ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની શરૂઆત થઇ ગઇ છે. જેમાં ફ્રેન્ચાઇઝીની વાત કરીએ તો મુંબઈ ઈન્ડિયન્સ ટીમ (Mumbai Indian) ની શરૂઆત લીગમાં હાર સાથે થઈ છે. મુંબઈ ટીમે તેની પોતાની પ્રથમ મેચ દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ટીમ સામે રમી હતી. મુંબઈ ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં કેરોન પોલાર્ડ કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો ન હતો. તે માત્ર 3 રન બનાવીને આઉટ થયો ગયો હતો. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સ ટીમની પ્રેક્ટિસ દરમ્યાન કેરોન પોલાર્ડનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેના એક છગ્ગાથી મુંબઈ ટીમની જ બસનો કાચ તુટી ગયો હતો.
મુંબઈ ઈન્ડિયન્સે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં કેરોન પોલાર્ડ પ્રેક્ટિસ કરતો જોવા મળે છે. આ પ્રેક્ટિસ દરમિયાન કેરોન પોલાર્ડે સિક્સર ફટકારી હતી અને બોલ સ્ટેડિયમની બહાર પહોંચી ગયો. સ્ટેડિયમની બહાર મુંબઈ ઈન્ડિયન્સ ટીમની બસ બહાર ઉભી હતી.
મહત્વનું છે કે બોલ ટીમની બસ પર જ જઇને વાગ્યો હતો. મુંબઈ ઇન્ડિયન્સ ટીમે તેનો વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ક્રિકેટ ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. ક્રિકેટ ચાહકો તેના પર અનેક પ્રકારની પ્રતિક્રિયાઓ પણ આપી રહી છે.
કેરોન પોલાર્ડના આઈપીએલના રેકોર્ડ પર નજર કરીએ તો તે ઘણો અસરકારક રહ્યો છે. આઈપીએલમાં કેરોન પોલાર્ડ અત્યાર સુધી 179 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન કેરોન પોલાર્ડે 3271 રન બનાવ્યા છે. તેણે આ ટૂર્નામેન્ટમાં 16 અડધી સદી ફટકારી છે. આ સાથે તેણે 65 વિકેટ પણ લીધી છે. IPL ના ઇતિહાસમાં કેરોન પોલાર્ડનો સર્વશ્રેષ્ઠ સ્કોર 87 રન રહ્યો છે.
આ પણ વાંચો : MI vs RR IPL 2022 Match Prediction: મુંબઈ ઈન્ડિયન્સને સિઝનમાં જીતનુ ખાતુ ખોલાવવાનો ઈરાદો, રાજસ્થાન પણ આપશે ટક્કર
આ પણ વાંચો : GT vs DC IPL 2022 Match Prediction: ગુજરાત ટાઈટન્સ અને દિલ્દી કેપિટલ્સ વચ્ચે જામશે બેટીંગનો જંગ, થશે કાંટાની ટક્કર