
જ્યારે રોહિત શર્માએ આ મેચ માટે સેમ્સના નામની જાહેરાત કરી તો બધા આશ્ચર્યચકિત થઈ ગયા. તેનું કારણ હતું 15 દિવસ પહેલા થયેલી જબરદસ્ત ધુલાઈ. 6 એપ્રિલના રોજ, કોલકાતા નાઈટ રાઈડર્સ સામેની મેચમાં, સેમ્સને એવી રીતે ધોવામાં આવ્યો હતો કે તેના ફરીથી આઈપીએલમાં રમવાની કોઈ આશા નહોતી. સેમ્સના પોતાના જ દેશના દિગ્ગજ ક્રિકેટર પેટ કમિન્સે તેની એક ઓવરમાં 4 છગ્ગા અને 2 ચોગ્ગાની મદદથી 35 રન ફટકારીને મેચ પૂરી કરી હતી. ત્યાર બાદ સેમ્સને સતત 3 મેચમાં બહાર બેસવું પડ્યું હતું.
Published On - 10:49 am, Fri, 22 April 22