
ભારતીય ક્રિકેટ ટીમના યુવા સ્પિનર કુલદીપ યાદવ (Kuldeep Yadav) માટે છેલ્લો કેટલોક સમય સારો નથી નિવડ્યો. આ દરમ્યાન તે ટીમ ઇન્ડીયા (Team India) ની વન ડે, T20 અને ટેસ્ટ ટીમમાં પોતાનુ સ્થાન ગુમાવી ચુક્યો છે. જોકે તેને શ્રીલંકા પ્રવાસે (Sri Lanka Tour) જનારી બીજી ટીમમાં તેને સ્થાન મળ્યુ છે. જોકે તેને ત્યાં પહોંચી મેદાનમાં તેને કેટલી તક મળે છે, તેની કોઇ જ ગેરંટી નથી. IPLમાં તેની ટીમ KKR ની પ્લેયીંગ ઇલેવન થી બહાર ચાલી રહ્યો છે. હવે KKRની ટીમ પર રોષ ભેર કેટલાક આક્ષેપો ટીમ પર લગાવી દીધા છે.
કુલદીપનુ કહેવુ છે, કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) ની ટીમ IPL ને લઇને ગંભીર જણાતી નથી. સાથે જ કહ્યુ ટીમમાં થી ગૌતમ ગંભીર ગયા બાદ, તેને એવો સપોર્ટ ફરી થી મળ્યો નથી. કુલદીપ યાદવને 2019 અને 2020 ની સિઝનમાં KKR માટે તેને ખૂબ ઓછા મોકા મળ્યા છે. આ દરમ્યાન તેનુ પ્રદર્શન કંઇ ખાસ રહ્યુ નહોતુ. અગાઉ પણ કુલદીપ નિરાશા વ્યક્ત કરી ચુક્યો છે. પરંતુ આ વખતે તેનો મિજાજ ગુસ્સા વાળો છે.
મીડિયા રિપોર્ટ મુજબ કુલદીપ એ કહ્યુ, જ્યારે તમે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ને જોતા હોય, તો વિરાટ કોહલીની અંદર સારુ કરવાની અને ટીમને આગળ લઇ જવાની ભૂખ જોવા મળશે. જ્યારે ગૌતી ભાઇ (ગૌતમ ગંભીર) KKR માટે રમતા હતા, ત્યારે પણ તેમની આ જ માનસિકતા હતી કે, ટીમ જીતવી જોઇએ.
પછી મને લાગ્યુ કે, KKRને તેની ખોટ વર્તાઇ રહી હતી અને હવે તે એવી રીતે નથી વિચારી રહી. અથવા તો પછી તે આ ટૂર્નામેન્ટને ગંભીરતા થી નથી લઇ રહ્યા. અથવા હારવા પર પોતાની પદ્ધતી બદલવાના અંગે માત્ર વિચારી રહ્યા હતા. આ બાબતોનુ ખૂબ મહત્વ હોય છે.
આગળ વાત કરતા કહ્યુ હતુ, તમને ખરાબ લાગે છે, પરંતુ કશુ જ નથી કરી શકતા. તમે ફક્ત આકરી મહેનત કરી શકો છો અને કારણ પૂછી શકો છો. જ્યારે તમે બાબત પૂછો છો તો તમને કંઇક જ બતાવવામાં આવે છે. કદાચ હું જેવા સમર્થનની આશા KKR થી કરી રહ્યો હતો તે મને નથી મળ્યુ. જે પ્રકારનો ભરોસો ગૌતી ભાઇએ મારી પર દર્શાવ્યો હતો, કદાચ તે મને આ ટીમમાં નથી મળ્યો.
હાલમાં કુલદીપ ને શ્રીલંકા પ્રવાસ માટે પસંદ કરવામાં આવ્યો છે. તે આ પ્રવાસ દ્રારા એ ભરોસોમાં છે કે, તે મુખ્ય ટીમમાં પરત ફરી શકે. સાથે જ IPL માં KKR ની પ્લેયીંગ ઇલેવનમાં વાપસીની આશા પણ છે. કુલદીપને ભરોસો છે કે, જો તે આ સિરીઝમાં અથવા IPL 2021 ની આગળની મેચોમાં તકને ઝડપી લેશે. તે આ તક દ્રારા T20 વિશ્વકપ ના માટે પોતાની દાવેદારી નોંધાવી દેશે.
Published On - 9:26 am, Sun, 13 June 21