિડ -19 (Coronavirus) ના કેસોમાં થયેલા ઘટાડાને ધ્યાનમાં રાખીને નિર્ણય કરાયો છે. જે મુજબ દર્શકોની સંખ્યા 25 ટકા સુધી મર્યાદિત કરવામાં આવી છે. સ્ટેડિયમમાં પ્રવેશવા માટે ફક્ત તેઓને જ મંજૂરી આપવામાં આવશે જે સંપૂર્ણ રસી ધરાવે છે. BCCI એ આ અંગે આશા વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્ર સરકારે IPLના સંચાલન પર BCCI (ભારતીય ક્રિકેટ બોર્ડ) અને મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA) સાથેની બેઠક બાદ બુધવારે આ નિર્ણય લીધો હતો. આ વખતે IPL માં 10 ટીમો ભાગ લઇ રહી છે. રાજ્ય સરકારના મંત્રીઓ આદિત્ય ઠાકરે અને એકનાથ શિંદે, એમસીએના વડા વિજય પાટીલ અને સર્વોચ્ચ પરિષદના સભ્યો અજિંક્ય રાયક તેમજ અભય હડપ, ખજાનચી જગદીશ આચરેકર સહિતનાઓ બેઠકમાં હાજર હતા.
મીટિંગ પછી, આદિત્ય ઠાકરેએ શ્રેણીબદ્ધ ટ્વીટમાં કહ્યું, ‘પ્રધાન એકનાથ શિંદે જી અને મેં IPL, BCCI સાથે મુંબઈ, થાણે અને નવી મુંબઈની મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસ અધિકારીઓ સાથે IPL નું સુચારુ સંચાલન સુનિશ્ચિત કરવા માટે સંયુક્ત બેઠક કરી હતી. મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેના પુત્રે એ પણ કહ્યું કે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન ટૂંક સમયમાં પુણેમાં આવી જ બેઠક યોજશે.
તેમણે કહ્યું, ‘મહારાષ્ટ્રમાં યોજાઈ રહેલ IPL એ સુનિશ્ચિત કરે છે કે મેચો વિદેશમાં નહીં યોજાય. આ મહારાષ્ટ્ર અને દેશ માટે અર્થતંત્રની દ્રષ્ટિએ એક મોટું પ્રોત્સાહન છે, જે ક્રિકેટ પ્રેમીઓનું મનોબળ અને જુસ્સો વધારશે. અગાઉ જાણવા મળ્યું હતું કે IPLની તમામ ટીમો 14 કે 15 માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરશે, જેના માટે અહીં પાંચ પ્રેક્ટિસ સાઇટ નિયત કરવામાં આવ્યા છે.
આઈપીએલ 26 માર્ચથી શરૂ થશે અને જાણકારી મુજબ કે મુંબઈ ક્રિકેટ એસોસિએશન (MCA)ના બાંદ્રા કુર્લા કેમ્પસ, થાણેમાં એમસીએ સ્ટેડિયમ, ડૉ. ડીવાય પાટીલ યુનિવર્સિટી ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ CCI (ક્રિકેટ ક્લબ ઑફ ઈન્ડિયા) અને રિલાયન્સ સાથે. ઘણસોલીમાં કોર્પોરેટ પાર્ક મેદાનને પ્રેક્ટિસ સાઇટ તરીકે ઓળખવામાં આવ્યા છે.
ખેલાડીઓ 8 માર્ચથી અહીં પહોંચે તેવી શક્યતા છે. એવું પણ જાણવા મળ્યું છે કે તમામ સહભાગીઓએ મુંબઈ પહોંચવાના 48 કલાક પહેલા RT-PCR ટેસ્ટ કરાવવો પડશે. ખેલાડીઓના રોકાણ માટે મુંબઈમાં 10 અને પુણેમાં બે હોટલમાં રોકાણનુ આયોજન કરવામાં આવ્યુ છે. એવું પણ જાણવા મળ્યું છે કે ખેલાડીઓએ તેમના બાયો-બબલમાં પ્રવેશતા પહેલા ત્રણથી પાંચ દિવસ માટે આઇસોલેશનમાં રહેવું પડશે. IPLની લીગ સ્ટેજની મેચો મુંબઈ અને પુણેમાં યોજાશે.
Published On - 10:33 pm, Wed, 2 March 22