IPL 2022 In Numbers : જોસ બટલરે બનાવ્યા સૌથી વધુ રન, તો જોશ હેઝલવુડે આપ્યા સૌથી વધુ રન, આ છે IPL ના આંકડા

|

May 31, 2022 | 9:11 AM

IPL 2022 : આઈપીએલની 15મી સિઝનમાં કુલ 74 મેચ રમાઈ હતી. જે બે મહિનાથી વધુ ચાલી હતી. સમગ્ર સિઝન દરમિયાન બોલ અને બેટ વચ્ચે રોમાંચક સંઘર્ષ જોવા મળ્યો હતો.

IPL 2022 In Numbers : જોસ બટલરે બનાવ્યા સૌથી વધુ રન, તો જોશ હેઝલવુડે આપ્યા સૌથી વધુ રન, આ છે IPL ના આંકડા
Jos Buttler and Yuzvendra Chahal (PC: IPLt20.com)

Follow us on

IPL 2022 માં ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) ચેમ્પિયન બનવા સાથે સમાપ્ત થઇ ગઇ. IPL ની 15મી સીઝન ઉતાર ચઢાવથી ભરેલી રહી હતી. 10 ટીમોના રમવાથી મેચોની સંખ્યામાં વધારો થયો હતો. પરંતુ તેનાથી આઈપીએલનો ઉત્સાહ ઓછો થયો નહીં. આઈપીએલની આ સિઝન ચોગ્ગા છગ્ગાથી ભરપૂર રહી અને ઘણા રસપ્રદ રેકોર્ડ્સ પણ બન્યા. આવો જાણીએ IPL 2022 ના કેટલાક મહત્વના આંકડાઓ વિશે.

સૌથી વધુ રનઃ
જોસ બટલરે IPL 2022 માં સૌથી વધુ રન બનાવ્યા હતા. બટલરે 17 મેચમાં 57.53 ની એવરેજથી 863 રન બનાવ્યા હતા અને તેનો સર્વશ્રેષ્ઠ સ્કોર 116 રન હતો. બટલરે આ સમયગાળા દરમિયાન 4 સદી અને 4 અડધી સદી ફટકારી હતી. લખનૌ સુપર જાયન્ટ્સના કેપ્ટન કેએલ રાહુલે 15 મેચમાં 616 રન બનાવ્યા હતા અને તે આ મામલે બીજા ક્રમે છે.

સૌથી વધુ છગ્ગાઃ
બટલરે 17 મેચમાં 45 છગ્ગા ફટકાર્યા હતા અને સૌથી વધુ છગ્ગા મારવાના મામલે તે નંબર વન પર રહ્યો હતો. તે જ સમયે લિયામ લિવિંગસ્ટોન બીજા નંબર પર રહ્યો. તેણે 14 મેચમાં 34 છગ્ગા ફટકાર્યા. સૌથી વધુ છગ્ગા મારવાના મામલામાં કોલકાતા નાઈટ રાઈડર્સનો આન્દ્રે રસેલ ત્રીજા નંબર પર હતો. તેણે 14 મેચમાં 32 સિક્સ ફટકાર્યા હતા. ક્વિન્ટન ડી કોકે (10 સિક્સર) એક ઇનિંગમાં સૌથી વધુ સિક્સર ફટકાર્યાનો રેકોર્ડ ધરાવે છે.

સૌથી વધુ ચોગ્ગાઃ ચોગ્ગા ફટકારવામાં પણ જોસ બટલર ટોચ પર છે. જોસ બટલરે આ સિઝનમાં 17 મેચમાં 83 ચોગ્ગા ફટકાર્યા હતા. ડેવિડ વોર્નર 52 ચોગ્ગા સાથે બીજા અને શુભમન ગિલ 51 ચોગ્ગા સાથે ત્રીજા ક્રમે રહ્યો હતો.

સૌથી વધુ સદી અને અડધી સદીઃ જોસ બટલરે IPL 2022 માં 4 સદી ફટકારી હતી અને તે સૌથી વધુ સદી ફટકારવાના મામલે પ્રથમ ક્રમે છે. કેએલ રાહુલ 2 સદી સાથે બીજા ક્રમે રહ્યો હતો. ક્વિન્ટન ડી કોક અને રજત પાટીદારે 1-1 સદી ફટકારી હતી. ડેવિડ વોર્નરે (5) સૌથી વધુ અડધી સદી ફટકારી હતી.

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

સૌથી વધુ ઝડપી અડધી સદીઃ કોલકાતા નાઈટ રાઈડર્સના ખેલાડી પેટ કમિન્સે 14 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી. જે આઈપીએલમાં સંયુક્ત રીતે સૌથી ઝડપી ફિફ્ટી હતી. કેએલ રાહુલે પણ 2018 માં આટલા જ બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

સૌથી વધુ વિકેટઃ રાજસ્થાન રોયલ્સના સ્પિનર ​​યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal) એ આ સિઝનમાં સૌથી વધુ વિકેટો (Purpal Cap) લીધી હતી. ચહલે 17 મેચમાં 19.51 ની એવરેજથી 27 વિકેટ લીધી હતી. વાનેન્દુ હસરંગા 26 વિકેટ સાથે બીજા અને કાગિસો રબાડા (23 વિકેટ) ત્રીજા નંબરે હતો. ચહલે IPL 2022 ની એકમાત્ર હેટ્રિક પણ લીધી હતી.

સૌથી વધુ સારી બોલિંગઃ જસપ્રીત બુમરાહે KKR સામે 10 રન આપીને 5 વિકેટ ઝડપી હતી. જે આ સિઝનનો સર્વશ્રેષ્ઠ બોલિંગ સ્પેલ હતો. આ સિવાય વાનેન્દુ હસરંગા, ઉમરાન મલિક અને યુઝવેન્દ્ર ચહલ એક મેચમાં 5 વિકેટ લેનારા બોલરો હતા.

સૌથી મોંઘો બોલરઃ જોશ હેઝલવુડે પંજાબ કિંગ્સ સામે સૌથી વધુ 64 રન આપ્યા હતા. જે સિઝનનો સૌથી મોંઘો સ્પેલ હતો. માર્કો જેન્સેન આ મામલામાં 63 રન આપીને બીજા નંબર પર રહ્યો હતો.

– આઇપીએલ 2022 માં કુલ ચોગ્ગાઃ 2017
– આઇપીએલ 2022 માં કુલ છગ્ગાઃ 1062
– આઇપીએલ 2022 માં કુલ અડધી સદીઃ 118
– આઇપીએલ 2022 માં સૌથી વધુ ડોટ બોલઃ 201 (પ્રસિદ્ધ ક્રૃષ્ણા)

Next Article