વિરાટ કોહલી (Virat Kohli) ની કેપ્ટશીપ ધરાવતી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે (RCB) IPL 2021 ના બીજા ભાગમાં ઘણા નવા ખેલાડીઓ ઉમેર્યા છે. આ એટલા માટે કરવામાં આવ્યું કારણ કે, ઘણા ખેલાડીઓએ અલગ અલગ કારણોસર પોતાના નામ ટૂર્નામેન્ટમાંથી પરત ખેંચી લીધા હતા. આ કારણે RCB ને રિપ્લેસમેન્ટ શોધવાની ફરજ પડી હતી. શ્રીલંકાના વાનિંદુ હસારંગા (Wanindu Hasaranga) આવું જ એક નામ છે. આ ઓલરાઉન્ડરને RCB દ્વારા ભારત સામેની શ્રેણીમાં તેના મજબૂત પ્રદર્શન બાદ લેવામાં આવ્યો હતો.
પરંતુ વાનીંદુ હસારંગાનું તાજેતરનું ફોર્મ કોહલી અને તેની ટીમ માટે ચિંતાનો વિષય બની શકે છે. તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની વનડે અને T20I શ્રેણીમાં, તેણે બોલ અને બેટ બંને સાથે સંઘર્ષ કર્યો. તે ટીમ માટે યોગદાન આપવામાં નિષ્ફળ રહ્યો. IPL 2021 માં તેઓ કેવું પ્રદર્શન કરે છે તે જોવાનું રહ્યું.
દક્ષિણ આફ્રિકા સામેની વનડે શ્રેણીની ત્રણ મેચમાં વાનીંદુ હસારંગાએ માત્ર 12 રન બનાવ્યા અને ચાર વિકેટ લીધી. જો આપણે આ આંકડા જોઇએ, તો સામે આવે છે કે પ્રથમ વનડેમાં તેણે 10 ઓવર ફેંકી અને 52 રનમાં એક વિકેટ લીધી. આ દરમ્યાન બીજી મેચમાં વિકેટ મળી પરંતુ આ વખતે 10 ઓવરમાં 63 રન ખર્ચવા પડ્યા. ત્યારબાદ ત્રીજી વનડેમાં તેણે આઠ ઓવર ફેંકી અને 32 રનમાં બે વિકેટ લીધી હતી. પછી વારો છે T20 સિરીઝનો. અહીં બેટિંગમાં તેની હાલત વધુ ખરાબ હતી. તે ત્રણ મેચમાં માત્ર 8 રન જ બનાવી શક્યો હતો. બોલિંગની વાત કરીએ તો તેના નામની સામે ત્રણ વિકેટ જોવા મળે છે, જે શ્રીલંકા તરફથી સૌથી વધુ હતી. આ ત્રણ મેચમાં તેની ઇકોનોમી સાત આસપાસ હતી, જ્યારે મેચો લો સ્કોરિંગ હતી.
Our stars from Sri Lanka have arrived! ⭐️⭐️
Welcome to 🇦🇪, Wanindu Hasaranga & Dushmantha Chameera! 🤩#PlayBold #WeAreChallengers #IPL2021 pic.twitter.com/YHHqf0Ln1w
— Royal Challengers Bangalore (@RCBTweets) September 15, 2021
અગાઉ, ભારત સામેની શ્રેણી દરમિયાન, વાનીંદુ હસારંગાએ ત્રણ T20 માં સાત વિકેટ લીધી હતી. આ દરમ્યાન બેટ વડે 29 રન પણ બનાવ્યા હતા. આમાં, તેણે છેલ્લી T20 માં નવ રનમાં ચાર વિકેટ અને અણનમ 14 સાથે ઓલરાઉન્ડ પ્રદર્શન કર્યું હતું. જો આપણે આ 24 વર્ષીય ખેલાડીની અત્યાર સુધીની આંતરરાષ્ટ્રીય કારકિર્દી પર નજર કરીએ તો ખબર પડે છે કે, 29 વનડેમાં તેણે 23.73 ની સરેરાશથી 546 રન બનાવ્યા છે. તેણે ત્રણ અર્ધસદી ફટકારી છે. હસારંગાએ બોલિંગમાં 29 વિકેટ લીધી છે. T20 ક્રિકેટમાં તેણે 25 મેચમાં 200 રન બનાવવાની સાથે 36 વિકેટ લીધી છે.