IPL 2022 Final: ચેન્નાઈથી લઈને દિલ્હી સુધી રહ્યા નિષ્ફળ એ કામ રાજસ્થાન પાર પાડી શકશે? ફાઈનલમાં રોકવો પડશે 4 વર્ષનો સિલસિલો

|

May 28, 2022 | 11:22 PM

IPL 2022 માં ડેબ્યૂ કરી રહેલી ગુજરાત ટાઇટન્સે (Gujarat Titans) પ્રથમ પ્રયાસમાં જ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) 2008 બાદ પ્રથમ વખત ફાઇનલમાં પ્રવેશી છે.

IPL 2022 Final: ચેન્નાઈથી લઈને દિલ્હી સુધી રહ્યા નિષ્ફળ એ કામ રાજસ્થાન પાર પાડી શકશે? ફાઈનલમાં રોકવો પડશે 4 વર્ષનો સિલસિલો
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL final રમાનાર છે

Follow us on

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) 2008 બાદ પ્રથમ વખત ઈન્ડિયન પ્રીમિયર લીગની ફાઈનલ રમશે. IPL ઈતિહાસનો પ્રથમ ચેમ્પિયન પોતાના બીજા ટાઈટલ માટે દાવો કરવા તૈયાર છે. 14 વર્ષથી ચાલી રહેલી એક રાહ પૂરી થઈ, હવે બીજી રાહ પૂરી થવામાં ઘણું મોડું થઈ ગયું છે. શું રાજસ્થાન બીજી વખત ટાઈટલ જીતવામાં સફળ રહેશે? આ સવાલ દરેકના મનમાં છે કારણ કે IPL 2022 ની ફાઇનલમાં તેનો સામનો ગુજરાત ટાઇટન્સ (Gujarat Titans) સામે છે. જે ટીમે આ જ સિઝનમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ કોઈપણ મુશ્કેલી વિના ફાઇનલમાં જગ્યા બનાવી હતી. ગુજરાતનું મજબૂત પ્રદર્શન રાજસ્થાન માટે માત્ર એક પડકાર નથી, પરંતુ પડકાર એ સંયોગ છે, જે છેલ્લા 4 વર્ષથી ચાલી રહ્યો છે. જે હવે એક સંયોગ નથી પરંતુ શ્રેણી બની ગયો છે.

IPL 2022 માં પદાર્પણ કરનાર ગુજરાત ટાઇટન્સે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. પ્લેઓફમાં જ પ્રથમ ક્વોલિફાયર જીતીને ટીમે ફાઇનલમાં પણ જગ્યા બનાવી હતી. બીજી તરફ, રાજસ્થાન રોયલ્સ પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને છે. તે ગુજરાતથી માત્ર 2 પોઈન્ટ પાછળ હતું. પ્રથમ ક્વોલિફાયરમાં હાર્યા બાદ બીજા ક્વોલિફાયરમાં જીતના કારણે ફાઇનલમાં જગ્યા મળી હતી.

રાજસ્થાન સામે ઈતિહાસ બદલવાનો પડકાર

આ સિઝનમાં રાજસ્થાન અને ગુજરાત બે વખત ટકરાયા હતા અને બંને વખત રાજસ્થાનને હારનો સામનો કરવો પડ્યો હતો. જેના કારણે રાજસ્થાન રોયલ્સ માટે પોઈન્ટ ટેબલ અને ફાઈનલના માર્ગને અસર થઈ હતી. હવે રાજસ્થાન આ સિઝનમાં ત્રીજી વખત ગુજરાત સામે ટકરાશે અને છેલ્લા 4 વર્ષનો સિલસિલો દર્શાવે છે કે ગુજરાતનો હાથ ઉપર રહેશે. જો રાજસ્થાનને જીતવું હોય તો તેણે આ સિલસિલાને સમાપ્ત કરવો પડશે, જે ચેન્નાઈ સુપર કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ જેવી ટીમો પણ કરી શકી નથી.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

CSK થી લઇને KKR પણ નિષ્ફળ

તો મામલો એવો છે કે 2018 થી 2021 સુધી રમાયેલી સતત ચાર સિઝનની ચેમ્પિયન ટીમની સામે જે પણ ટીમ ફાઇનલમાં હતી, દરેક વખતે સિઝનમાં વિજેતા ટીમ જીતી હતી. 2018 માં, CSK એ ખિતાબ જીત્યો અને તે સિઝનમાં ફાઈનલ સહિત તમામ 4 મેચોમાં હૈદરાબાદને હરાવ્યું. એ જ રીતે 2019ની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સે ફાઇનલિસ્ટ CSKને ચારેય મેચમાં હરાવ્યું હતું. 2020માં, મુંબઈએ ચારેય મેચોમાં દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું, જ્યારે 2022માં ફરીથી CSK એ KKRને 3-0 થી હરાવ્યું હતું. એટલે કે રાજસ્થાનનો રસ્તો બિલકુલ સરળ નથી. કમ સે કમ તાજેતરના વર્ષોનો ઈતિહાસ તેની તરફેણમાં બિલકુલ જણાતો નથી.

Next Article