GT vs PBKS, IPL 2022: ગુજરાતની નબળી રમતે પંજાબ સામે 143 રનનો સ્કોર ખડક્યો, સાંઈ સુદર્શનની અણનમ અડધી સદી

|

May 03, 2022 | 9:38 PM

કાગીસો રબાડા (Kagiso Rabada) એ શરુઆતમાં ખૂબ રન આપવાની શરુઆત કરી હતી, પરંતુ તેણે બાદમાં એકાએક હુમલો કર્યો હતો. રબાડાએ 4 વિકેટ ઝડપી હતી

GT vs PBKS, IPL 2022: ગુજરાતની નબળી રમતે પંજાબ સામે 143 રનનો સ્કોર ખડક્યો, સાંઈ સુદર્શનની અણનમ અડધી સદી
ગુજરાતના બેટ્સમેનોએ નબળુ પ્રદર્શન કર્યુ હતુ

Follow us on

IPL 2022 ની 48મી મેચ મુંબઈના ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ (Gujarat Titans vs Punjab Kings) વચ્ચે રમાઈ રહી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) એ ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. ગુજરાતની ટીમની શરુઆત ખાસ રહી નહોતી. નબળી શરુઆતને લઈને ગુજરાતની રમત અને સ્કોરબોર્ડ ધીમુ રહ્યુ હતુ. ઓપનીંગ બંને બેટ્સમેનોએ ઝડપથી વિકેટ ગુમાવી હતી. તો ટીમના કેપ્ટન હાર્દિકે પણ સસ્તામાં વિકેટ ગુમાવી દીધી હતી. સાંઈ સુદર્શને (Sai Sudharsan) 20 ઓવરના અંતે 8 વિકેટ ગુમાવીને 143 રન નોંધાવ્યા હતા.

ગુજરાત ટાઈટન્સની બેટીંગ આજે નિરાશાજનક રહી હતી. ઓપનીંગ જોડી ફરી એકવાર સસ્તામાં તુટી ગઈ હતી. શુભમન ગિલના રુપમાં પ્રથમ વિકેટ માત્ર 17 રનના સ્કોર પર જ ગુજરાતે ગુમાવી દીધી હતી. જ્યારે રિદ્ધીમાન સાહા પણ 21 રન પર અટકી ગયો હતો. તે 17 બોલમાં આ સ્કોર નોંધાવીને રબાડાનો શિકાર થયો હતો.

સાંઈ સુંદરે ટીમને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડવા માટે પ્રયાસ કર્યો હતો. તેણે અંત સુધી ક્રિઝ પર રહીને 50 બોલમાં 65 રનની અણનમ ઈનીંગ રમી હતી. તેની રમતે ટીમને યોગ્ય સ્કોર સુધી પહોંચાડી હતી. હાર્દિક પંડ્યા ફરીએકવાર ઝડપથી વિકેટ ફેંકી ગયો હતો. તે માત્ર 1 જ રન પર આઉટ થયો હતો. તેણે 7 બોલની રમત રમી હતી. પરંતુ તે સેટ થાય એ પહેલા જ પેવેલિયનનો માર્ગ પકડી ચુક્યો હતો. ડેવિડ મિલર પણ 14 બોલમાં 11 રન નોંધાવીને લિંવિંગસ્ટોનના બોલ પર રબાડાને કેચ આપી બેઠો હતો.

ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક

બેટીંગ લાઈન ફ્લોપ રહેતા મોટો સ્કોર થઈ ના શક્યો

રાહુલ તેવટિયા એ 11 રન, રાશિદ ખાને શૂન્ય રને, પ્રદિપ સાંગવાને 2 રન અને લોકી ફરગ્યુશને 5 રનની ઈનીંગ રમી હતી. આમ સાંઈ સિવાયના તમામ બેટ્સમેનો ફ્લોપમાં રહ્યા હતા. જેને લઈને ગુજરાતની ટીમ મોટા સ્કોર સુધી પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

કાગિસો રબાડાએ શરુઆતમાં રન ગુમાવ્યા હતા પરંતુ બાદમાં તેણે ગુજરાતના બેટ્સમેનોને મુશ્કેલીમાં મુકી દીધા હતા. તેણે 4 ઓવરમાં 33 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. અર્શદીપ સિંહ, ઋષિ ધવન અને લિવિંગસ્ટોને એક એક વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો : હિંમતનગરના રંગપુર પાટિયા પાસે ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 10થી વધુ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે

આ પણ વાંચો : GT vs PBKS, IPL 2022: ગુજરાતની નબળી રમતે પંજાબ સામે 143 રનનો સ્કોર ખડક્યો, સાંઈ સુદર્શનની અણનમ અડધી સદી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 9:26 pm, Tue, 3 May 22

Next Article