IPL 2021નો બીજો તબક્કો 19 સપ્ટેમ્બરથી UAEમાં શરૂ થવા જઈ રહ્યો છે. આ 10 ઓક્ટોબર સુધી ચાલશે, જેના માટે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સહિત લગભગ તમામ ટીમો UAE પહોંચી ગઈ છે. પરંતુ RCB માટે UAE પહોંચતાની સાથે જ એક સમાચાર આવ્યા છે, જે RCB માટે સારા નથી. આ સમાચાર બાદ બેંગ્લોરની ટીમને આંચકો લાગ્યો છે. તેમનો એક મહત્વનો ખેલાડી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો છે.
આ ખેલાડીના બહાર થવાથી એટલા માટે ખૂબ ખોટ સાલનારી છે કે તે બોલ અને બેટ બંને સાથે તેની ટીમ માટે ઉપયોગી હતો. આઈપીએલ 2021ના બીજા તબક્કામાંથી ઈજાને કારણે બહાર રહેનારા ખેલાડીનું નામ વોશિંગ્ટન સુંદર છે. આંગળીની ઈજાને કારણે વોશિંગ્ટનને ટુર્નામેન્ટમાંથી ખસી જવું પડ્યું છે.
ભારતમાં રમાયેલી આઈપીએલ 2021ના પ્રથમ તબક્કામાં વોશિંગ્ટને 6 મેચમાં 31 રન બનાવ્યા હતા. તેણે બોલથી 3 વિકેટ લીધી હતી. વોશિંગ્ટનના બહાર નીકળવાનો મતલબ એ છે કે શાહબાઝ અહમદને હવે પ્લેઈંગ ઈલેવનમાં તેના સ્થાને વધુ મેચ રમવાની તક મળશે. ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન વોશિંગ્ટન સુંદરની આંગળીમાં ઈજા થઈ હતી, જેના કારણે તેને ત્યાંથી પરત ફરવું પડ્યું હતું. ઈંગ્લેન્ડમાં થયેલી ઈજામાંથી વોશિંગ્ટન હજુ સુધી સાજો થયો નથી.
RCBએ બંગાળના ઝડપી બોલર આકાશ દીપને ટીમમાં વોશિંગ્ટન સુંદરના સ્થાને સામેલ કર્યો છે. આકાશદીપ હાલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે નેટ બોલરની ભૂમિકા ભજવી રહ્યો હતો. ભારતના વિકેટકીપર બેટ્સમેન શ્રીવત્સ ગોસ્વામીના જણાવ્યા અનુસાર આકાશદીપ એક અદ્ભુત ઝડપી બોલર છે અને તેની પાસે સતત 140 પ્લસ ઝડપે બોલિંગ કરવાની ક્ષમતા છે.
Great singing for @RCBTweets . Akash deep is a gun bowler who can clock 140+ consistently. He’s fit and strong . Have been amazing for Bengal recently . So happy for him ! Amazing guy too . Hope he gets a few game to show his class . pic.twitter.com/cyWe47djWJ
— Shreevats goswami (@shreevats1) August 30, 2021
વોશિંગ્ટન સુંદરની આંગળીની ઈજા પહેલાથી જ તેને IPL 2021ની બહારનો રસ્તો બતાવી ચૂકી છે. પરંતુ હવે તેની T20 વર્લ્ડકપ ટીમમાંથી પણ ખતરો લટકી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. જેના માટે ટૂંક સમયમાં ભારતીય ટીમની પસંદગી થવા જઈ રહી છે.