
નતાશા સાત્વિક વ્યવસાયે જ્વેલરી ડિઝાઈનર છે. તે બેંગ્લોરમાં રહે છે અને ડિજિટલ માર્કેટિંગ નિષ્ણાત પણ છે. નતાશાએ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી લગ્ન અને મહેંદીની ઘણી તસવીરો શેર કરી છે. તે જ સમયે તેના ફીડ પર પણ સંદીપ સાથે ઘણી તસ્વીરો છે.

વર્ષ 2015માં સંદિપ શર્માએ ભારતીય ટીમ વતીથી T20 મેચ રમી હતી. જોકે ત્યારબાદ તેને ફરી થી ટીમમાં મોકો નહોતો મળ્યો. જે વખતે તે ઝિમ્બાબ્વે સામે મેચ રમ્યો હતો. સંદિપે 2 મેચ રમીને 1 વિકેટ મેળવી હતી.

આઈપીએલ 2021ના પ્રથમ હાલ્ફ સંદિપ માટે મુશ્કેલ રહ્યો હતો. તે 3 મેચો રમીને માત્ર 1 જ વિકેટ મેળવી શક્યો હતો. યુએઈમાં રમાનારા બીજા હાલ્ફમાં મજબૂત રીતે પરત ફરવાનો તેનો ઈરાદો છે.

વર્ષ 2013થી સંદિપ આઈપીએલનો હિસ્સો છે. તેણે આઈપીએલમાં 95 મેચો રમી છે. આઈપીએલમાં તેના નામે કુલ 110 વિકેટ નોંધાયેલ છે. જેમાં તેની ઈકોનોમી 7.79ની રહી છે.