GT Vs RR IPL 2022 Final Match Report: ગુજરાત ટાઈટન્સનો વિજય, શુભમન ગિલે અંતમાં છગ્ગો જમાવી ટ્રોફી GT ને નામ કરી લીધી

|

May 29, 2022 | 11:51 PM

TATA IPL 2022 Match Report of Gujarat Titans Vs Rajasthan Royals: ગુજરાત ટાઈટન્સ આઇપીએલમાં પ્રથમ વાર જ રમી રહ્યુ છે અને પ્રથમ સિઝનમાં જ હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપમાં ટ્રોફી પોતાને નામ કરી લીધી છે.

GT Vs RR IPL 2022 Final Match Report: ગુજરાત ટાઈટન્સનો વિજય, શુભમન ગિલે અંતમાં છગ્ગો જમાવી ટ્રોફી GT ને નામ કરી લીધી

Follow us on

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022 ની ફાઈનલ (IPL 2022 Final) મેચ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium, Ahmedabad) માં રમાઈ હતી. ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) એ પોતાની પ્રથમ સિઝનમાં ટાઈટલ જીતવમાં સફળ રહી હતી. ગુજરાત અને રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અમદાવાદમાં ટાઈટલનો જંગ થયો હતો. આ સાથે જ બે મહિનાથી ચાલી રહેલ ક્રિકેટના સૌથી મોટા મેળાનુ સમાપન થયુ હતુ. રાજસ્થાનના કેપ્ટન સંજૂ સેમસને (Sanju Samson) ટોસ જીતીને પ્રથમ બેટીંગ પસંદ કરી હતી. યોજના પ્રમાણે તેઓ લક્ષ્ય ગુજરાત ટાઈટન્સ સામે રાખી શક્યા નહોતા. હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની બોલીંગ સામે રાજસ્થાન ધ્વસ્ત થઈ ગયુ હતુ અને 9 વિકેટ ગુમાવીને 131 રનનુ લક્ષ્ય આપ્યુ હતુ. જે લક્ષ્ય ગુજરાતે 18.1 ઓવરમાં જ 3 વિકેટ ગુમાવીને પાર કરી લીધુ હતુ.

શુભમન ગિલે શાનદાર રમત રમી હતી. ગિલનો શરુઆતમાં ચહલે ડ્રોપ કરેલો કેચ જાણે કે ટ્રોફી ડ્રોપ કર્યાનો અહેસાસ રાજસ્થાનને થઈ રહ્યો હશે. શુભમન ગિલ ફાઈનલના હિરાનો માફક જ તેણે મક્કમતા પૂર્વક ટીમની જવાબદારી નિભાવી હતી. રિદ્ધીમાન સાહા અને હાર્દિક પંડ્યાની વિકેટ ગુમાવ્યા બાદ તેણે મક્કમતાથી રમતને આગળ વધારી હતી. જે તે જીત સુધી લઈને ગયો હતો. તેણે અંતમાં છગ્ગો જમાવીને ગુજરાતને શાનદાર અંદાજમાં જીત અપાવી હતી. તેણે 43 બોલમાં 45 રનની ઈનીંગ રમી હતી.

સાહા ટીમનો સ્કોર 9 રન પર હતો જ ત્યારે પ્રસિદ્ધ કૃષ્ણાએ તેને ક્લિન બોલ્ડ કરી દીધો હતો. તેણે 7 બોલનો સામનો કરીને 5 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે મેથ્યૂ વેડે 10 બોલમાં 8 રન નોંધાવીને આઉટ થયો હતો. તેણે એક છગ્ગો આ દરમિયાન જમાવ્યો હતો. કેપ્ટન હાર્દિક પંડ્યાએ 30 બોલમાં 34 રન નોંધાવીને વિકેટ ગુમાવી હતી. તેણે શુભમન ગિલ સાથે મળીને ટીમને જીત તરફ લઈ જવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ તે યુઝવેન્દ્ર ચહલનો શિકાર બન્યો હતો. ડેવિડ મિલર 19 બોલમાં 32 રન નોંધાવીને અણનમ રહ્યો હતો.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

રાજસ્થાનની બેટીંગ ઈનીંગ

યશસ્વી જયસ્વાલ અને જોસ બટલરની ઓપનીંગ જોડી પ્રથમ વિકેટ માટે માત્ર 31 રનની જ ભાગીદારી કરી શકી હતી. આમ પ્રથમ વિકેટ બાદ જ રાજસ્થાનની રમત ધીમી પડી ગઈ હતી. જયસ્વાલે 2 છગ્ગા વડે 16 બોલમાં 22 રન નોંધાવ્યા હતા. જ્યારે જોસ બટલરે 35 બોલમાં 39 રન નોંઘાવ્યા હતા. તેણે 5 ચોગ્ગાની મદદ વડે આ રન નોંધાવ્યા હતા. તે હાર્દિક પંડ્યાનો શિકાર થયો હતો. જોકે તે ચોથી વિકેટના રુપમાં પરત ફર્યો હતો.

આ પહેલા રાજસ્થાનનો કેપ્ટન સંજૂ સેમસન 11 બોલમાં 14 રન નોંધાવીને જ વિકેટ ગુમાવી બેઠો હતો. તે બીજી વિકેટના રુપમાં પરત ફર્યો હતો. જે વખતે રાજસ્થાનનો સ્કોર 60 રન 8.2 ઓવરમાં હતો. દેવદત્ત પડિકલ ફરી એકવાર ફ્લોપ રહ્યો હતો. પણ આ વખતે તે મહત્વની મેચમાં ફ્લોપ રહ્યો હતો. તેણે 10 બોલનો સામનો કરીને માત્ર 2 રન નોંધાવ્યા હતા. શિમરોન હેટમાયર 12 બોલમાં 11 રન નોંધાવી હાર્દિક પંડ્યાનો શિકાર થયો હતો. રવિચંદ્ન અશ્વિન 9 બોલમાં 6 રન નોંધાવી આઉટ થયો હતો. આમ 98 રનના સ્કોરમાં જ 6 વિકેટ રાજસ્થાને 16મી ઓવરમાં ગુમાવી દીધી હતી.

 

Published On - 11:41 pm, Sun, 29 May 22

Next Article