IPL 2021: આ વખતની સિઝન ભારતીય ક્રિકેટને આ એક નવા ક્રિકેટરને શોધી આપ્યો, જે નિવડી શકે છે ટીમ ઇન્ડીયાનુ ઘાતક હથિયાર

|

Sep 30, 2021 | 12:52 PM

IPL દ્વારા ભારતીય ક્રિકેટને અનેક સારા ક્રિકેટરો મળ્યા છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) અને કૃણાલ પંડ્યા (Krunal Pandya) જેવા ખેલાડીઓ પણ આઇપીએલના રસ્તે જ ભારતીય ટીમમાં પહોંચ્યા હતા.

IPL 2021: આ વખતની સિઝન ભારતીય ક્રિકેટને આ એક નવા ક્રિકેટરને શોધી આપ્યો, જે નિવડી શકે છે ટીમ ઇન્ડીયાનુ ઘાતક હથિયાર
Harshal Patel-Royal Challengers Bangalore

Follow us on

IPL દ્વારા ભારતીય ક્રિકેટને અનેક સારા ક્રિકેટરો શોધી આપ્યા છે. જેના થી ટીમ ઇન્ડીયા (Team India) ને સ્ટાર ખેલાડીઓ મળ્યા છે. ભારતીય પ્રિમીયર લીગ (IPL) એ વિશ્વભરમાં આકર્ષણ ધરાવે છે. જેમાં દુનિયા તમામ ક્રિકેટરો ભાગ લેવા માટે ઇચ્છુક રહેતા હોય છે. પરંતુ આ વર્ષની સિઝન દ્વારા ભારતીય ક્રિકેટ ને એક નવો સ્ટાર મળ્યો છે. જે સ્ટાર રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (Royal Challengers Bangalore) નો બોલર હર્ષલ પટેલ (Harshal Patel) છે. આ ગુજ્જુએ IPL માં તેની બોલીંગ દ્વારા જબરદસ્ત પ્રદર્શન કર્યુ છે.

RCB નો હર્ષલ પટેલે IPL 2021 ના પ્રથમ હાલ્ફ દરમ્યાન પણ તેણે સાત મેચમાં 17 વિકેટ ઝડપી દમ દર્શાવ્યો હતો. જે તેણે બીજા હાલ્ફમાં પણ જાળવી રાખ્યો છે. તેણે અત્યાર સુધીમાં 11 મેચ રમીને 26 વિકેટ ઝડપી છે. હર્ષલ પટેલનુ પ્રદર્શન સિઝનમાં ખૂબ જ કમાલનુ રહ્યુ છે. તે સિઝનમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે. તેનાથી બીજા નંબરે રહેનારો બોલર તેના કરતા 8 વિકેટ દુર છે. તો મોંઘો દાટ ખેલાડી ક્રિસ મોરિસ પણ તેના ખૂબ દુર છે. મોરિસે 14 વિકેટ ઝડપી છે.

હર્ષલ પટેલે મુંબઇ ઇન્ડીયન્સ સામે હેટ્રીક વિકેટ ઝડપી હતી. તેણે મુંબઇ સામે આ કમાલ કર્યો હતો. મુંબઈ ઇન્ડી યન્સના હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ અને રાહુલ ચાહરને આઉટ કરીને IPL ની હેટ્રિક પૂરી કરી હતી. આ સિઝનની તે પ્રથમ હેટ્રિક તેણે નોંધાવી છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

ગુજરાતી હર્ષલ હરીયાણોનો હિસ્સો

હર્ષલ પટેલ મુળ ગુજરાતનો છે. તેનો પરિવાર અમેરિકા સ્થાયી થયો છે. તેના પરિવારની ઇચ્છા છતા તેણે અમેરિકા સ્થાયી રહેવાનુ ટાળીને ભારતીય ક્રિકેટમાં પગ જમાવવા માટે પ્રયાસ કર્યો હતો. હર્ષલ પટેલને હરીયાણા તરફ થી ઘરેલુ ક્રિકેટમાં રમવાનો મોકો મળ્યો હતો. તે હરીયાણાની ટીમનો હાલમાં ડોમેસ્ટીક ક્રિકેટનો હિસ્સો છે.

આઇપીએલ કરિયર

આઇપીએએલમાં હર્ષલને ડેબ્યૂ કરવાનો મોકો 2012માં મળ્યો હતો. તે દિલ્હી કેપિટલ્સ ટીમથી 2021માં આરસીબીએ ટ્રેડ કરતા પરત ફર્યો હતો. તે આઇપીએલ કરિયરમાં મોટે ભાગે આરસીબીની સાથે રહ્યો છે. પરંતુ 2018માં તે દિલ્હીની ટીમમાં સામેલ થયો હતો. તે ઓલરાઉન્ડ પ્રદર્શન કરવાની ક્ષમતા ધરાવે છે.

આઇપીએલમાં હર્ષલ પટેલ 59 મેચ રમી ચુક્યો છે. જેમાં તેણે 72 વિકેટ ઝડપી છે. તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન 27 રન આપીને 5 વિકેટ ઝડપવાનુ રહ્યુ છે. તેની એવરેજ 23.54 ની રહી છે. જ્યારે ઇકોનોમી 8.70 રહી છે. તે આપીએલમાં એક એક વાર 4 વિકેટ અને 5 વિકેટ ઝડપી શક્યો છે. વર્તમાન સિઝનમાં પ્રદર્શન તેનુ શ્રેષ્ઠ પ્રદર્શન છે. આ પહેલા તેણે 2015માં 15મેચ રમીને 17 વિકેટ ઝડપી હતી. જ્યારે 2017ની સિઝનમાં તે 1 માત્ર મેચ રમવાનો મોકો લઇ શક્યો હતો. જ્યારે 2020ની સિઝનમાં 5 મેચ રમીને 3 વિકેટ ઝડપી હતી.

અંતિમ મેચમાં પણ શાનદાર પ્રદર્શન

બુધવારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) એ રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને સાત વિકેટે હરાવ્યું હતું. હર્ષલે આ મેચમાં ફરી એકવાર પોતાનો પ્રભાવ છોડ્યો હતો. હર્ષલે આ મેચમાં 34 રન આપીને ત્રણ વિકેટ ઝડપી હતી. આ મેચ બાદ પણ પર્પલ કેપમાં પ્રથમ સ્થાનેથી હર્ષલ પટેલને કોઈ હટાવી શક્યું નથી. જે ત્રણ વિકેટ તેણે અંતિમ ઓવરમાં ઝડપી હતી. જેમાં બે વિકેટ સળંગ ઝડપી હતી.

 

આ પણ વાંચોઃ IPL 2021: યુઝવેન્દ્ર ચહલે ટીમ ઇન્ડીયાના પસંદગીકારોને આપ્યો સણસણતો જવાબ, આઇપીએલ દરમ્યાન કર્યુ જબરદસ્ત પ્રદર્શન

આ પણ વાંચોઃ IPL 2021: આજે સિઝનમાં ટોપર ચેન્નાઇ અને તળીયે રહેલી હૈદરાબાદની ટીમની ટક્કર, ધોનીની ટીમ આજે પ્લેઓફ માટે રમશે

 

Next Article