
મેચ બાદ ચહલે કહ્યું કે IPL 2021 ના પહેલા તબક્કામાં મને પ્રથમ ત્રણ-ચાર મેચમાં વિકેટ મળી નથી. વિરામ બાદ મેં મારી જાતને સપોર્ટ કર્યો. શ્રીલંકાની શ્રેણીમાં મેં સારી બોલિંગ કરી અને મારો આત્મવિશ્વાસ વધ્યો છે. હું તે વેગ અહીં જાળવી રાખવા માંગતો હતો.

RCB એ રોયલ્સને છેલ્લી નવ ઓવરમાં માત્ર 49 રન બનાવવા દિધા અને આ દરમિયાન આઠ વિકેટ લીધી. રાજસ્થાન રોયલ્સ નવ વિકેટે માત્ર 149 રન જ બનાવી શકી હતી. આરસીબીએ ત્રણ વિકેટના નુકસાને 17.1 ઓવરમાં લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. ચહલે આ મેચમાં લિયામ લિવિંગસ્ટોનને ચાલવા દીધો ન હતો. વિરેન્દ્ર સહેવાગથી લઈને હરભજન સિંહ સુધી ચહલની વર્લ્ડકપ ટીમમાં ગેરહાજરી પર સવાલ ઉઠાવ્યા છે.

રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) વચ્ચે દુબઇના આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં મેચ રમાઇ હતી. જેમાં રાજસ્થાને ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 150 રનનુ લક્ષ્ય બેંગ્લોર સામે રાખ્યુ હતુ. ગ્લેન મેક્સવેલની ધુંઆધાર બેટીંગને લઇ આરસીબીએ 18મી ઓવરમાં જ જીત દર્જ કરાવી લીધી હતી. સિઝનમાં 11 મેચ રમીને આરસીબીએ આ 7મી જીત મેળવી હતી.