
પરાગની ઝડપ જોઈને કોહલીને આશ્ચર્ય થયું. નિર્ણય થર્ડ અમ્પાયર પાસે હતો. અંતિમ નિર્ણય ત્રીજા અમ્પાયરે આપ્યો હતો અને કોહલીએ માઇક્રો સેકન્ડના અંતરે તેની વિકેટ ગુમાવી દીધી હતી. કોહલીએ 20 બોલમાં 4 ચોગ્ગાની મદદથી 25 રન બનાવ્યા હતા. મજાની વાત એ છે કે, તે જ ઓવરના ત્રીજા બોલ પર રિયાન પરાગે કોહલીનો કેચ પોઈન્ટ પર જ છોડી દીધો હતો.

આ મેચમાં વિરાટ કોહલીએ 20 બોલમાં 25 રન નોંધાવ્યા હતા. તેની ટીમે સિઝનમાં 11 મેચ રમીને 7મી જીત રાજસ્થાનને હરાવીને મેળવી હતી.

આરસીબી પાસે 150 રનનો લક્ષ્યાંક હતો અને તેઓએ 17.1 ઓવરમાં ત્રણ વિકેટ પર 153 રન બનાવીને સરળ વિજય નોંધાવ્યો હતો. ગ્લેન મેક્સવેલે 30 બોલમાં છ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા. તેણે શ્રીકર ભરત (35 બોલમાં 44) સાથે ત્રીજી વિકેટ માટે 69 રનની ભાગીદારી કરી.