IPL 2021: કાશ્મિર એક્સપ્રેસ બનેલા ઉમરાન મલિક પર વિરાટ કોહલી થયો ફીદા, હાર બાદ ઉમરાનને આપી આ ખાસ ગીફ્ટ

|

Oct 07, 2021 | 10:05 AM

જમ્મુ-કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે અત્યાર સુધી માત્ર બે મેચ રમી છે અને હંગામો મચાવ્યો છે. મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ઉમરાનની પ્રશંસા કરી હતી.

IPL 2021: કાશ્મિર એક્સપ્રેસ બનેલા ઉમરાન મલિક પર વિરાટ કોહલી થયો ફીદા, હાર બાદ ઉમરાનને આપી આ ખાસ ગીફ્ટ

Follow us on

એક યુવા બોલરે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ના છેલ્લા રાઉન્ડમાં ડેબ્યૂ કર્યું અને તેની ઝડપ સાથે તોફાન સર્જ્યું હતુ. આ બોલરે IPL 2021 નો સૌથી ઝડપી બોલ ફેંક્યો છે. છવાઇ ગયેલુ આ નામ છે ઉમરાન મલિક (Umran Malik) અને આ બોલરની ટીમ છે સનરાઇઝર્સ હૈદરાબાદ. બુધવારે રોયલ ચેલેન્જર સામેની મેચમાં ઉમર મલિકે સિઝનના સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ બનાવ્યો હતો.

તેણે 153 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો. RCB અને ટીમ ઇન્ડીયા (Team India) ના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) મલિકના પ્રદર્શનથી ખૂબ પ્રભાવિત થયા છે. મેચ બાદ તેણે ઉમરને ખાસ ભેટ આપી હતી.

જમ્મુ -કાશ્મીરના ફાસ્ટ બોલર ઉમરાન મલિકે અત્યાર સુધી માત્ર બે મેચ રમી છે અને હંગામો મચાવ્યો છે. મેચ બાદ કેપ્ટન વિરાટ કોહલીએ ઉમરાનની પ્રશંસા કરી હતી. વિરાટે કહ્યું, આ ટુર્નામેન્ટ દર વર્ષે નવી પ્રતિભા બહાર લાવે છે. ખેલાડીને 150 પર બોલિંગ કરતા જોવું સારું છે. મજબૂત ઝડપી બોલરો હંમેશા ભારતીય ક્રિકેટ માટે સારા સંકેત છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

ઝડપ થી મચાવી દીધી ધમાલ

RCB ની ઇનિંગ્સ દરમિયાન નવમી ઓવરમાં ઉમરાન મલિકે 147, 150 151.9, 153 kph ની ઝડપે બોલિંગ કરી હતી. મલિકે પોતાની ઝડપથી બધાને ચોંકાવી દીધા. મેચ બાદ જમ્મુ-કાશ્મીરના આ ફાસ્ટ બોલરે વિરાટ કોહલીનો ઓટોગ્રાફ લીધો હતો. ઉમરાને SRH ની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી અને ચાર ઓવરમાં 21 રન આપીને એક વિકેટ લીધી હતી. વિરાટ કોહલીએ તેની ખુશી બમણી કરી દીધી. કોહલીએ મેચ બાદ ઓટોગ્રાફ્ડ જર્સી આપી હતી.

 

વિલિયમસને પણ કર્યા વખાણ

મેચ બાદ હૈદરાબાદના કેપ્ટન કેન વિલિયમસને પણ ઉમરાન મલિકના વખાણ કર્યા હતા. તેણે કહ્યું કે તે ચોક્કસપણે ખાસ છે. અમે તેને નેટમાં પ્રેક્ટિસ કરતા જોયો. ઉમર ધીમી પીચ પર પણ ખૂબ અસરકારક સાબિત થઈ રહ્યો છે. ઉમરાન મલિક પહેલા IPL 2021 માં સૌથી ઝડપી બોલ ફેંકવાનો રેકોર્ડ કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ના લોકી ફર્ગ્યુસનના નામે હતો.

ફર્ગ્યુસને 152.75 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. જે હવે મલિકે તોડ્યો છે અને રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. તેની આઈપીએલ ડેબ્યુ મેચમાં ઉમરાને 146 કિમી પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. આ મેચમાં જ, તે આઈપીએલ 2021 માં સૌથી ઝડપી બોલરોની ટોચની 10 યાદીમાં સામેલ થયો હતો. આ યાદીમાં સામેલ થનાર ઉમરાન પ્રથમ ભારતીય બોલર બન્યો છે.

 

આ પણ વાંચોઃ IPL 2021: કાશ્મીર એક્સ્પ્રેસ ઉમરાન મલિકે ઝડપી બોલ નાંખવાનુ સર્જ્યુ તોફાન, 153 થી વધુની ઝડપે બોલ નાંખી તોડ્યો ફરીથી રેકોર્ડ

આ પણ વાંચોઃ IPL 2021, CSK vs PBKS: ચેન્નાઇ આજે હારનો સિલસિલો અટકવાવા પ્રયાસ કરશે, પંજાબ પણ મેદાનમાં આ કારણે આપશે ટક્કર

 

 

Published On - 10:01 am, Thu, 7 October 21

Next Article