IPL 2021: મુંબઇ ઇન્ડીયન્સના આ બોલરે 100 મી મેચ રમીને આ ખાસ દિગ્ગજોની યાદીમાં સામેલ થયો, જાણો શુ છે ખાસ

|

Sep 19, 2021 | 8:37 PM

MI vs CSK: IPL 2021 ના ​​બીજા તબક્કાની પ્રથમ મેચ મુંબઈ ઈન્ડીયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહી છે, જેમાં જસપ્રીત બુમરાહે (Jasprit Bumrah) મેચોનુ શતક પૂર્ણ કર્યું છે.

1 / 6
IPL માં રમવું એ આજના સમયમાં દરેક ખેલાડીનું સપનું છે. ટીમો પણ પોતાના માટે સારા ખેલાડીઓની શોધ કરતી રહે છે. જે દેશનો ખેલાડી સારું કરી રહ્યો હોય તેવું લાગે છે, તે તેમના પર હરાજીમાં ટીમો દાવ ખેલતી હોય છે. જે ખેલાડીઓ આઈપીએલમાં સારું પ્રદર્શન કરી શકતા નથી, તેમને ટીમો દ્વારા મુક્ત કરવામાં આવે છે. પરંતુ કેટલાક ખેલાડીઓ એવા છે જે ટીમ સાથે ડેબ્યૂ કર્યુ છે, તેમની સાથે તેઓ હજુ સુધી રમી રહ્યા છે. તેમની સાથે રમીને તેઓ મેચોની સદી ફટકારી ચૂક્યા છે. આજે પણ જ્યારે IPL 2021 નો બીજો તબક્કો શરૂ થયો ત્યારે એક ખેલાડીએ આવી જ સદી ફટકારી છે.

2 / 6
આ ખેલાડીનું નામ જસપ્રિત બુમરાહ (Jasprit Bumrah) છે. IPL 2021 ના ​​બીજા તબક્કાની પ્રથમ મેચમાં મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) અને ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) ની ટીમો સામસામે ટકરાઇ છે. મુંબઈએ આ મેચમાં બુમરાહને સ્થાન આપ્યું છે. આ તેની IPL ની 100 મી મેચ છે. બુમરાહે આઈપીએલમાં તેની તમામ 100 મેચ મુંબઈ માટે રમી છે. તેણે 2013 માં ડેબ્યૂ કર્યું હતું.

3 / 6
બુમરાહ એકમાત્ર એવો ખેલાડી નથી કે જેણે એક ટીમ માટે 100 કે તેથી વધુ મેચ રમી હોય. વિરાટ કોહલી પણ આવો જ એક ખેલાડી છે. તેણે 2008 માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે તેની IPL કારકિર્દીની શરૂઆત કરી હતી અને ત્યારથી તે જ ટીમમાં રમી રહ્યો છે. હાલમાં તે ટીમનો કેપ્ટન છે. કોહલી RCB માટે અત્યાર સુધી 199 મેચ રમી ચૂક્યો છે.

4 / 6
મુંબઈનો કિયરોન પોલાર્ડ આજે રોહિત શર્મા (Rohit Sharma) ની જગ્યાએ ટીમની કેપ્ટનશીપ કરી રહ્યો છે. પોલાર્ડની આ 172 મી મેચ છે. તેણે આ તમામ મેચ મુંબઈ માટે રમી છે. પોલાર્ડ 2010 થી આઈપીએલમાં રમી રહ્યો છે અને માત્ર મુંબઈ માટે રમી રહ્યો છે.

5 / 6
તેના પછી પોલાર્ડનો દેશબંધુ સુનિલ નરેન આવે છે. જે કલકાતા નાઈટ રાઈડર્સ તરફથી રમે છે. નરેને KKR માટે અત્યાર સુધી 124 મેચ રમી છે. તે 2012 થી કેકેઆર તરફથી રમી રહ્યો છે.

6 / 6
મુંબઈના લસિથ મલિંગા એક બીજું નામ છે જેણે આઈપીએલમાં એક જ ટીમ માટે 100 થી વધુ મેચ રમી છે. મલિંગાએ મુંબઈ માટે 122 મેચ રમી છે. તેણે 2009 થી 2019 સુધી મુંબઈ માટે આઈપીએલ રમી હતી.

Next Photo Gallery