IPL 2022: આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ક્યારેય રમ્યો જ નહોતો, ધોનીએ છતાય CSK ના 9.25 કરોડ રુપિયા ખેલાડી પાછળ લુટાવી દીધા

|

Feb 09, 2022 | 9:21 AM

IPLની છેલ્લી સિઝનમાં કર્ણાટકના ઓલરાઉન્ડર કૃષ્ણપ્પા ગૌતમ (Krishnappa Gowtham) ને ચેન્નાઈ સુપર કિંગ્સે (CSK) 9.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

1 / 5
IPL 2022 ની મેગા હરાજી ખૂબ જ નજીક છે. તમામ 10 ટીમો એક મજબૂત યુનિટ બનાવવા માટે શ્રેષ્ઠ ખેલાડીઓ પર નાણાં ખર્ચવા તૈયાર છે. દર વર્ષની જેમ આ વખતે પણ ઘણા મોટા ખેલાડીઓ પર મોટી રકમ ખર્ચવામાં આવનાર છે. તે જ સમયે, કેટલાક એવા ખેલાડીઓ હશે જેઓ હરાજીમાં મોટી રકમ મેળવીને આખી દુનિયાને ચોંકાવી દે છે. ગયા વર્ષે જેમ ચેન્નાઈ સુપર કિંગ્સે કૃષ્ણપ્પા ગૌથમ પર 9.25 કરોડ રૂપિયા ખર્ચીને બધાને ચોંકાવી દીધા હતા.

2 / 5
કર્ણાટકના આ ઓલરાઉન્ડર પર ધોનીની ટીમે જોરદાર દાવ લગાવ્યો હતો. ગૌતમને ખરીદવા માટે કોલકાતા નાઈટ રાઈડર્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે જોરદાર સ્પર્ધા હતી.

3 / 5
પહેલા ગૌતમને ખરીદવા માટે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે ટક્કર થઈ હતી. બંને ટીમોએ ગૌતમ પર 7.5 કરોડ રૂપિયા સુધીની બોલી લગાવી હતી. ત્યારબાદ ચેન્નાઈ સુપર કિંગ્સે બિડમાં એન્ટ્રી લીધી અને અંતે તેણે ગૌતમને 9.25 કરોડની મોટી કિંમતમાં ખરીદ્યો. આ રીતે ગૌતમ આઈપીએલ ઈતિહાસનો સૌથી મોંઘો અનકેપ્ડ ખેલાડી બની ગયો. છતાં તેણે સિઝનમાં બેન્ચ પર બેસીને જ સમય પસાર કર્યો હતો.

4 / 5
કૃષ્ણપ્પા ગૌતમે કૃણાલ પંડ્યાનો રેકોર્ડ તોડ્યો હતો જેના માટે મુંબઈ ઈન્ડિયન્સે આઈપીએલ 2018માં 8.8 કરોડ રૂપિયા ચૂકવ્યા હતા. વર્ષ 2016માં દિલ્હી કેપિટલ્સે પવન નેગીને 8.5 કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.

5 / 5
જો આપણે કૃષ્ણપ્પા ગૌતમની વાત કરીએ તો ચેન્નાઈ સુપર કિંગ્સે તેને 9.25 કરોડમાં ખરીદ્યો હતો પરંતુ IPL 2021ની આખી સિઝનમાં તેને એક પણ મેચ રમાડવામાં આવી ન હતી. આ પછી ગૌતમે પણ શ્રીલંકા સામે વનડેમાં ડેબ્યુ કર્યું હતું.

Published On - 8:45 am, Wed, 9 February 22

Next Photo Gallery