IPL 2022: એલિમિનેટર અને ફાઇનલ મેચ ગુજરાતના આ શહેરમાં રમાઇ શકે છે, BCCI એ કર્યું છે પ્લાનિંગ

|

Apr 04, 2022 | 6:09 PM

BCCI ટુંક સમયમાં IPL 2022 પ્લેઓફના સ્થળોની જાહેરાત કરી શકે છે. પ્લે-ઓફ અને ફાઇનલની મેચની યજમાની 2 શહેરો કરવા માટે આતુર છે.

IPL 2022: એલિમિનેટર અને ફાઇનલ મેચ ગુજરાતના આ શહેરમાં રમાઇ શકે છે, BCCI એ કર્યું છે પ્લાનિંગ
Tata IPL 2022 (PC: Twitter)

Follow us on

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2022) હાલમાં મહારાષ્ટ્રમાં ચાર સ્ટેડિયમમાં આયોજિત થઈ રહ્યું છે. મુંબઈના ત્રણ સ્ટેડિયમ ઉપરાંત પુણેનું એક સ્ટેડિયમ આ લીગના ગ્રુપ સ્ટેજનું આયોજન કરી રહ્યું છે. આ મેચો મુંબઈના વાનખેડે સ્ટેડિયમ, બ્રેબોર્ન સ્ટેડિયમ અને ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રમાઈ રહી છે જ્યારે પુણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પણ આયોજક છે. બીસીસીઆઈએ (BCCI) હજુ એ નથી જણાવ્યું કે લીગની પ્લેઓફ મેચો ક્યાં રમાશે. જો કે સ્પોર્ટ્સ રિપોર્ટ્સનું માનીએ તો BCCI લખનૌ અને અમદાવાદમાં પ્લેઓફ મેચો આયોજિત કરવાની યોજના બનાવી રહી છે.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે જાણવા મળ્યું છે કે “લખનૌ અને અમદાવાદ આ વર્ષે જ આઈપીએલમાં આવ્યા હોવાથી, પ્લેઓફ મેચો ત્યાં યોજાય તો સારું રહેશે.”

આવું છે પ્લાનિંગ

અહેવાલ મુજબ, ક્વોલિફાયર અને પ્રથમ એલિમિનેટર લખનૌ શહેરમાં રમાશે. બીજી એલિમિનેટર અને ફાઈનલ મેચ અમદાવાદમાં રમાઈ શકે છે. સૂત્રના જણાવ્યા પ્રમાણે, અમે થોડા દિવસો પહેલા આ અંગે ચર્ચા કરી હતી. કેટલાક અધિકારીઓ સમાન વિચાર ધરાવે છે અને અમે થોડા દિવસોમાં બેઠક કરીશું. જો બધું બરાબર રહ્યું તો તમે લખનૌ અને અમદાવાદમાં પ્લેઓફ મેચો જોઈ શકશો.

Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video
ટીમ ઈન્ડિયાના બે સ્ટાર ક્રિકેટર ટીમની બહાર, નહીં રમે આ મેચ
ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?

બાયો બબલમાં લીગ રમાઇ રહી છે

IPL 2022 નું આયોજન આ વખતે પણ બાયો બબલમાં કરવામાં આવી રહ્યું છે. ભારતની આ પ્રખ્યાત લીગ 2 વર્ષના અંતરાલ પછી સંપૂર્ણપણે ભારતમાં આયોજિત થઇ રહી છે. 2020 માં કોવિડને કારણે, આ લીગનું આયોજન સંયુક્ત આરબ અમીરાતમાં કરવામાં આવ્યું હતું. જ્યારે 2021 માં તે ભારતમાં આયોજિત કરવામાં આવી રહ્યું હતું, પણ અધવચ્ચે બાયો બબલમાં કોવિડના કેસ આવી જતા લીગને સ્થગિત કરવામાં આવી હતી. ત્યારબાદ લીગની બાકીની મેચો યુએઈમાં યોજાઈ હતી.

આ વખતે લીગમાં 8 ને બદલે 10 ટીમે રમી રહી છે

આઈપીએલની વર્તમાન 15મી સિઝનમાં 8 ને બદલે 10 ટીમો ભાગ લઈ રહી છે. આ લીગમાં લખનૌ સુપર જાયન્ટ્સ અને ગુજરાત ટાઇટન્સની ટીમો પ્રથમ વખત રમી રહી છે. આ વખતે લીગના ફોર્મેટમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. આ વખતે કુલ 70 મેચ રમાશે. તમામ ટીમો તેમના ગ્રૂપની ટીમો સામે 2-2 મેચ રમશે. જ્યારે બીજા ગ્રૂપની એક ટીમ બે ગ્રૂપમાં તેમની સમાનતા સાથે બે મેચ રમશે અને બાકીની ટીમો સાથે એક-એક મેચ રમશે.

આ પણ વાંચો : IPL 2022માં લાચાર છેલ્લી સિઝનના સ્ટાર, પ્રથમ 3 મેચમાં મેદાન પર ઝીરો બન્યા

આ પણ વાંચો : IPL 2022 RR vs RCB live streaming: રાજસ્થાન અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે જામશે જંગ, ક્યારે, ક્યાં અને કેવી રીતે જોવી મેચ, જાણો અહીં

Next Article