IPL 2022 : KL રાહુલે 100મી મેચમાં બનાવ્યો રેકોર્ડ, આવી સિદ્ધી મેળવનાર IPL ઇતિહાસમાં પહેલો ખેલાડી બન્યો

|

Apr 16, 2022 | 8:17 PM

KL Rahul : લોકેશ રાહુલે IPL માં મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે શાનદાર પ્રદર્શન કરતા 60 બોલમાં 9 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી આક્રમક 103* રન બનાવ્યા. જેને પગલે લખનૌ ટીમે મુંબઈને જીતવા માટે 200 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.

IPL 2022 : KL રાહુલે 100મી મેચમાં બનાવ્યો રેકોર્ડ, આવી સિદ્ધી મેળવનાર IPL ઇતિહાસમાં પહેલો ખેલાડી બન્યો
KL Rahul (PC: IPLt20.com)

Follow us on

લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) ના કેપ્ટન કેએલ રાહુલે(KL Rahul) મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) સામે શાનદાર સદી ફટકારી છે. બ્રેબોર્ન સ્ટેડિયમમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે પ્રથમ બેટિંગ કરતા લખનૌની ટીમે સુકાની રાહુલની જબરદસ્ત સદીની મદદની મદદથી 20 ઓવરમાં 4 વિકેટે 199 રન બનાવ્યા હતા. આઈપીએલ 2022 સીઝનની ધીમી શરૂઆત કરનાર રાહુલ છેલ્લી એક કે બે મેચમાં તેની ગતિ પાછી મેળવતો જોવા મળ્યો હતો અને અંતે તે મુંબઈ ઈન્ડિયન્સ (MI vs LSG) સામે સંપૂર્ણ વિસ્ફોટક સ્વરૂપમાં આવ્યો હતો. જ્યાં તેણે મુંબઈના દરેક બોલરો સામે રન બનાવ્યા છે. ખાસ વાત એ છે કે આઈપીએલમાં રાહુલની આ 100મી મેચ છે અને તે 100મી મેચમાં સદી ફટકારનાર IPL ના ઇતિહાસમાં પહેલો બેટ્સમેન બન્યો છે.

રાહુલની આઈપીએલ કારકિર્દીની આ ત્રીજી સદી છે. જેમાં તેણે મુંબઈ સામે બીજી વખત આ આંકડો પાર કર્યો હતો. લખનૌ માટે ઇનિંગની શરૂઆત કરવા આવેલા સુકાની રાહુલ અંત સુધી ટકી રહ્યો અને 101 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો. 19મી ઓવરમાં, રાહુલે ટિમલ મિલ્સની ઓવરના પાંચમા બોલને થર્ડમેન બાઉન્ડ્રી તરફ મોકલીને તેની સદી પૂરી કરી. અહીં સુધી પહોંચવા માટે રાહુલે માત્ર 56 બોલનો ઉપયોગ કર્યો અને આ દરમિયાન 9 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તે 60 બોલમાં 103 રન બનાવીને અણનમ પરત ફર્યો હતો.
આ પહેલા 2019માં કેએલ રાહુલે મુંબઈ સામે પ્રથમ વખત સદી ફટકારી હતી. ત્યારે લોકેશ રાહુલ પંજાબ કિંગ્સનો ભાગ હતો. પરંતુ ત્યારે સુકાની ન હતો. સુકાનીપદ હેઠળ ધીમી બેટિંગ માટે ઘણી વખત ટીકાનો ભોગ બનેલા રાહુલે આ સિઝનમાં પોતાનો સૌથી મોટો સ્કોર પણ બનાવ્યો હતો. IPL 2022 માં સદી ફટકારનાર તે માત્ર બીજો બેટ્સમેન છે. તે પહેલા રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરે આ સિઝનની પ્રથમ સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે બટલરે મુંબઈ ઈન્ડિયન્સ સામે પણ સદી ફટકારી હતી. એટલે કે આ સિઝનની બંને સદી રોહિત શર્માની ટીમ સામે છે.

IPL સૌથી વધુ સદી લગાવનાર ભારતીય

આટલું જ નહીં, રાહુલ IPL માં સૌથી વધુ સદી ફટકારનાર સંયુક્ત રીતે બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે અત્યાર સુધી 3 સદી ફટકારી છે અને આ મામલામાં તેણે રાજસ્થાન રોયલ્સના સુકાની સંજુ સેમસનની બરાબરી કરી છે. સંજુ સેમસને પણ 3 સદી ફટકારી છે. IPL માં સૌથી વધુ સદી ફટકારનાર ભારતીય બેટ્સમેન વિરાટ કોહલી છે. જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન છે. તેના નામે 5 સદી છે, જેમાંથી 4 2016ની સીઝનમાં જ આવી હતી.
Next Article