IPL 2022: ઓસ્ટ્રેલિયન કોચે પાકિસ્તાન પ્રવાસ પહેલા આઇપીએલના કર્યા વખાણ, કહ્યુ T20 વિશ્વકપ પહેલા આ ટૂર્નામેન્ટમાં રમવુ ફાયદાકારક

|

Feb 24, 2022 | 9:10 AM

ઓસ્ટ્રેલિયા (Australia Cricket Team) 24 વર્ષ બાદ પાકિસ્તાનનો ઐતિહાસિક પ્રવાસ કરવા માટે તૈયાર છે. આ અંતર્ગત તેણે ટેસ્ટ, વનડે સિરીઝ અને T20 મેચ રમવાની છે.

IPL 2022: ઓસ્ટ્રેલિયન કોચે પાકિસ્તાન પ્રવાસ પહેલા આઇપીએલના કર્યા વખાણ, કહ્યુ T20 વિશ્વકપ પહેલા આ ટૂર્નામેન્ટમાં રમવુ ફાયદાકારક
Andrew McDonald એ આ નિવેદન તેમના ખેલાડીઓ IPL 2022 શરુઆતના તબક્કામાં ગેરહાજર રહેવાના સમાચાર છે

Follow us on

ઓસ્ટ્રેલિયાના હંગામી કોચ એન્ડ્ર્યુ મેકડોનાલ્ડે (Andrew McDonald) કહ્યું કે, આ ટુર્નામેન્ટની આગામી સિઝન તેમની ટીમની ટી20 વર્લ્ડ કપ (T20 World Cup) ની તૈયારી માટે સારી રહેશે, તેમણે કહ્યું કે IPL જરૂરી છે. ઓસ્ટ્રેલિયન ટીમ (Australia Cricket Team) આ વર્ષના અંતમાં પોતાના ઘર આંગણે ટાઈટલ બચાવવાનો પ્રયાસ કરશે. મેકડોનાલ્ડે પાકિસ્તાનનો પ્રવાસ ખેડવા અગાઉ એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને જેમાં તેમણે આઇપીએલની મહત્વની વાત કહી હતી. તેઓએ એક રીતે આઇપીએલની સરાહના કરી હતી.

ઓસ્ટ્રેલિયન ટીમ પાકિસ્તાન રવાના થતા પહેલા વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મેકડોનાલ્ડે કહ્યું, ‘તેમાં કોઈ શંકા નથી. મને લાગે છે કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ટી-20 વર્લ્ડ કપના આયોજન માટે અમારી તૈયારીઓનો એક ભાગ બની શકે છે. જોશ હેઝલવુડથી વધુ સારું ઉદાહરણ કોઈ ન હોઈ શકે. વર્લ્ડ કપ પહેલા આઈપીએલમાં રમવું એ સારી તૈયારી કરવા જેવું હશે.

ઓસ્ટ્રેલિયા 24 વર્ષ બાદ પાકિસ્તાનનો ઐતિહાસિક પ્રવાસ કરવા માટે તૈયાર છે. આમાં તેણે સંપૂર્ણ રુપની શ્રેણી રમવાની છે. શ્રેણીમાં ત્રણ ટેસ્ટ મેચ રાવલપિંડીમાં 4 માર્ચથી શરૂ થશે. ત્યારબાદ ત્રણ વનડે અને એક ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ રમાશે. રસપ્રદ વાત એ છે કે, મેકડોનાલ્ડનું આ નિવેદન ઓસ્ટ્રેલિયાના સ્ટાર ખેલાડીઓના IPLના પ્રારંભિક તબક્કામાં ભાગ ન લેવાના સમાચારના એક દિવસ બાદ આવ્યું છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

IPL એ રમતનું સ્તર બદલી નાખ્યું

મેકડોનાલ્ડના મતે, આઈપીએલના આગમનથી ક્રિકેટને પ્રોત્સાહન મળ્યું અને તે રમતને એક અલગ સ્તર પર લઈ ગઈ. તેણે કહ્યું, ‘હા, તેના ઘણા ફાયદા છે, તે સ્તર પર રમવું, તે પરિસ્થિતિઓમાં રમવું અને IPL ફ્રેન્ચાઇઝીઓ વચ્ચેની વાતચીત જેમાં તમામ દેશોના ખેલાડીઓ સાથે આવે છે.

ઘણા દેશોના ખેલાડીઓ અને કોચ સાથે મળીને રમતા સાથે રમત આગળ વધી. અમે શરૂઆતથી જ રોમાંચક ક્રિકેટ જોતા આવ્યા છીએ. એટલા માટે અમે ઉત્સાહિત છીએ કે અમારા ખેલાડીઓ ત્યાં રમી રહ્યા છે. અમે ઈચ્છીએ છીએ કે વધુને વધુ ખેલાડીઓ રમે જેથી અમને ‘એક્સપોઝર’ મળે.

આ ખેલાડીઓને વિલંબ સાથે IPLમાં સામેલ કરવામાં આવશે

ડેવિડ વોર્નર, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સનો આ ખેલાડીઓમાં સમાવેશ થાય છે, જેઓ પાકિસ્તાન સામે મર્યાદિત ઓવરોની શ્રેણી નહીં રમે, પરંતુ તેમ છતાં તેઓ IPLના પ્રારંભિક તબક્કાનો હિસ્સો બની શકશે નહીં. પાકિસ્તાન સામેની મર્યાદિત ઓવરોની શ્રેણી IPLના પ્રારંભિક તબક્કાની તારીખે યોજાશે. જો કે આગામી IPLની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી, પરંતુ તે માર્ચના છેલ્લા સપ્તાહમાં શરૂ થવાની ધારણા છે.

મેકડોનાલ્ડ ભૂતકાળમાં IPL ટીમોના કોચિંગ સ્ટાફમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને રાજસ્થાન રોયલ્સ સાથે સંકળાયેલા હતા. ICC મેન્સ વર્લ્ડ T20 ઓસ્ટ્રેલિયામાં આ વર્ષે 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રમાશે.

 

આ પણ વાંચોઃ IND VS SL, 1st T20I: લખનૌમાં આ ભારતીય બેટ્સમેનનુ બેટ ‘હિટ’ રહે છે, અહીં તોફાની T20 શતક નોંધાવી ચુક્યો છે

આ પણ વાંચોઃ IPL 2022: આઇપીએલ પ્રસારણ હક્ક ને લઇ બોલી ત્રણ ગણી ઉંચી લાગશે! હરાજી BCCI પર ટૂર્નામેન્ટ ધનનો વરસાદ કરી દેશે

 

Published On - 9:09 am, Thu, 24 February 22

Next Article