IPL 2021 ને લઇને ફ્રેન્ચાઇઝીઓ બીજા હાલ્ફની તૈયારીઓને પૂરજોશમાં કરી રહ્યા છે. પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમે આ દરમ્યાન ઓસ્ટ્રેલિયા (Australia) ના ઝડપી બોલર નાથન એલિસ (Nathan Ellis) ને પોતાની સાથે સામેલ કરી લીધો છે. ઓસ્ટ્રેલિયન ઝડપી બોલરને પંજાબ કિંગ્સે પોતાની સાથે સમાવતા જ ચહલ પહલ મચી જવા પામી છે. પંજાબ કિંગ્સે સાઇન કરેલા એલિસને હજુ એક દિવસ પહેલા જ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ T20વિશ્વકપ (ICC T20 World Cup 2021)ની ટીમમાં સામેલ કર્યો છે.
નાથન એલિસે તાજેતરમાં જ બાંગ્લાદેશમાં જબરદસ્ત હેટ્રીક મેળવી હતી. એલિસે બાંગ્લાદેશ સામે T20આંતરાષ્ટ્રીય મેચ માં ડેબ્યૂ કરવા દરમ્યાન જ તેણે આ સિદ્ધી હાંસલ કરી હતી. તેની આ સિદ્ધીને ચોતરફ ચર્ચાઓ છવાયેલી છે, એ દરમ્યાન જ પંજાબ કિંગ્સે તેને પોતાની ટીમમાં સમાવી લીધો છે.
એલિસને ટીમમાં સામેલ કરવાની વાતનુ પુષ્ટી પંજાબ કિંગ્સના CEO સતિષ મેનને કરી હતી. એક મીડિયા રિપોર્ટસનુસાર તેઓએ આ વાતનો એકરાર કર્યો હતો. તેઓએ કહ્યુ હતુ કે, અમે ગઇકાલ સુધી ઝાય રિચાર્ડસન અને રિલે મેરિડિથની ફીટનેસને લઇને જાણકારી નહોતા ધરાવતા. તેઓ IPL નો હિસ્સો થઇ શકે એમ નથી, એવી વાતની ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની પ્રેસ કોન્ફર્ન્સ બાદ જાણકારી મળી હતી.
સીઇઓ મેનને આગળ પણ કહ્યુ હતુ કે, અમે એલિસને રિપ્લેસમેન્ટના રુપમાં સાઇન કર્યો છે. એકાદ બે દિવસમાં બીજા રિપ્લેસમેન્ટનુ એલાન કરીશું. અમે કેટલાક ખેલાડીઓની સાથે વાતચીત કરી રહ્યા છીએ. હેડ કોચ અનિલ કુંબલે ઝડપ થી તેને આખરી ઓપ આપશે. IPL ની ત્રણ ફેન્ચાઇઝીઓ દ્વારા એલિસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જેના બાદ પંજાબ સાથે ડિલ નક્કી થઇ હતી. આશ્વર્યની વાત એ છે કે, IPL 2021 ની સિઝનના ઓક્શનમાં એલિસને કોઇે ખરીદ કર્યો નહોતો.
એલિસેએ ગત છઠ્ઠી ઓગષ્ટે ઢાકામાં બાંગ્લાદેશ સામે T20આંતરરાષ્ટ્રીય ડેબ્યૂ કર્યુ હતુ. એલિસે ઇનીંગની અંતિમ ઓવરની અંતિમ ત્રણ બોલ પર હેટ્રિક ઝડપી હતી. આ સાથે જ આંતરરાષ્ટ્રીય T20ડેબ્યૂ મેચમાં હેટ્રિક લેનાર પ્રથમ ક્રિકેટર બની ગયો હતો. તે T20આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં હેટ્રિક લેનારો ત્રીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી છે. તેના પહેલા બ્રેટ લી અને એશટન એગર આ ઉપલબ્ધી હાંસલ કરી ચુક્યા છે.
આ કારણ થી જ એલિસને T20વિશ્વકપ ટીમમાં સ્થાન મળ્યુ છે. તે ત્રણ રિઝર્વ ખેલાડીઓ પૈકી એક છે. જેને કોઇ ખેલાડી બહાર થવાની સ્થિતીમાં મુખ્ય સ્ક્વોડમાં સ્થાન મળી શકશે. આમ હવે તેની વિશેષ ઉપલ્બધી બાદ આઇપએલ ફેન્ચાઇઝીઓ તુરત જ તેની પર નજર તાકવા લાગી હતી. જેમાં પંજાબ કિંગ્સે બાજી મારી લીધી હતી.