IPL 2021: હાર્દિક પંડ્યાને મેદાને ઉતારવા ને લઇને મુંબઇ ઇન્ડીયન્સના કોચે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે રમશે હાર્દિક

|

Sep 25, 2021 | 8:26 PM

IPL 2021 ના બીજા તબક્કામાં મુંબઈ ઈન્ડિયન્સ (MI) અત્યાર સુધી બે મેચ રમી ચૂકી છે અને હાર્દિક પંડ્યા (Hardik Pandya) બંને મેચમાં ઉતર્યો નથી. આ કારણે તેની ફિટનેસ પર સવાલો ઉઠી રહ્યા છે.

IPL 2021: હાર્દિક પંડ્યાને મેદાને ઉતારવા ને લઇને મુંબઇ ઇન્ડીયન્સના કોચે કર્યો મોટો ખુલાસો, જાણો ક્યારે રમશે હાર્દિક
Krunal Pandya-Hardik Pandya

Follow us on

મુંબઈ ઈન્ડીયન્સ (Mumbai Indians) ના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા (Hardik Pandya) ની ફિટનેસ પર પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. જે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2021) ના બીજા તબક્કામાં સતત બે મેચમાં રમ્યો ન હતો. આગામી મહિનાથી રમાનાર T20 વર્લ્ડકપ (T20 World Cup) માં હાર્દિક ભારતીય ટીમ (Team India) નો ભાગ છે, પરંતુ તેની ફિટનેસને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. આઈપીએલના બીજા તબક્કામાં મુંબઈ ઈન્ડીયન્સે અત્યાર સુધીમાં બે મેચ રમી છે અને બંને મેચ હાર્દિકના મેદાન પર ઉતર્યો નથી.

જેને લઇ ત્યારથી ચર્ચા ચાલી રહી છે કે, હાર્દિક વર્લ્ડ કપ માટે સંપૂર્ણ રીતે ફિટ છે કે નહીં. મુંબઈ ઈન્ડીયન્સના મેંટર ઝાહિર ખાને હાર્દિકની ફિટનેસ વિશે એક મોટું અપડેટ આપ્યું છે.

ઝાહિર ખાનના જણાવ્યા અનુસાર, ટૂંક સમયમાં હાર્દિક પંડ્યા મેદાન પર જોવા મળશે. એટલે કે, રવિવારે હાર્દિક રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સામેની મેચમાં રમતા જોઇ શકાય છે. ઝાહિરે જેની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે હાર્દિકે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અમને આશા છે કે તે ફિટ છે અને આવતીકાલની મેચ માટે ઉપલબ્ધ રહી શકે છે. ઝાહિરે કહ્યું કે હાર્દિકે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે અને તેને આગામી મેચમાં રમતો જોઈ શકાય છે.

Tallest Building: તો આ છે અમદાવાદની સૌથી ઉંચી બિલ્ડિંગ ! જાણો કેટલા છે માળ
Moong dal : ફળગાવેલા મગમાં સોયાબીન આ રીતે મિક્સ કરીને ખાવો, લોહીનું લેવલ વધારશે
Phone Cover: અબજોપતિઓ કેમ નથી લગાવતા તેમના Phone પર કવર? કારણ જાણી ચોંકી જશો
આ એક કામ કરીને જલદી અમીર બની શકો છો તમે ! પ્રેમાનંદ મહારાજે જણાવી ટ્રિક
આજનું રાશિફળ તારીખ : 21-01-2025
Trump in Diamond : સુરતના વેપારીએ ડોનાલ્ડ ટ્રમ્પના ચહેરાવાળો હીરો બનાવ્યો, જુઓ Video

પ્રેક્ટિસ શરૂ કરી છે

આ પહેલા મુંબઈ ઈન્ડીયન્સના બોલિંગ કોચ શેન બોન્ડે કહ્યું હતું કે, ફ્રેન્ચાઈઝી ઓલરાઉન્ડર હાર્દિકના વર્કલોડનું મેનેજ કરતી વખતે ટીમ ઈન્ડીયાની જરૂરિયાતોનું પણ ધ્યાન રાખે છે. પીઠનુ ઓપરેશન કરાવ્યા બાદ હાર્દિક પંડ્યાએ ભાગ્યે જ બોલિંગ કરી છે. બોન્ડે કહ્યું હતું કે, ફ્રેન્ચાઇઝી ટીમ ભારતીય ટીમની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને હાર્દિકને મેદાનમાં ઉતારવા માટે ઉતાવળ બતાવશે નહીં.

હાર્દિક ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે

હાર્દિક હાલના સમયમાં ઈજાઓ સામે ઝઝૂમી રહ્યો છે. 2019 માં સર્જરી બાદ તે સંપૂર્ણપણે ફિટ નથી થઇ શક્યો. તેણે ટીમ ઇન્ડીયામાં વાપસી જરુર કરી છે. પરંતુ તે બોલિંગથી દૂર રહ્યો છે. તેણે ગયા વર્ષે આઈપીએલ દરમ્યાન બોલિંગ નહોતી કરી. જોકે, તેણે આ વર્ષે શ્રીલંકા પ્રવાસ પર બોલિંગ કરી હતી. પરંતુ તે લાંબા સ્પેલ કરવા માટે તૈયાર છે. જોકે આ અંગે હજુ સુધી પરિસ્થિતિ સ્પષ્ટ નથી.

હાર્દિક પંડ્યા IPL ની શરૂઆતથી મુંબઈ ઇન્ડીયન્સનો ભાગ છે. તેણે 2015 માં IPL માં ડેબ્યૂ કર્યું હતું. હાર્દિકે અત્યાર સુધીમાં 87 મેચ રમી છે અને તેણે 1401 રન બનાવવાની સાથે 42 વિકેટ ઝડપી છે.

 

આ પણ વાંચોઃ DC vs RR, IPL 2021: રાજસ્થાન સામે 33 રને શાનદાર વિજય સાથે દિલ્હી કેપિટલ્સ પ્લેઓફમાં નિશ્વીત!, સંજૂ સેમસનની કેપ્ટન ઇનીંગ એળે ગઇ

આ પણ વાંચોઃ Former cricketers : ભૂતપૂર્વ ક્રિકેટરોની મદદ માટે BCCI પણ આગળ આવ્યું, બોર્ડની આવી યોજના છે

 

Next Article