
ઇન્ડીયન પ્રીમિયર લીગ (IPL 2021) નો બીજો તબક્કો UAE માં રમાઇ રહ્યો છે. ટીમો પ્લેઓફ સુધી પહોંચવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે અને લીગનો ઉત્સાહ માત્ર વધી રહ્યો છે. IPL માત્ર ક્રિકેટ માટે જ પ્રખ્યાત નથી, પરંતુ તેનું ગ્લેમર પણ ચર્ચામાં રહે છે.

આ દિવસોમાં ટીવી પ્રેઝન્ટેટરે દરેકનું ધ્યાન ખેંચ્યું છે. જેના વિશે લોકો જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ એન્કરનું નામ તમન્નાહ વાહી છે. જે હાલમાં આકર્ષણનુ કેન્દ્ર બની છે.

તમન્નાહ વાહી એક પ્રોફેશનલ એન્કર અને પ્રેઝન્ટેટર છે. તેનો જન્મ અબુ ધાબીમાં થયો હતો અને તે ત્યાં જ રહે છે. બ્લોગિંગ ઉપરાંત, તે નોકરી પણ કરે છે અને એફએમ ચેનલ સાથે પણ જોડાયેલી છે. 2016 માં, તમન્નાહ વાહીને માસાલા એવોર્ડ સમારોહમાં બેસ્ટ એશિયન બ્લોગરનો એવોર્ડ મળ્યો.

તમન્નાહ વાહીએ આઈપીએલ 2020 દરમિયાન યુએઈમાં પોતાના પ્રવાસનો અનુભવ શેર કરીને ફેમસ થઇ હતી. તમન્નાહ બોલીવુડની ફિલ્મોની મોટી ચાહક છે અને તેની મનપસંદ ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' છે.

ઇન્સ્ટાગ્રામ પર, વાહીના 80,000 થી વધુ ફોલોઅર્સ છે, જેમને તે તમામ સુંદર સ્થળો જોવા મળે છે, જ્યાં તે જાય છે. ક્રિકેટના ઉત્સાહ વચ્ચે તમન્નાહ પણ ચર્ચામાં છે, લોકો તેના વિશે જાણવા માંગે છે.

તમન્નાએ ટ્વિટ કર્યું હતું કે, મારો પહેલો સેલેબ ક્રશ ભારતીય ક્રિકેટર ઇરફાન પઠાણ હતો. પરંતુ મારી માતાએ મને અબુ ધાબીમાં તેની મેચ જોવા માટે સ્ટેડિયમ જવાની મંજૂરી આપી ન હતી. જેના કારણે હું પરેશાન હતી. જેની ભરપાઈ કરવા માટે, તેણે એકવાર તેની સાથે નાનકડા કોલની વ્યવસ્થા કરી હતી.