IPL 2021: ધોની માટે કાંટા રુપ KKR ની આ ખાસ બાબત ! જ્યારે-જ્યારે કોલકાતા ફાઇનલમાં પહોંચ્યુ ત્યારે વિજેતા જ બન્યુ છે

|

Oct 14, 2021 | 12:49 PM

જોકે કોલકાતા નાઇટ રાઇડર્સે (Kolkata Knight Riders) ફાઇનલ જીતવી મતલબ ધોની (Dhoni) ની ચાલ થી બે ડગલા આગળ ચાલવુ પડશે.

IPL 2021: ધોની માટે કાંટા રુપ KKR ની આ ખાસ બાબત ! જ્યારે-જ્યારે કોલકાતા ફાઇનલમાં પહોંચ્યુ ત્યારે વિજેતા જ બન્યુ છે
Kolkata Knight Riders

Follow us on

IPL 2021 ની સિઝનની ફાઇનલ ચેન્નાઇ સુપર કિંગ્સ (Chennai Super Kings) અને કોલકાતા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders) વચ્ચે રમાનારી છે. કોલકાતા બીજા તબક્કામં જબરદસ્ત ફોર્મમાં જોવા મળી હતી. જેને લઇને ઇયોન મોર્ગન (Eoin Morgan) ની કેપ્ટનશિપ ધરાવતી ટીમ ફાઇનલમાં પ્રવેશ કરી શકી હતી. ટીમમાં રહેલા એક જૂસ્સાએ ટીમને આ ફરી એકવાર આ મુકામ સુધી પહોંચાડી દીધી છે. જોકે ઇતિહાસ પણ એમ કહે છે કે, ફાઇનલમાં પહોંચતુ કોલકાતા હજુ સુધી પરાસ્થ થયુ નતી.

આવતીકાલે શુક્રવારે ચેન્નાઇ અને કોલકાતા વચ્ચે મહાસંગ્રામ થશે. આ પહેલા ક્રિકેટ એક્સપર્ટ આગાહીઓ કરવા લાગ્યા છે. આંકડા ગુરુઓ પણ ગણિત માંડવા લાગ્યા છે. જે મુજબ એક બાબત એ ઉડીને આંખે વળગી રહી છે કે, કોલાકાતા તેનો અગાઉનો ક્રમ જાળવી રાખશે કે કેમ. કારણ કે કોલાકાતાની ટીમ ફાઇનલમાં પહોંચ્યા બાદ ટ્રોફી પોતાના હાથમાં જ રાખે છે. એટલે કે કોલકાતાની ટીમ રનર્સ અપ બની શકી નથી.

વર્ષ 2012 અને 2014 એમ બે વાર કોલકાતા આઇપીએલ ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યુ હતુ. જે બંને ફાઇનલ મેચને તેણે જીતી લીધી હતી. આમ બે વારની આઇપીએલ વિજેતા કોલકાતા ની ટીમ બે વાર ફાઇનલમાં પહોંચી હતી. જે બંને વાર જીત પોતાના નામે લખી હતી. વર્ષ 2012 માં ધોનીની ટીમ ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવ્યુ હતુ.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

પ્રથમ વારની ટ્રોફી KKR એ ધોની (MS Dhoni) ની ટીમને હરાવીને પોતાના હાથો વડે ઉંચકી હતી. ચેન્નાઇ સામે કોલકાતાએ 5 વિકેટે ફાઇનલમાં વિજય મેળવ્યો હતો. ત્યાર બાદ વર્ષ 2014 માં કોલકાતા ફરી એકવાર ફાઇનલમાં પહોંચ્યુ હતુ. જેમાં તેણે પંજાબ કિંગ્સને 3 વિકેટ થી હરાવીને આઇપીએલ ટાઇટલ જીત્યુ હતુ.

6 વાર પ્લેઓફની સફર

અત્યાર સુધીમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ 6 વખત પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. આ વખતે પણ ખૂબ જ રોમાંચક સ્થિતી વચ્ચે કોલકાતાએ અંતિમ ચારમાં સ્થાન મેળવ્યુ હતુ. તેણે જીતના પોઇન્ટના બદલે નેટ રન રેટના આધારે ચોથા સ્થાન પર રહી પ્લેઓફમાં જગ્યા મેળવી હતી. આઇપીએલની સફર શરુ કર્યાની ચોથી સિઝનમા એટલે કે વર્ષ 2011 માં કોલકાતા પ્રથમ વાર પ્લેઓફમાં પહોંચ્યુ હતુ. પ્રથમ સિઝનમાં છઠ્ઠા, બીજી સિઝનમાં આઠમા અને ત્રીજી સિઝનમાં ફરી છઠ્ઠા સ્થાને રહ્યુ હતુ. જોકે 2011 માં તે એલિમિનેટર મેચ રમીને બહાર થયુ હતુ.

તેના આગળના વર્ષે તેણે જૂસ્સો જાળવી રાખીને ટાઇટલ પ્રથમ વાર પોતાના હાથોમાં મેળવ્યુ હતુ. વર્ષ 2013 માં ટીમ 7 માં સ્થાને પછડાટ ખાધી હતી. પરંતુ 2014 માં ફરી એકવાર ટીમે ફરી એકવાર બાજી પોતાના નામે જીતી લીધી હતી. વર્ષ 2014 ની સિઝનને પણ કોલકાતા જીતી લેવામાં સફળ રહ્યુ હતુ. જોકે ત્યાર બાદ વર્ષ 2016 માં એલિમિનેટર તેમજ 2017 અને 2018માં ક્વોલિફાયર 2 માં સ્થાન મેળવ્યુ હતુ. પરંતુ સફર અહી જ ખતમ થઇ ગઇ હતી.

જીત મતલબ ધોનીની ચાલ થી આગળ ચાલવુ

આમ 2018 બાદ ફરી એકવાર 2021 માં કોલકાતાની ટીમ પ્લેઓફમાં પહોંચવામાં સફળ રહી છે. હવે ટીમ 2014 બાદ ફરી એકવાર ચેમ્પિયન બનવા માટે થનગનાટ કરી રહી છે. પરંતુ તેનો રાહ આસાન નથી. આ માટે સિઝનમાં શરુઆત થી ફુલ ફોર્મમાં રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સને હરાવવી પડશે. આ માટે ધોનીના મજબૂત મનોબળ થી બે ડગ આગળની ચાલ ચાલવી પડશે. કારણ કે ધોની અને તેની ટીમ ચેન્નાઇ સિઝનમાં બાહુબલી તરીકે ઉભરી છે. તો વળી 14 માંથી 13 સિઝનમાં પ્લેઓફમાં પહોંચનારી ટીમ છે.

 

આ પણ વાંચોઃ T20 World Cup 2021: અક્ષર પટેલનુ કેમ કપાઇ ગયુ પત્તુ ? ટીમ ઇન્ડીયામાં કયા સમિકરણોએ પસંદગી બાદ બતાવ્યો બહારનો રસ્તો, જાણો

આ પણ વાંચોઃ IPL 2021: આસાન જીત કેમ કોલકાતા માટે મુશ્કેલ બની ગઇ ? લાગલગાટ 5 બેટ્સમેનોના ખાતામાં માત્ર ‘શૂન્ય’ જ નોંધાયા!

Next Article