IPL 2022 : GT vs CSK: અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક બેટ્સમેન ગુજરાત માટે ઓપનિંગ કરશે! તો આવી હશે CSK ની પ્લેઈંગ ઈલેવન

|

Apr 17, 2022 | 5:45 PM

GT vs CSK : આજે બીજી મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. જાણો આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે.

IPL 2022 : GT vs CSK: અફઘાનિસ્તાનનો આ વિસ્ફોટક બેટ્સમેન ગુજરાત માટે ઓપનિંગ કરશે! તો આવી હશે CSK ની પ્લેઈંગ ઈલેવન
MS Dhoni and Hardik pandya (PC: CSK)

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) ની 15મી સિઝન ચાલુ છે. IPL 2022 માં આજે બીજી મેચ ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) અને ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) વચ્ચે રમાશે. આ મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં સાંજે 7.30 વાગ્યાથી રમાશે. જાણો આ મેચમાં બંને ટીમોની પ્લેઈંગ ઈલેવન કઈ હોઈ શકે છે.

પુણેમાં પહેલા બેટિંગ કરનાર ટીમ જીતે છે

જણાવી દઈએ કે આ સિઝનમાં અત્યાર સુધીમાં પુણેમાં 5 મેચ રમાઈ છે. જેમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 3 મેચ જીતી છે. બીજા દાવમાં બોલરો માટે મેદાન સારું પ્રદર્શન કરી રહી છે. અહીં ઝાકળ બોલરોને પરેશાન કરી શકી નથી.

ચેન્નઈ માટે આજે ફરી શિવમ દુબે હુકમનો એક્કો સાબિત થઇ શકે છે

શિવમ દુબે (Shivam Dube) એ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે આ સિઝનમાં બેટથી શાનદાર પ્રદર્શન કર્યું છે. શિવમ દુબેએ આ સિઝનમાં અત્યાર સુધીની 5 મેચોમાં 51.75 ની એવરેજ અને 176.92 ની સ્ટ્રાઈક રેટથી 207 રન બનાવ્યા છે. આ દરમિયાન દુબેના બેટમાંથી 16 ચોગ્ગા અને 13 છગ્ગા નીકળ્યા છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

રહેમનુલ્લાહ ગુરબાઝ ગુજરાત માટે ડેબ્યુ કરી શકે છે

મેથ્યુ વેડે આ સિઝનમાં અત્યાર સુધી ગુજરાત ટાઇટન્સ માટે ઓપનિંગ કર્યું છે. પરંતુ તે સતત ફ્લોપ રહ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અફઘાનિસ્તાનનો વિસ્ફોટક બેટ્સમેન રહેમાનુલ્લાહ ગુરબાઝ આજે ચેન્નાઈ સામેની મેચમાં ઈનિંગની શરૂઆત કરી શકે છે. જેસન રોયની જગ્યાએ ગુરબાઝને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો.

ગુજરાત ટાઇટન્સની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ

રહેમાનુલ્લાહ ગુરબાઝ (વિકેટીકપર), શુભમન ગિલ, વિજય શંકર, હાર્દિક પંડ્યા (સુકાની), ડેવિડ મિલર, અભિનવ મનોહર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, લોકી ફર્ગ્યુસન, મોહમ્મદ શમી અને યશ દયાલ.

ચેન્નઇ સુપર કિંગ્સની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ

રોબિન ઉથપ્પા, રુતુરાજ ગાયકવાડ, મોઈન અલી, અંબાતી રાયડુ, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા (સુકાની), એમએસ ધોની (વિકેટકીપર), ડ્વેન બ્રાવો, ક્રિસ જોર્ડન, મહેશ થેક્ષના અને મુકેશ ચૌધરી.

આ પણ વાંચો : IPL 2022: આ દિગ્ગજ ખેલાડીએ કહ્યું, વિરાટ કોહલીએ હવે બ્રેક લઈને કોમેન્ટ્રી કરવી જોઈએ

આ પણ વાંચો : PBKS vs SRH Live Score, IPL 2022 : ઉમરાન મલિકની ઘાતક બોલિંગ, પંજાબે હૈદરાબાદને 152 રનનો લક્ષ્યાંક આપ્યો

Published On - 5:44 pm, Sun, 17 April 22

Next Article