
રાજસ્થાને આ મેચમાં જે રન પાવરપ્લેમાં બનાવ્યા છે, તે આ સિઝનમાં સૌથી ઓછા છે. આ પહેલા મુંબઈ ઈન્ડીયન્સે પંજાબ કિંગ્સ સામે વર્તમાન સિઝનના પહેલા ચરણમાં એક વિકેટ ગુમાવીને 21 રન બનાવ્યા હતા.

આ મેચમાં રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટીમને જીત અપાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તે અણનમ 70 રનની ઇનીંગ રમ્યા બાદ પણ જીતવામાં નિષ્ફળ રહ્યો હતો. આ હાર સાથે રાજસ્થાન ને માટે પ્લેઓફમાં સ્થાન મેળવવાની મુશ્કેલીઓ વધી ગઈ છે.

ઋષભ પંત (Rishabh Pant) ની ટીમ દિલ્હી કેપિટલ્સે પ્રથમ બેટીંગ કરતા 154 રન 20 ઓવરના અંતે 6 વિકેટ ગુમાવીને સ્કોર કર્યો હતો. જવાબમાં પડકારનો પિછો કરતા રાજસ્થાનની ટીમની 33 રને હાર થઇ હતી. રાજસ્થાને 6 વિકેટ ગુમાવીને 121 રન કર્યા હતા. આમ દિલ્હીનુ પ્લેઓફમાં સ્થાન હવે નિશ્વિત બની ચુક્યુ છે.
Published On - 9:40 pm, Sat, 25 September 21