IPL 2022 : પોલાર્ડે 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર લગાવ્યો બ્રેક, જાણો IPLમાં રમશે કે નહીં

|

Apr 20, 2022 | 11:53 PM

Kieron Pollard : વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરન પોલાર્ડે અત્યાર સુધી 123 વનડેમાં 94.42 ની સ્ટ્રાઈક રેટથી 2706 રન બનાવ્યા છે અને ODI ક્રિકેટમાં 55 વિકેટ પણ લીધી છે.

IPL 2022 : પોલાર્ડે 15 વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર લગાવ્યો બ્રેક, જાણો IPLમાં રમશે કે નહીં
Kieron Pollard (PC: Twitter)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સીઝનની વચ્ચે વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડે (Kieron Pollard) અચાનક આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી. 34 વર્ષીય પોલાર્ડ IPL 2022 માં મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) તરફથી રમી રહ્યો છે. પોલાર્ડે ભલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું હોય, પરંતુ તમને જણાવી દઇએ કે નિવૃતી બાદ પણ કેરોન પોલાર્ડ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) અને અન્ય વિદેશી ટી20 લીગમાં રમતો રહેશે.

વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ ટીમના દિગ્ગજ ક્રિકેટર કેરોન પોલાર્ડ (Kieron Pollard) એ પોતાના સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેણે લખ્યું, “હું તમામ પસંદગીકારો મેનેજમેન્ટ અને કોચ ફિલ સિમોન્સનો મારામાં રહેલી ક્ષમતા જોવા અને મારામાં વિશ્વાસ રાખવા બદલ આભારી છું. ક્રિકેટ વેસ્ટ ઈન્ડિઝે મારામાં જે વિશ્વાસ દર્શાવ્યો તે ખાસ કરીને આશ્વાસન આપનારો હતો. કારણ કે મેં જે ટીમનું નેતૃત્વ કરવાનો પડકાર ઝીલ્યો અને તેના પર કામ કર્યું. ખાસ કરીને કેપ્ટન તરીકેના મારા સમય દરમિયાન સમર્થન અને પ્રોત્સાહન માટે વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટ બોર્ડના પ્રમુખ રિકી સ્કેરિટનો હું આભાર અને પ્રશંસા કરું છું.”

પોલાર્ડ ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી

કેરોન પોલાર્ડ ક્યારેય વેસ્ટ ઈન્ડિઝ માટે ટેસ્ટ ક્રિકેટ રમ્યો નથી. પોલાર્ડે 2007 માં વેસ્ટ ઈન્ડિઝ માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેણે 10 એપ્રિલ 2007 ના રોજ સાઉથ આફ્રિકા સામે વનડે ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તેને 20 જૂન 2008 ના રોજ T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરવાની તક મળી.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આવી રહી તેની આંતરરાષ્ટ્રીય ક્રિકેટની કારકિર્દી

વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ ગણાતા ક્રિકેટ કેરોન પોલાર્ડે 123 વનડેમાં 94.42 ની સ્ટ્રાઈક રેટથી 2706 રન બનાવ્યા છે. કેરોન પોલાર્ડે ODI ક્રિકેટમાં 55 વિકેટ પણ લીધી છે. વનડે ક્રિકેટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 119 રન હતો. તે જ સમયે કેરોન પોલાર્ડના નામે 101 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 1569 રન છે. આ ફોર્મેટમાં તેની 42 વિકેટ છે.

આ પણ વાંચો : IPL 2022 : DC vs PBKS: કોરોના કહેર વચ્ચે દિલ્હી કેપિટલ્સે 9 વિકેટે પંજાબ કિંગ્સને હરાવ્યું, મેચમાં બનાવ્યા આ મોટા રેકોર્ડ

આ પણ વાંચો : IPL 2022 : ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટનની મોટી ભવિષ્યવાણી: ‘ફાફ ડુ પ્લેસિસની કેપ્ટન્સીમાં RCB જીતશે ખિતાબ’

Next Article