IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની ભૂલનો કોલકાતાએ ઉઠાવ્યો ફાયદો! 9 મેચમાં 30 વિકેટ લેનારા સમસ્તીપુરના ‘રવિન્દ્ર જાડેજા’ નુ ડેબ્યૂ

|

May 02, 2022 | 8:20 PM

રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં, KKR એ આવા આશાસ્પદ અને ઓલરાઉન્ડરને મેદાનમાં ઉતાર્યો છે, જે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સ ની પલટનનો ભાગ હતો. પરંતુ, આ સિઝનમાં તે KKRના કેમ્પમાં છે અને હવે તેમના વતી ડેબ્યૂ કરી રહ્યો છે.

IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની ભૂલનો કોલકાતાએ ઉઠાવ્યો ફાયદો! 9 મેચમાં 30 વિકેટ લેનારા સમસ્તીપુરના રવિન્દ્ર જાડેજા નુ ડેબ્યૂ
Anukul Roy આ પહેલા મુંબઈનો હિસ્સો હતો

Follow us on

IPL 2022 માં કોલકાતા માટે હવે દરેક મેચ કરો યા મરોનો સવાલ બની ગયો છે. હવે હાર પણ તેની પ્લે-ઓફમાં પહોંચવાની આશા ધોઈ નાંખી શકે છે. કોલકાતા (Kolkata Knight Riders) ની ટીમ ઈચ્છતી નથી કે તેમની સાથે આવું કંઈ થાય. તેની સફર ગ્રુપ સ્ટેજ પર જ પૂરી થવી જોઈએ. તેથી હવે તેણે મોટી હોડ લગાવી છે. તે હવે મુંબઈ ઈન્ડિયન્સ (Mumbai Indians) ની ભૂલનો ફાયદો ઉઠાવવા મક્કમ છે. રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં તેણે આવા આશાસ્પદ અને ઓલરાઉન્ડરને મેદાનમાં ઉતાર્યો છે, જે અગાઉ મુંબઈ ઈન્ડિયન્સની પલટનનો ભાગ હતો. પરંતુ, આ સિઝનમાં તે KKRના કેમ્પમાં છે અને હવે ડેબ્યૂ કરી રહ્યો છે. કોલકાતા તરફથી IPL ડેબ્યૂ કરનાર આ ખેલાડીનું નામ છે અનુકુલ રોય (Anukul Roy).

અનુકુલ રોય વર્ષ 2018માં રમાયેલા અંડર 19 વર્લ્ડ કપમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 6 મેચમાં 14 વિકેટ લીધી હતી. તેણે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમતા ચેન્નાઈ સુપર કિંગ્સ સામે વર્ષ 2019માં આઈપીએલની શરૂઆત કરી હતી. તે મેચમાં આ ડાબા હાથના ઓલરાઉન્ડરને બેટિંગ કરવાની તક મળી ન હતી. પરંતુ, બોલ સાથે, તેણે 11 રનમાં 1 વિકેટ લીધી. અનુકૂલ મૂળ બિહારના સમસ્તીપુરનો છે અને રવિન્દ્ર જાડેજાને પોતાનો આદર્શ માને છે. આ જ કારણ છે કે લોકો તેમને પ્રેમથી સમસ્તીપુરના રવિન્દ્ર જાડેજા તરીકે બોલાવે છે.

વેંકટેશ ઐયરની જગ્યાએ અનુકુલને તક મળી છે

હવે અનુકુલ રોયે આઈપીએલ 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી ડેબ્યૂ કર્યું છે. તેને KKR ફ્રેન્ચાઈઝી દ્વારા તેની મૂળ કિંમત એટલે કે માત્ર 20 લાખ રૂપિયા સાથે જોડવામાં આવ્યો છે. કોલકાતાએ તેને રાજસ્થાન સામે વેંકટેશ અય્યરની જગ્યાએ પ્લેઇંગ ઇલેવનમાં તક આપી છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ઝારખંડ માટે ડેબ્યૂ સિઝનની 9 મેચમાં 30 વિકેટ

અનુકુલ રોય ચોક્કસપણે બિહારના સમસ્તીપુરનો છે, પરંતુ તે ઝારખંડ માટે ક્રિકેટ રમે છે. તેણે વર્ષ 2017-18માં રમાયેલી વિજય હજારે ટ્રોફીમાં ઝારખંડ માટે લિસ્ટ Aમાં ડેબ્યૂ કર્યું હતું. જ્યારે બીજા જ વર્ષે એટલે કે 2018-19ની સિઝનમાં તેણે રણજીમાં પણ ડેબ્યુ કર્યું હતું. તેની પ્રથમ રણજી સિઝનમાં, તેણે ઝારખંડ માટે રમાયેલી 9 મેચોમાં 30 વિકેટ લીધી હતી.

 

આ પણ વાંચો : IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સની ભૂલનો કોલકાતાએ ઉઠાવ્યો ફાયદો! 9 મેચમાં 30 વિકેટ લેનારા સમસ્તીપુરના ‘રવિન્દ્ર જાડેજા’ નુ ડેબ્યૂ

આ પણ વાંચો : IPL 2022: ઉમરાન મલિકે સૌથી ઝડપી બોલના તોડી નાંખ્યાં તમામ રેકોર્ડ, ધોની-ઋતુ સામે કાશ્મિર એક્સપ્રેસે આટલી ગતીએ બોલ ફેંક્યો

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Published On - 7:55 pm, Mon, 2 May 22

Next Article