IPL 2021 ના બીજા ભાગની શરૂઆત પહેલા રાજસ્થાન રોયલ્સ (Rajasthan Royals) ને મોટો આંચકો લાગ્યો છે. તેના બે શક્તિશાળી ખેલાડીઓ બહાર થયા છે. આ ખેલાડીઓ જોસ બટલર (Jos Butler) અને બેન સ્ટોક્સ (Ben Stokes) છે. બંને સપ્ટેમ્બરથી શરૂ થતા IPL 2021 ના બીજા ભાગમાં રમશે નહીં. રાજસ્થાન રોયલ્સે પણ આ બંનેના રિપ્લેસમેન્ટને શોધ્યા છે. વેસ્ટ ઇન્ડીઝના ઇવિન લેવિસ અને ઓશેન થોમસને બટલર અને સ્ટોક્સની જગ્યાએ લેવામાં આવ્યા છે. બટલર અને સ્ટોક્સ બંને રાજસ્થાનના સૌથી મહત્વના ખેલાડી છે. તેના વિના, ટીમ ખૂબ નબળી બની ગઈ છે.
ઇંગ્લેન્ડના બંને ખેલાડીઓ અલગ અલગ કારણોસર IPL 2021 માં આગળ રમી શકશે નહીં. બટલર પિતા બનવાનો છે. આ કારણે, તે થોડા સમય માટે ઘરે રહેશે. જ્યારે બેન સ્ટોક્સ મેન્ટલ હેલ્થના કારણોસર ક્રિકેટથી દૂર છે. તેણે IPL 2021 નો પ્રથમ હાફ પણ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. ત્યારે તે આંગળીની ઈજાને કારણે ઘરે પરત ફર્યો હતો. બટલરનાં સ્થાને આવેલ એવિન લેવિસ પ્રથમ વખત રાજસ્થાન તરફથી રમશે.
તે અત્યાર સુધી આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમ્યો છે. દરમ્યાન સ્ટોક્સની જગ્યાએ આવેલા ઓશેન થોમસ ભૂતકાળમાં પણ રાજસ્થાન રોયલ્સ તરફથી રમી ચૂક્યો છે. જોકે તેને IPL 2020 પછી મુક્ત કરવામાં આવ્યો હતો.
Lewis replaces Jos Buttler in the squad for the remainder of #IPL2021. 🙌
— Rajasthan Royals (@rajasthanroyals) August 31, 2021
આ વખતે રાજસ્થાનની ટીમ સંજુ સેમસનની કેપ્ટનશીપમાં રમી રહી છે. પરંતુ UAE માં સેકન્ડ હાફ મેચો પહેલા તેમણે ઘણા મોટા ખેલાડીઓ ગુમાવ્યા છે. જેમાં જોફ્રા આર્ચરનો સમાવેશ થાય છે. કોણીની ઈજાને કારણે તે મેદાનથી દૂર છે. તે પહેલા હાફમાં પણ રમ્યો ન હતો. રોયલ્સે તેના સ્થાને તબરેઝ શમ્સીને ટીમમાં સમાવ્યો છે. રાજસ્થાનના અન્ય ઇંગ્લીશ ખેલાડી લિયામ લિવિંગસ્ટોન પણ ઈજાના ને લઇ સંકટની સ્થિતીમાં છે. જોવાનું રહેશે કે તે હવે IPL રમશે કે નહીં.
લિવિંગસ્ટોન અત્યારે જબરદસ્ત ફોર્મમાં છે, પરંતુ 30 ઓગસ્ટે તે કાઉન્ટી ક્રિકેટ રમતી વખતે ઈજાગ્રસ્ત થયો હતો. IPL ના પહેલા હાફમાં બાયો બબલના કારણે તેણે ટૂર્નામેન્ટને અધવચ્ચે છોડી દીધી હતી. પ્રથમ સિઝનની ચેમ્પિયન ટીમ રાજસ્થાનનું પ્રદર્શન IPL 2021 સ્થગીત ન થાય ત્યાં સુધી વેરવિખેર જેવુ રહ્યુ હતું. તેણે સાતમાંથી ત્રણ મેચ જીતી અને ચાર હારી હતી. તે પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબરે છે.