
KKR ના સૌથી સફળ બોલરોમાંથી એક સુનીલ નરેને રોહિત શર્માની ઇનિંગનો અંત કર્યો હતો. નરેને IPL માં સાતમી વખત રોહિત શર્માને આઉટ કર્યો છે. આ સાથે તે IPL માં સૌથી વધુ વખત રોહિતને આઉટ કરનાર બોલર બની ગયો છે. અમિત મિશ્રા તેની સાથે છે, મિશ્રાએ પણ રોહિતને સાત વખત આઉટ કર્યો છે.

સુનિલ નરેન અને અમિત મિશ્રા બાદ રોહિત IPL માં સૌથી વધુ વખત આઉટ કરવાના સંદર્ભમાં આગળનું નામ છે વિનય કુમાર. જેણે રોહિતને છ વખત આઉટ કર્યો છે. તેના પછી ચેન્નાઈ સુપર કિંગ્સનો ડ્વેન બ્રાવો છે. બ્રાવોએ IPL માં રોહિતને પાંચ વખત આઉટ કર્યો છે.

મુંબઇ ઇન્ડીયન્સે શરુઆત જબરદસ્ત કરી બાદમાં નબળી રમત રમી હતી. કલકત્તા નાઇટ રાઇડર્સ સામે 6 વિકેટે 156 રનનો પડકાર રાખ્યો હતો. ડીકોકે અર્ધશતક લગાવ્યુ હતુ. મુંબઇએ 20 ઓવરના અંતે 6 વિકેટે 155 રન કર્યા હતા.