Gujarati News Sports Cricket news IPL 2021: Kolkata Knight Riders wicketkeeper Dinesh Karthik becomes wicketkeeper with the most catches in IPL, MS Dhoni is second
IPL 2021: ધોની પણ છૂટી ગયો પાછળ, કલકત્તા નાઇટ રાઇડર્સના દિનેશ કાર્તિકે પોતાના નામે કરી લીધો આ રેકોર્ડ, જાણો
મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) ની ગણતરી વિશ્વના મહાન વિકેટકીપર્સમાં થાય છે અને વિકેટ પાછળ તેની ચપળતાની ખૂબ પ્રશંસા કરવામાં આવી છે.
1 / 6
જ્યારથી મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એ ભારતીય ક્રિકેટમાં પગ મૂક્યો હતો, ત્યારથી તે સતત છવાયેલો રહ્યો છે. તેણે પોતાની બેટિંગ અને વિકેટકીપિંગ બંને સાથે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. તેમના કારણે ઘણા વિકેટકીપરોને ટીમ ઇન્ડીયા (Team India) માં તક મળી ન હતી. તેમાંથી એક દિનેશ કાર્તિક (Dinesh Karthik) છે. જોકે કાર્તિકે ટીમ ઇન્ડીયાની અંદર અને બહાર આવવ-જવાનું ચાલુ રાખ્યું હતુ. પરંતુ ધોનીએ વિકેટકીપર તરીકે પોતાનો પગ જમાવ્યો પછી, તે મોટાભાગે બેટ્સમેન તરીકે રમ્યો છે. પરંતુ ગુરુવારે એટલે કે 23 સપ્ટેમ્બરે કાર્તિકે વિકેટકીપિંગના મામલામાં ધોનીને પાછળ છોડી દીધો છે.
2 / 6
કાર્તિકે IPL 2021 ના બીજા તબક્કામાં મુંબઈ ઇન્ડીયન્સ સામે આ સિદ્ધિ હાંસલ કરી છે. આ મેચમાં જેવો દિનેશ કાર્તિકે પ્રસિદ્ધ કૃષ્ણાના બોલ પર સૂર્યકુમાર યાદવ (5) નો કેચ પકડ્યો, કે તેણે ધોનીને પાછળ છોડી દીધો હતો. તે IPL માં સૌથી વધુ કેચ પકડનાર વિકેટકીપર બની ગયો છે. આઈપીએલમાં વિકેટકીપર તરીકે કાર્તિકનો આ 115 મો કેચ હતો. કાર્તિકે 205 મેચોમાં આટલા શિકાર કર્યા છે. જ્યારે ધોનીએ 212 મેચમાં વિકેટકીપર તરીકે 114 કેચ પકડ્યા છે.
3 / 6
આ કિસ્સામાં તેઓ બંને પછી આવે છે, હાલમાં CSK નો હિસ્સો અને ભૂતપૂર્વ KKR વિકેટકીપર-બેટ્સમેન રોબિન ઉથપ્પા. જોકે, ઉથપ્પા આ બંનેથી ઘણો પાછળ છે. તેણે 189 મેચમાં વિકેટકીપર તરીકે 90 કેચ લીધા છે.
4 / 6
પાર્થિવ પટેલનું નામ ઉથપ્પાના પછી આ યાદીમાં આવે છે. પાર્થિવે IPL માં 139 મેચ રમી અને વિકેટકીપર તરીકે 81 કેચ ઝડપ્યા હતા. પાર્થિક CSK, મુંબઈ ઈન્ડીયન્સ, RCB, ડેક્કન ચાર્જર્સ, કોચી ટસ્કર્સ, સનરાઈઝર્સ તરફથી રમ્યો છે.
5 / 6
પાર્થિવ પછી સનરાઇઝર્સ હૈદરાબાદના રિદ્ધીમાન સાહા છે. સાહાએ 127 IPL મેચમાં વિકેટકીપર તરીકે 79 કેચ લીધા છે. તે IPL માં CSK, KKR, પંજાબ માટે પણ રમી ચૂક્યો છે.
6 / 6
દિનેશ કાર્તિકની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમે મુંબઇ ઇન્ડીયન્સ સામે જબરદસ્ત જીત મેળવી હતી. જોકે આ મેચમાં દિનેશ કાર્તિકનો બેટીંગ કરવાનો વારો આવ્યો જ નહોતો કારણ કે ટોપ ઓર્ડર્સે જ જીતનુ કામ પુરુ કરી લીધુ હતુ.
Published On - 11:32 pm, Thu, 23 September 21