IPL 2021: વિરેન્દ્ર સહેવાગનો આ રેકોર્ડ ઋષભ પંતે તોડી દીધો, KKR સામે હાર છતા પંતે કર્યો આ કમાલ

|

Sep 28, 2021 | 10:10 PM

દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ના કેપ્ટન ઋષભ પંતે (Rishabh Pant) મંગળવારે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે 39 રન બનાવ્યા અને એક ખાસ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

1 / 6
Rishabh Pant (File Photo)

Rishabh Pant (File Photo)

2 / 6
પંતે આ મેચમાં 36 બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 39 રન બનાવ્યા હતા. આ સાથે તે IPL માં દિલ્હી માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. પંતે દિલ્હી માટે અત્યાર સુધી 79 મેચ રમી છે અને 2390 રન બનાવ્યા છે. તેણે આ સમયગાળા દરમિયાન 148.35 ના સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. તેણે દિલ્હી માટે 35.67 ની સરેરાશથી રન બનાવ્યા છે. આઇપીએલમાં તેના નામે એક સદી અને 14 અડધી સદી છે. પંત 2016 થી આ ફ્રેન્ચાઇઝી માટે રમી રહ્યો છે.

3 / 6
તેમના પહેલા આ રેકોર્ડ ભારતના પૂર્વ ઓપનર વિરેન્દ્ર સહેવાગના નામે હતો. સહેવાગે 2008 થી 2013 સુધી દિલ્હી માટે કુલ 86 મેચ રમી અને 2382 રન બનાવ્યા હતા. તેણે દિલ્હી માટે એક સદી અને 17 અડધી સદી ફટકારી હતી. સહેવાગે દિલ્હી કેપ્ટનશીપ પણ નિભાવી છે.

4 / 6
પંત અને સહેવાગ બાદ શ્રેયસ ઐય્યરનું નામ પણ આ યાદીમાં છે. જે ત્રીજા ક્રમાંકિત બેટ્સમેને દિલ્હી માટે અત્યાર સુધી 82 મેચ રમી છે અને 31.81 ની સરેરાશ સાથે 2291 રન બનાવ્યા છે. આ દરમિયાન ઐય્યરનો સ્ટ્રાઇક રેટ 125.67 રહ્યો છે. ઐય્યરે દિલ્હી માટે 16 અડધી સદી ફટકારી છે. ઐય્યર 2015 થી આ ટીમ માટે રમી રહ્યો છે.

5 / 6
તેમના પછી શિખર ધવન છે. ધવન આ સિઝનમાં પણ શાનદાર ફોર્મમાં છે. તે છેલ્લી સીઝનમાં પણ મજબૂત રમત રમી રહ્યો હતો. દિલ્હીથી પોતાની આઈપીએલ કારકિર્દીની શરૂઆત કરનાર ધવન હૈદરાબાદ ગયા બાદ 2019 માં આ ટીમમાં પરત ફર્યો હતો. ધવને દિલ્હી ટીમ માટે 58 આઈપીએલ મેચ રમી છે અને બે સદી અને 16 અડધી સદી સહિત 1933 રન બનાવ્યા છે.

6 / 6
દિલ્હીની ટીમે કોલકાતા સામે ટોસ હારીને પ્રથમ બેટીંગ કરતા 127 રન કર્યા  હતા. જેને કોલકાતાની ટીમે 19મી ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 130 રન કરીને મેચને જીતી લીધી હતી. આમ દિલ્હીના વિજયરથને બ્રેક લાગ્યો  હતો.

Next Photo Gallery