
CSKની સફળતામાં અંબાતી રાયડુનો મહત્વનો ફાળો રહ્યો છે. મહેન્દ્ર સિંહ ધોની જોઇ તપાસીને ખેલાડીઓ પર સટ્ટો રમે છે અને આવી સ્થિતિમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ રાયડુને ફરીથી ઉમેરવા માંગે છે. રાયડુ વિકેટ કીપર બેટ્સમેન તરીકે હરાજીમાં ઉતરી રહ્યો છે અને આવી સ્થિતિમાં બેટિંગ, વિકેટકીપિંગ અને અનુભવ તેને મહત્વનો દાવેદાર બનાવે છે. આરસીબી તેને સાથે લેવા માટે કોઈ કસર છોડવા માંગશે નહીં. રાયડુ અત્યાર સુધી આઈપીએલમાં માત્ર મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ તરફથી જ રમ્યો છે. તેનું પ્રદર્શન ઘણું સારું રહ્યું છે. રાયડુ ઓપનિંગની સાથે મિડલ ઓર્ડરમાં પણ રમી શકે છે.

IPL 2020માં સારા પ્રદર્શન બાદ રિયાન પરાગ માટે 2021ની સીઝન સારી રહી ન હતી. તે એક મોટો હિટર છે જે ઓફ સ્પિન બોલિંગ પણ કરી શકે છે જેના કારણે તેને હરાજીમાં મોટી બોલી મળવાની અપેક્ષા છે. તે 2018માં અંડર 19 વર્લ્ડ કપ જીતનાર ભારતીય ટીમનો સભ્ય રહ્યો છે. તેમની પાસેથી ઘણી અપેક્ષાઓ રાખવામાં આવી રહી છે. પરાગ નીચલા ક્રમમાં ઝડપથી રન બનાવવા માટે જાણીતો છે. જો કે, તેને કંસિસ્ટેંસી અભાવનો સામનો કરવો પડ્યો હતો.