IPL 2022 Auction: બાંગ્લાદેશના આ ખેલાડીએ ઇતિહાસ રચી આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓને આકર્ષિત કર્યા, ઓક્શનમાં ભાવ આસમાને પહોંચશે

|

Feb 12, 2022 | 10:20 AM

શાકિબ અલ હસને (Shakib Al Hasan) આઇપીએલ હરાજી (IPL 2022 Auction) પહેલા ઈતિહાસ રચી દીધો છે. તે સ્થાન હાંસલ કર્યું છે, જ્યાં તે T20 ક્રિકેટમાં પહોંચનાર એકમાત્ર પુરુષ ખેલાડી છે.

IPL 2022 Auction: બાંગ્લાદેશના આ ખેલાડીએ ઇતિહાસ રચી આઇપીએલ ફ્રેન્ચાઇઝીઓને આકર્ષિત કર્યા, ઓક્શનમાં ભાવ આસમાને પહોંચશે
Shakib Al Hasan એ ઓક્શન પહેલા જ ખાસ ઉપલબ્ધી હાંસલ કરી છે

Follow us on

આઇપીએલ 2022 ની મેગા હરાજી (IPL 2022 Auction) થવાની છે અને તે પહેલા કોઈ ખેલાડી મોટો ધમાકો કરે, ઈતિહાસ રચે, પછી શું થાય તેની કલ્પના કરો. અરે ભાઈ, પૈસાનો વરસાદ થશે બીજુ શું? આવું જ કંઈક બાંગ્લાદેશ (Bangladesh Cricket Team) ના ઓલરાઉન્ડર શાકિબ અલ હસન (Shakib Al Hasan) સાથે થવા જઈ રહ્યું છે. જેણે મેગા ઓક્શનની પૂર્વ સંધ્યાએ ઈતિહાસ રચ્યો છે. તે સ્થાન હાંસલ કર્યું છે, જ્યાં તે T20 ક્રિકેટમાં પહોંચનાર એકમાત્ર પુરુષ ખેલાડી છે. તેણે સતત 5 ટી20 મેચમાં પ્લેયર ઓફ ધ મેચ જીતીને આ ઈતિહાસ રચ્યો છે. હવે કઈ ફ્રેન્ચાઈઝી કે ટીમ આવા મેચ વિનર પર પૈસા ખર્ચવા નહિ ઈચ્છે. આઈપીએલ 2022ની મેગા ઓક્શનમાં પણ આવું જ થશે.

જોકે IPL 2022ની મેગા ઓક્શનમાં શાકિબ અલ હસનની બેઝ પ્રાઈસ 2 કરોડ રૂપિયા છે, પરંતુ આ ઓલરાઉન્ડરને તેનાથી ઘણી વધારે કિંમત મળવાની શક્યતા છે. શાકિબ ગત સિઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સનો ભાગ હતો. પરંતુ આ સમયે તે જે મુખ્ય ફોર્મમાં છે તેના કારણે ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળશે. અને આ બાબતમાં જો તેની કિંમત આસમાનને સ્પર્શી જાય અને અગાઉના કેટલાક રેકોર્ડ તોડી નાખે તો નવાઈ નહી.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

5 મેચનો હીરો શાકિબ અલ હસન છે

સતત 5 T20 મેચમાં શાકિબ અલ હસને પ્લેયર ઓફ ધ મેચ બનીને ઈતિહાસ રચ્યો છે. પરંતુ તેણે આ કમાલ કેવી રીતે કર્યો, હવે તે પણ જાણો. તેણે છેલ્લી 5 મેચમાં બેટ વડે 181 રન બનાવ્યા છે. આ 5 માંથી 3 મેચમાં તેણે તોફાની અડધી સદી ફટકારી છે. હવે બોલિંગનુ તેનુ પ્રદર્શન જાણો. છેલ્લી સતત 5 ટી20 મેચમાં તેણે 10 વિકેટ ઝડપી છે. જેમાં એક મેચમાં 23 રનમાં 3 વિકેટ લેવી તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન હતું. એટલે કે શાકિબ તેની ઓલરાઉન્ડ રમતના કારણે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.

IPLમાં શાકિબ અલ હસનનું પ્રદર્શન

જો તમે આઈપીએલમાં અત્યાર સુધી શાકિબ અલ હસનના રિપોર્ટ કાર્ડ પર નજર નાખો તો તેણે 71 મેચની 52 ઈનિંગ્સમાં 124.49ના સ્ટ્રાઈક રેટથી બેટ વડે 793 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 2 અડધી સદી ફટકારી છે. તે જ સમયે, તેણે બોલ સાથે 63 વિકેટ લીધી છે, જેમાં એક મેચમાં 17 રનમાં 3 વિકેટ લેવી તેનું શ્રેષ્ઠ પ્રદર્શન હતું.

 

આ પણ વાંચોઃ IPL 2022 Auction: ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમ આ વખતે પણ હશે શાનદાર, CSK એ કહ્યુ ધોની પોતે જ પસંદ કરે છે પોતાની ટીમ

આ પણ વાંચોઃ IPL 2022 Auction: આઇપીએલ ઓકશનમાં ખેલાડીઓની હરાજી પહેલા જાણી લો આ 10 મોટી વાતો

Published On - 10:18 am, Sat, 12 February 22

Next Article