IPL 2022: રવિન્દ્ર જાડેજાએ જેને 1 મેચ રમાડી બહાર રાખ્યો તેને ધોનીએ ઈલેવનમાં સમાવ્યો, ચેન્નાઈની જીતમાં એણે જ જમાવી દીધો રંગ

|

May 02, 2022 | 8:52 AM

જ્યારે રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બન્યો ત્યારે તેણે મેચ રમ્યા બાદ આ બેટ્સમેનને બહાર કર્યો હતો પરંતુ ધોની (Dhoni) એ તેને તક આપી અને આ બેટ્સમેને જોરદાર ઇનિંગ રમી નાંખી.

IPL 2022: રવિન્દ્ર જાડેજાએ જેને 1 મેચ રમાડી બહાર રાખ્યો તેને ધોનીએ ઈલેવનમાં સમાવ્યો, ચેન્નાઈની જીતમાં એણે જ જમાવી દીધો રંગ
Devon Conway અણનમ 85 રનની ઈનીંગ રમી હતી

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ના માટે IPL 2022 સારું રહ્યું નથી. વર્તમાન વિજેતા તરીકે બહાર આવેલી ચેન્નાઈને સતત પાંચ હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી ચેન્નાઈને જીત મળી હતી. આ દરમિયાન ચેન્નાઈના સુકાની રવિન્દ્ર જાડેજા (Ravindra Jadeja) એ કેપ્ટનશીપ છોડી દીધી અને કેપ્ટનશિપની જવાબદારી એમએસ ધોની ના હાથમાં આવી ગઈ. રવિવારે સનરાઇઝર્સ સામેની મેચમાં ધોનીએ ટીમની કમાન સંભાળી અને વિજય પણ મેળવ્યો. આ મેચમાં ધોનીએ એવા ખેલાડીને તક આપી હતી જેને જાડેજાએ એક મેચ બાદ જ આઉટ કર્યો હતો. આ ખેલાડીઓ છે ન્યુઝીલેન્ડનો ડાબોડી બેટ્સમેન ડેવોન કોનવે (Devon Conway). કોનવે આ સિઝનની પ્રથમ મેચમાં રમ્યો હતો પરંતુ તે પછી તેને પડતો મૂકવામાં આવ્યો હતો.

આ પછી સાત મેચ કોન્વેન્સ બહાર બેસીને ચેન્નાઈની હાર જોતા રહ્યા. આ વર્ષે કોનવેને ચેન્નાઈએ મેગા ઓક્શનમાં એક કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. આ ખેલાડીએ કોલકાતા નાઈટ રાઈડર્સ સામે આઈપીએલમાં ડેબ્યૂ કર્યું હતું પરંતુ તે માત્ર ત્રણ રન બનાવી શક્યો હતો.

પરત ફરતા જ જમાવી દીધો રંગ

જ્યારે ધોની ચેન્નાઈની કેપ્ટનશીપમાં પાછો ફર્યો તો તેણે કોનવેને તક આપી. આ બેટ્સમેને ધોનીને નિરાશ કર્યો નથી. ડાબા હાથના બેટ્સમેને તેના ઓપનિંગ પાર્ટનર ઋતુરાજ ગાયકવાડ સાથે ઇનિંગ્સની શરૂઆત કરી અને સિઝનની સર્વોચ્ચ ભાગીદારી નોંધાવી. આ બંનેએ સાથે મળીને પ્રથમ વિકેટ માટે 185 રનની ભાગીદારી કરી હતી. હૈદરાબાદ સામે આ સૌથી મોટી ભાગીદારી અને ચેન્નાઈ માટે સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી પણ છે. બંનેએ હૈદરાબાદના મજબૂત બોલિંગ આક્રમણ સામે જોરદાર રન બનાવ્યા હતા. ગાયકવાડ જોકે આઉટ થયો અને માત્ર એક રનથી સદી ચૂકી ગયો. પરંતુ કોનવે અણનમ રહ્યો હતો. તે 85 રન બનાવી અણનમ રહ્યો હતો. પોતાની ઇનિંગમાં આ બેટ્સમેને 55 બોલનો સામનો કર્યો અને આઠ ચોગ્ગા ઉપરાંત ચાર છગ્ગા ફટકાર્યા.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આવી રહી છે ટી-20 કારકિર્દી

જો કોનવેની T20 કારકિર્દી જોવામાં આવે તો તેણે ન્યૂઝીલેન્ડ માટે અત્યાર સુધીમાં 20 મેચ રમી છે અને 602 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે ચાર વખત 50નો આંકડો પાર કર્યો છે. તેનો સર્વોચ્ચ સ્કોર અણનમ 99 રન છે, જે તેણે ગયા વર્ષે ક્રાઈસ્ટચર્ચમાં ઓસ્ટ્રેલિયા સામે બનાવ્યો હતો. તે જ સમયે, તેણે તેની ટીમ માટે ત્રણ વનડે રમી છે અને સાત ટેસ્ટ મેચ રમી છે. તેણે વનડેમાં 225 રન બનાવ્યા છે જ્યારે ટેસ્ટમાં તેણે 767 રન બનાવ્યા છે.

 

 

 

Published On - 8:51 am, Mon, 2 May 22

Next Article