ભારતીય ક્રિકેટ ચાહકો જેની રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આખરે પૂરી થઈ. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) ના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) ફરી એકવાર ફોર્મમાં પરત ફર્યો છે. વિરાટ કોહલીએ શનિવારે ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામેની મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. ગુજરાત ટાઇટન્સ ટીમ સામેની મેચમાં બેંગ્લોરના વિરાટ કોહલીએ પોતાની ઈનિંગમાં 58 રન બનાવ્યા હતા. જે દરમિયાન તેનો સ્ટ્રાઈક રેટ માત્ર 109.43 હતો. વિરાટ કોહલીએ પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. જોકે વિરાટ કોહલી બહુ મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને ગુજરાત ટાઇટન્સના સ્ટાર બોલર મોહમ્મદ શમી (Mohamamd Shami) એ વિરાટ કોહલીને ક્લીન બોલ્ડ કર્યો હતો.
મહત્વનું છે કે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) માં છેલ્લા ઘણા સમયથી વિરાટ કોહલી (Virat Kohli) ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો. પરંતુ આ મેચમાં વિરાટ કોહલી શરૂઆતથી જ વાપસી કરતો જોવા મળ્યો હતો. વિરાટ કોહલીની IPL 2022 ની સિઝનમાં આ પ્રથમ અડધી સદી છે. IPL માં વિરાટ કોહલીએ 14 ઇનિંગ્સ બાદ આ અડધી સદી ફટકારી હતી.
વિરાટ કોહલીએ જ્યારે તેની અડધી સદી પૂરી કરી ત્યારે તે સમયે તેની પત્ની અનુષ્કા શર્મા (Anushka Sharma) પણ મેદાનમાં હાજર હતી અને તેણે જોરદાર તાળીઓ પાડી હતી. વિરાટ કોહલીના આ મહત્વપૂર્ણ અવસર પર ચાહકોએ લાંબા સમય સુધી ઉભા રહીને તાળીઓ પાડી હતી.
તમને જણાવી દઇએ કે આ મેચ પહેલા વિરાટ કોહલીનું બેટિંગ ફોર્મ ખૂબ જ ખરાબ ચાલી રહ્યું હતું. તે આ IPL 2022 માં 2 વખત ગોલ્ડન ડકમાં આઉટ થયો છે. સિઝનમાં ખરાબ ફોર્મ બાદ વિરાટ કોહલીને ચાહકો અને દિગ્ગજો દ્વારા સતત સલાહ આપવામાં આવી રહી હતી કે તે થોડો સમય આરામ કરે. પરંતુ આ દરમિયાન તેણે પુનરાગમન કર્યું અને ગુજરાતની ટીમ સામે અડધી સદી ફટકારીને ફોર્મમાં આવવાની જાહેરાત કરી હતી.
For his fine opening act of 5⃣8⃣, @imVkohli is our Top Performer from the first innings 👌👌
A look at his batting summary 👇#TATAIPL | #GTvRCB pic.twitter.com/DhI1idTv1y
— IndianPremierLeague (@IPL) April 30, 2022
41*, 12, 5, 48, 1, 12, 0, 0, 9 રન……
આઈપીએલમાં વિરાટ કોહલીના રેકોર્ડ પર નજર કરીએ તો આ તેની 43મી અડધી સદી છે. વિરાટ કોહલીએ અત્યાર સુધીમાં IPL માં 6500 થી વધુ રન બનાવ્યા છે અને તે સૌથી વધુ રન બનાવનાર ભારતીય બેટ્સમેન છે.
આ પણ વાંચો : IPL 2022 : યશ દયાલથી લઈને અર્શદીપ સુધી, આ 6 ખેલાડીમાં છે ‘ઝહીર ખાન’ બનવાની તાકાત
આ પણ વાંચો : IPL 2022: કૃણાલ પંડ્યામાં એકા એક કંજૂસાઈ ક્યાંથી આવી ગઈ? જાતે જ બતાવ્યુ રન બચાવવાની આવડતનુ રાઝ
Published On - 5:53 pm, Sat, 30 April 22