IPL 2022: શુભમન ગિલ આ ટીમમાં જોડાશે, હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન પણ સાથે હશે, આટલા કરોડની મળશે રકમ

|

Jan 18, 2022 | 9:49 AM

IPL 2022 mega auction: હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને રાશિદ ખાનને અનુક્રમે મુંબઈ ઈન્ડિયન્સ, કેકેઆર અને સનરાઈઝર્સ હૈદરાબાદે જાળવી રાખ્યા ન હતા.

IPL 2022: શુભમન ગિલ આ ટીમમાં જોડાશે, હાર્દિક પંડ્યા અને રાશિદ ખાન પણ સાથે હશે, આટલા કરોડની મળશે રકમ
Shubman Gill,Hardik Pandya, Rashid Khan અમદાવાદ ટીમમાંથી રમતા જોવા મળશે

Follow us on

IPL 2022 મેગા ઓક્શન પહેલા હાર્દિક પંડ્યા ( Hardik Pandya), રાશિદ ખાન (Rashid Khan) અને શુભમન ગિલ (Shubman Gill) અમદાવાદની ફ્રેન્ચાઈઝીનો ભાગ બનવા જઈ રહ્યા છે. અમદાવાદ આઈપીએલની નવી ટીમ છે. તેની પાસે મેગા ઓક્શન પહેલા ત્રણ ખેલાડીઓને જાળવી રાખવાનો અધિકાર છે. આ અંતર્ગત તેણે હાર્દિક, રાશિદ અને શુભમનને પસંદ કર્યા છે. જોકે, સત્તાવાર ઘોષણા હજુ બાકી છે.

અમદાવાદ ફ્રેન્ચાઈઝીએ તેના કોચિંગ સ્ટાફની પણ પસંદગી કરી છે. અહીં આશિષ નેહરા અને ગેરી કર્સ્ટનને સાથે લેવામાં આવ્યા છે. આ સાથે જ ઈંગ્લેન્ડના પૂર્વ બેટ્સમેન વિક્રમ સોલંકીને ટીમ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે. અમદાવાદ ફ્રેન્ચાઇઝીની માલિકી CVC કેપિટલ પાર્ટનર્સ દ્વારા ઓક્ટોબર 2021માં હસ્તગત કરવામાં આવી હતી.

સમાચાર અનુસાર, બે નવી ટીમો અમદાવાદ અને લખનૌએ 22 જાન્યુઆરી સુધીમાં તેમના ત્રણ રિટેન કરેલા ખેલાડીઓના નામની જાહેરાત કરવાની છે. અમદાવાદે હાર્દિક અને રાશિદને 15-15 કરોડ રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ શુભમન ગિલને સાત કરોડ રૂપિયા મળશે. હાર્દિક પંડ્યા ટીમની કપ્તાની સંભાળશે. તે IPLમાં પ્રથમ વખત કેપ્ટનશીપ કરશે.

ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ

હાર્દિક પંડ્યા IPL 2021માં મુંબઈ ઈન્ડિયન્સનો ભાગ હતો. તે અત્યાર સુધી આ ટીમનો ભાગ રહ્યો છે. બીજી તરફ, શુભમન ગિલ કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો અને તે પણ આ ટીમનો ભાગ રહી ચૂક્યો છે. અફઘાનિસ્તાનનો રાશિદ ખાન સનરાઇઝર્સ હૈદરાબાદ સાથે હતો અને તે પણ આ જ ટીમ તરફથી રમી ચૂક્યો છે. આ ત્રણેય આઈપીએલના મોટા નામ રહ્યા છે.

હાર્દિક પંડ્યાની કહાની

હાર્દિક પંડ્યાને મુંબઈએ 2015માં અનકેપ્ડ ખેલાડી તરીકે રૂ. 10 લાખની બેઝ પ્રાઈઝમાં પસંદ કર્યો હતો. ત્યારથી આ ખેલાડીએ ઘણો વિકાસ કર્યો છે અને ટીમનો મુખ્ય ખેલાડી બની ગયો છે. મુંબઈએ 2018માં તેને જાળવી રાખવા માટે તેના પર 11 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. તેણે બોલ અને બેટ બંનેથી મુંબઈને ઘણી સફળતા અપાવી.

જો કે, IPL 2021 માં, તે ફિટનેસની સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યો હતો. આ કારણે તે બોલિંગ કરી શક્યો નહોતો. સાથે જ બેટિંગમાં પણ તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. આ કારણે મુંબઈએ રિટેન્શન દરમિયાન તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને પસંદ કરવાનો નિર્ણય લીધો હતો.

રાશીદ હૈદરાબાદથી કેમ દૂર રહ્યો?

તે જ સમયે, રાશિદ ખાનને હૈદરાબાદ આઈપીએલ 2017 પહેલા ચાર કરોડ રૂપિયામાં પોતાની સાથે લઈ ગયો હતો. એક વર્ષ 2018ની મેગા ઓક્શનમાં તેના પર નવ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. તેણે અત્યાર સુધી 76 મેચ રમી છે અને 93 વિકેટ લીધી છે. માનવામાં આવી રહ્યું હતું કે હૈદરાબાદની ટીમ તેને આ વખતે પણ જાળવી રાખશે. પરંતુ રીટેન્શન પહેલા બાબતો વધુ ખરાબ થઈ ગઈ. હૈદરાબાદ ફ્રેન્ચાઇઝી કેન વિલિયમસનને પ્રથમ પ્રાથમિકતા તરીકે રાખવા માંગતી હતી અને રાશિદને બીજા નંબર પર લઈ રહી હતી. આ પછી રાશિદે હરાજીમાં જવાનું નક્કી કર્યું.

KKRએ ગિલને કેમ ન રાખ્યો

શુભમન ગિલની વાત કરીએ તો 2018માં KKR તેને 1.8 કરોડ રૂપિયામાં પોતાની સાથે લઈ ગયો હતો. અહીં તેનું પ્રદર્શન સારું રહ્યું હતું. તે એક સમયે ભાવિ કેપ્ટન તરીકે પણ જોવામાં આવ્યો હતો. પરંતુ આઈપીએલ 2021 દરમિયાન આ સંભાવના બદલાઈ ગઈ. જાળવી રાખવાના સમયે, KKR મેનેજમેન્ટે ભારતીય ખેલાડીઓમાંથી વરુણ ચક્રવર્તી અને વેંકટેશ ઐયરની પસંદગી કરી હતી. આ કારણે ગીલ બહાર નીકળી ગયો.

 

આ પણ વાંચોઃ IND vs SA: જસપ્રીત બુમરાહ સાથે ઘર્ષણ બાદ પ્રથમ વાર બોલ્યો માર્કો યાનસન, કહ્યુ ‘હું કોઇનાથી દબેલો રહેવા નથી માંગતો’

આ પણ વાંચોઃ Hockey: હોકીના નિયમોમાં FIH એ કર્યા બે મોટા ફેરફાર, 18 મહિના સુધી લાંબી ગડમથલ બાદ લીધો નિર્ણય

 

Published On - 9:48 am, Tue, 18 January 22

Next Article