IPL 2021 નો લીગ રાઉન્ડ શુક્રવારે સમાપ્ત થયો. ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સે (Mumbai Indians) છેલ્લી મેચ સુધી તેમની પ્લેઓફની આશાને જીવંત રાખી હતી. પરંતુ તે તેને હકિકતમાં ફેરવી શક્યા નહીં. શુક્રવારે બંને મેચ સાથે, પોઈન્ટ ટેબલનું અંતિમ ચિત્ર પણ સ્પષ્ટ થઈ ગયું છે. આ સાથે, 9 એપ્રિલથી શરૂ થયેલી સીઝનનું પ્લેઓફ શેડ્યૂલ પણ નક્કી થઇ ચૂક્યુ છે.
પોઇન્ટ ટેબલમાં ટોચના ચાર સ્થાનો પ્લેઓફ માટે ક્વોલિફાય થાય છે. ચેન્નાઈ સુપર કિંગ્સ, દિલ્હી કેપિટલ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર, ત્રણેય ટીમો લીગની શરૂઆતથી જ ટોપ ફોરમાં રહી અને પ્લેઓફ માટે સરળતાથી ક્વોલિફાય થઈ ગઈ હતી. જો કે, કોલકાતા નાઈટ રાઈડર્સ, મુંબઈ ઈન્ડીયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે એક છેલ્લી જગ્યા માટે રેસ ચાલુ રહી હતી. ચોથી ટીમનું નામ જાણવા માટે ચાહકોને શુક્રવાર સુધી રાહ જોવી પડી હતી.
શુક્રવારની મેચ સુધી KKR ની ટીમ 14 પોઇન્ટ સાથે ચોથા સ્થાને હતી. મુંબઈ ઈન્ડીયન્સ માટે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે ઓછામાં ઓછા 171 રનથી જીત જરૂરી હતી. વિજયને કારણે, તેણીને 14 અંક પણ મળ્યા હોત અને વધુ સારા નેટ રનરેટ સાથે તે ચોથા સ્થાને પહોંચી હોત, જો કે આવું ન થયું.
બીજી બાજુ, આરસીબીએ દિલ્હી કેપિટલ્સને હરાવ્યું પરંતુ પોઈન્ટ ટેબલ પર તેની વધારે અસર થઈ નહીં. દિલ્હી કેપિટલ્સની ટીમ 14 મેચમાંથી 20 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. ચેન્નાઈ સુપર કિંગ્સ 14 મેચમાંથી 18 પોઈન્ટ સાથે બીજા સ્થાને છે. આરસીબીના પણ 18 પોઈન્ટ છે પરંતુ તેનો નેટ-રેટ ચેન્નાઈ કરતા ઓછો છે, તેથી તે ત્રીજા સ્થાને છે. બીજી તરફ, KKR 14 મેચમાંથી સાત જીત અને 14 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.
દિલ્હી કેપિટલ્સ: 14 મેચ, 10 જીત, 4 હાર, 18 પોઇન્ટ
ચેન્નાઈ સુપર કિંગ્સ: 14 મેચ, 9 જીત, 5 હાર, 18 પોઈન્ટ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર: 14 મેચ, 9 જીત, 5 હાર, 18 પોઇન્ટ
કોલકાતા નાઈટ રાઈડર્સ: 14 મેચ, 7 જીત, 7 હાર, 14 પોઈન્ટ
મુંબઈ ઈન્ડીયન્સ: 14 મેચ, 7 જીત, 7 હાર, 14 પોઈન્ટ
પંજાબ કિંગ્સ: 14 મેચ, 6 જીત, 8 હાર, 12 પોઇન્ટ
રાજસ્થાન રોયલ્સ: 14 મેચ, 5 જીત, 9 હાર, 10 પોઇન્ટ
સનરાઇઝર્સ હૈદરાબાદ: 14 મેચ, 2 જીત, 11 હાર, 4 પોઇન્ટ
શિડ્યૂલ મુજબ, દિલ્હી અને ચેન્નાઈની ટીમો પ્રથમ ક્વોલિફાયર રમશે, જેનો વિજેતા સીધો ફાઇનલમાં જશે. બીજી બાજુ, KKR અને RCB એક એલિમિનેટર મેચ રમશે જેમાં હારનાર લીગમાંથી બહાર થઈ જશે. વિજેતા બીજા ક્વોલિફાયરમાં પ્રથમ ક્વોલિફાયરની હારનાર ટીમનો સામનો કરશે. આ રીતે લીગને બે ફાઇનાલિસ્ટ મળશે.
પ્રથમ ક્વોલિફાયર: દિલ્હી કેપિટલ્સ vs ચેન્નઈ સુપર કિંગ્સ – 07:30 PM – 10 ઓક્ટોબર
એલિમિનેટર મેચ: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર vs કોલકાતા નાઈટ રાઈડર્સ – 07:30 PM – 11 ઓક્ટોબર
બીજી ક્વોલિફાયર: 07:30 PM – 13 ઓક્ટોબર
ફાઇનલ મેચ: 07:30 PM – 15 ઓક્ટોબર