IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝી પર સટ્ટાબાજી સાથે સંબંધને લઇને મુશ્કેલી વધી, BCCI એ કાનૂની મદદ માંગી

CVC કેપિટલે રૂ. 5625 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી (Ahmedabad franchise) હસ્તગત કરી હતી. પરંતુ હજુ સુધી BCCI ના લેટર ઓફ ઇંન્ટેટ પર તેમના વતી હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી.

IPL 2022: અમદાવાદની ફ્રેન્ચાઇઝી પર સટ્ટાબાજી સાથે સંબંધને લઇને મુશ્કેલી વધી, BCCI એ કાનૂની મદદ માંગી
Sourav Ganguly-Jay Shah
| Edited By: | Updated on: Nov 29, 2021 | 5:51 PM

IPL 2022માં 10 ટીમો રમવાનું BCCIનું સપનું ચકનાચૂર થઈ શકે છે. અમદાવાદની ફ્રેન્ચાઈઝી મેળવનાર કંપની CVC કેપિટલનો મામલો અટવાઈ ગયો છે. આ કંપનીની સટ્ટાબાજીની લિંક્સ સામે આવી છે. જેના કારણે વિવાદ સર્જાયો છે. એવા અહેવાલ છે કે BCCIએ CVC કેપિટલનો મામલો ભારતના સોલિસિટર જનરલ તુષાર મહેતાને મોકલ્યો છે. મહેતા BCCI ના વકીલ પણ છે. અંગેનો મીડિયા અહેવાલ સામે આવ્યો છે.

CVC કેપિટલે રૂ. 5625 કરોડમાં અમદાવાદ ફ્રેન્ચાઇઝી હસ્તગત કરી હતી. પરંતુ હજુ સુધી બીસીસીઆઈના લેટર ઓફ ઇંન્ટેટ પર તેમના વતી હસ્તાક્ષર કરવામાં આવ્યા નથી. CVC કેપિટલ એ અમેરિકન કંપની છે અને યુકેમાં તેની સટ્ટાબાજીની પેઢી છે. જો કે, સીવીસી તરફથી કહેવામાં આવી રહ્યું છે કે આ કામ ગેરકાયદેસર નથી.

IPLના પૂર્વ કમિશનર લલિત મોદી સતત CVC કેપિટલને ફ્રેન્ચાઇઝી આપવાનો વિરોધ કરી રહ્યા છે. તેઓ આ મામલે સતત BCCIને ઘેરી રહ્યાં છે. મીડિયા અહેવાલ અનુસાર, સોલિસિટર જનરલ તુષાર મહેતાએ BCCIને CVC અંગે સકારાત્મક માહિતી આપી છે. પરંતુ સાથે જ દરેક એંગલને જોવા માટે કહેવામાં આવ્યું છે. બોર્ડે અન્ય અભિપ્રાય માંગ્યો છે કે કેમ તે સ્પષ્ટ નથી. જો કે, આ બાબત સાથે જોડાયેલા લોકોનું કહેવું છે કે ઘણા કાયદાકીય સલાહકારો આ કામમાં લાગેલા છે. ટૂંક સમયમાં જ વાતનુ સમાધાન નિકળશે.

 

રિટેન્શન સમયગાળો એક અઠવાડિયા સુધી લંબાશે

 

દરમિયાન, એવું માનવામાં આવે છે કે જો આ બાબતમાં વિલંબ થાય છે, તો પહેલાથી અસ્તિત્વમાં છે તે આઠ ટીમોની રીટેન્શન તારીખ એક અઠવાડિયા સુધી લંબાવી શકાય છે. અત્યારે ટીમોએ 30 નવેમ્બર સુધીમાં રિટેન્શન વિશે જાણ કરવાની રહેશે. અમદાવાદ અને લખનૌની ટીમોને રિટેન્શન અથવા નવા ખેલાડીઓની પસંદગી માટે પૂરતો સમય આપવા માટે આમ કરી શકાય છે. જો કે, અત્યાર સુધી બીસીસીઆઈ દ્વારા આ મામલે પહેલાથી અસ્તિત્વમાં રહેલી આઠ ટીમોને કોઈ સત્તાવાર સંદેશ મોકલવામાં આવ્યો નથી. હાલમાં, ટીમોએ 30 નવેમ્બર સુધીમાં જ તેમની રીટેન્શન સૂચિ સબમિટ કરવાની રહેશે.

દરમિયાન, અહેવાલ છે કે પંજાબ કિંગ્સ અને સનરાઇઝર્સ હૈદરાબાદ જેવી ટીમોએ લખનૌ ફ્રેન્ચાઇઝી અંગે બીસીસીઆઇને ફરિયાદ કરી છે. આ ટીમોનો આરોપ છે કે લખનૌના માલિકો તેમના ખેલાડીઓનો સંપર્ક કરી રહ્યા છે અને તેમને તેમની સાથે જોડાવા માટે લાલચ આપી રહ્યા છે. આ અંતર્ગત લખનૌ દ્વારા કેએલ રાહુલ અને રાશિદ ખાનને કથિત રીતે મોટી રકમનું વચન આપવામાં આવ્યું છે.

 

આ પણ વાંચોઃ Shardul Thakur Engagement: શાર્દૂલ ઠાકુરે ગર્લફ્રેન્ડ મિતાલી સાથે કરી સગાઇ, તસ્વીરો અને વિડીયો આવ્યા સામે

આ પણ વાંચોઃ IND vs NZ: મુંબઇ ટેસ્ટને લઇ ટીમ ઇન્ડિયા સામે ધર્મ સંકટ, વિરાટ કોહલી માટે કોણ આપશે કુર્બાની

 

Published On - 5:36 pm, Mon, 29 November 21