IPL 2022 : ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો

|

Apr 17, 2022 | 11:40 PM

IPL 2022 : સનરાઇઝર્સ હૈદરાબાદે (SRH) શાનદાર પ્રદર્શન કરતા પંજાબ કિંગ્સ (PBKS) ટીમને 7 વિકેટે હરાવ્યું. આ મેચમાં હીરો ભુવનેશ્વર કુમાર અને ઉમરાન મલિક હતા.

IPL 2022 : ભુવનેશ્વર કુમારે રચ્યો ઈતિહાસ, આ સિદ્ધિ મેળવનાર પ્રથમ ભારતીય ઝડપી બોલર બન્યો
Bhuvneshwar Kumar (PC: IPL)

Follow us on

ઇન્ડિય પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે પંજાબ કિંગ્સને 7 વિકેટે હરાવ્યું. આ મેચમાં ટીમની જીતના હીરો ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) અને ઉમરાન મલિક (Umran Malik) હતા. ભુવનેશ્વર કુમારે 3 અને ઉમરાન મલિકે 4 વિકેટ લીધી હતી. આ મેચમાં ભુવનેશ્વર કુમારે વધુ એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

ભુવનેશ્વર કુમારે બનાવ્યો રેકોર્ડ

આ મેચમાં ભુવનેશ્વર કુમાર (Bhuvneshwar Kumar) એ ખાસ રેકોર્ડ બનાવ્યો છે. તેણે IPL માં 150 વિકેટ પૂરી કરી લીધી છે. આમ કરનાર તે એકંદરે 7 મો અને ભારતનો 5મો બોલર છે. આ સિવાય તે પ્રથમ ભારતીય ઝડપી બોલર છે. જેણે આ કારનામું કર્યું છે. તેણે 2011 માં પૂણે વોરિયર્સ તરફથી IPL માં ડેબ્યૂ કર્યું હતું. તેણે 138 મેચોમાં 150 વિકેટ લીધી છે. જે દરમિયાન તેણે 7.32 ની ઈકોનોમીથી રન આપ્યા છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 19 રનમાં 5 વિકેટ છે.

બ્રાવોના નામે છે સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ

IPL ના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના ડ્વેન બ્રાવો (Dwayne Bravo) ના નામે છે. આ પછી મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ ફાસ્ટ બોલર લસિથ મલિંગા (Lasith Malinga) છે. તેના નામે 170 વિકેટ છે. તે પછી અમિત મિશ્રા (166), પીયૂષ ચાવલા (157), યુઝવેન્દ્ર ચહલ (151) અને હરભજન સિંહ (150) છે. ભારતીય ઝડપી બોલરોમાં બુમરાહ પછી ભુવનેશ્વર કુમારનો નંબર આવે છે, જેણે 134 વિકેટ લીધી છે.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?

હૈદરાબાદે 7 વિકેટે પંજાબને હરાવ્યું

ઇન્ડિયન પ્રીમિયર લીગની 28 મી મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ અને પંજાબ કિંગ્સ (Sunrisers Hyderabad Vs Punjab Kings) વચ્ચે રમાઈ હતી. કેન વિલિયસમને ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. લિયામ લિવિંગસ્ટોનને બાદ કરતા પંજાબના બેટ્સમેન ખાસ કંઈ દમ દર્શાવી શક્યા નહોતા. લિયામની અડધી સદીની મદદ થી પંજાબે 151 રન નો સ્કોર કર્યો હતો. જોકે પજાબ અંતિમ ઓવર સમાપ્ત થવા સાથે જ ઓલઆઉટ થઇ ગયુ હતુ. જેને હૈદરાબાદે પાર કરી લઈને IPL 2022 ની સિઝનમાં સળંગ ચોથી જીત મેળવી હતી.

હૈદરાબાદની ટીમે હવે વિજય માર્ગ પર પોતાની ગાડી ચઢાવી ચુક્યુ છે અને તે લય સતત ચોથી મેચમાં દર્શાવી છે. ઉમરાન મલિકે (Umran Malik) જોકે પંજાબની ટીમને અંતિમ ઓવરમાં પરેશાન કરી દીધી હતી. હૈદરાબાદે 7 બોલ બાકી રહેતા 7 વિકેટે જીત મેળવી હતી. એઇડન માર્કરમ (Aiden Markram) અને નિકોલસ પૂરન અંત સુધી ક્રિઝ પર રહી ટીમને જીત સુધી પહોંચાડી હતી.

Next Article