
IPL 2018 માં RCB નું પ્રદર્શન ખરાબ રહ્યું હતું. ટીમ 14 માંથી છ મેચ જીતી શકી અને છઠ્ઠા નંબરે રહી હતી. ટીમ સતત બીજી સિઝનમાં પ્લેઓફમાં પહોંચવામાં નિષ્ફળ રહી હતી.

IPL 2017 માં વિરાટ કોહલીની ટીમની હાલત ઘણી ખરાબ રહી હતી. તેણે 14 માંથી માત્ર ત્રણ મેચમાં વિજય મેળવ્યો. તેણે બાકીની 10 મેચ ગુમાવી દીધી હતી અને એક વરસાદથી ધોવાઇ ગઇ હતી. ટીમ સાત પોઇન્ટ સાથે સિઝનમાં સૌથી નિચે એટલે કે તળિયે રહી હતી.

RCB એ IPL 2016 માં અદભૂત રમત બતાવી હતી. 14 માંથી આઠ મેચ જીતી અને 16 પોઇન્ટ સાથે બીજા સ્થાને રહીને પ્લેઓફની ટિકિટ મેળવી હતી. આ પછી, પ્રથમ ક્વોલિફાયરમાં, તેઓએ ગુજરાત લાયન્સને ચાર વિકેટે હરાવીને ટાઇટલ માટેની મેચમાં જગ્યા બનાવી. પાંચ વર્ષ બાદ તેને ફાઇનલમાં સ્થાન મળ્યું હતુ. પરંતુ ફાઇનલમાં ડેવિડ વોર્નરની આગેવાનીમાં સનરાઇઝર્સ હૈદરાબાદે ટીમને આઠ રનથી હરાવી હતી. ફરી એક વખત RCB ખાલી હાથે રહી અને IPL જીતી શકી નહીં.

2015 માં વિરાટ કોહલીના નેતૃત્વમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે 14 માંથી સાત મેચ જીતી અને પાંચમાં હાર મેળવી. બે મેચ વરસાદથી ધોવાઈ ગઈ. ટીમ 16 પોઇન્ટ સાથે પ્લેઓફમાં પહોંચી હતી. તેણે એલિમિનેટરમાં રાજસ્થાન રોયલ્સનો સામનો કર્યો અને મેચ 71 રનથી જીતી લીધી. પરંતુ બીજા ક્વોલિફાયરમાં ચેન્નઈ સુપર કિંગ્સે (CSK) એ તેને ત્રણ વિકેટે હરાવીને તેને પછાડી દીધી હતી.

આઈપીએલ 2014 માં વિરાટ કોહલીની ટીમ સારી રીતે રમી રહી ન હતી અને સાતમા સ્થાને રહી હતી. તેણે 14 માંથી માત્ર પાંચ જ મેચ જીતી હતી. તે માત્ર દિલ્હી કેપિટલ્સથી આગળ હતી.

વિરાટ કોહલીનુ કેપ્ટન તરીકે પ્રથમ વર્ષ. પરંતુ RCB પ્લેઓફમાં પાછળ રહી ગયું. તેણે 16 માંથી આઠ મેચ જીતી અને એટલી જ મેચ હારી હતી. 16 પોઈન્ટ સાથે બેંગ્લોરની ટીમ પાંચમા સ્થાને રહી.