IPL 2021: ટૂર્નામેન્ટની ફાઇનલને લઇને ICC ને BCCI સાથે વાંધો, કહ્યુ આ સમસ્યાઓ IPLમાં સર્જાઈ શકે છે

|

Jun 09, 2021 | 11:27 AM

અગાઉ જાણકારી આવી હતી, BCCI દશેરા (Dussehra) ના તહેવારે ફાઇનલ મેચ રમાડવા ઇચ્છે છે. BCCI એ મુજબ તૈયારીઓ પણ કરવાની કવાયતમાં હતુ. પરંતુ ICCસી એ ફાંસ મારી દીધી છે.

IPL 2021: ટૂર્નામેન્ટની ફાઇનલને લઇને ICC ને BCCI સાથે વાંધો, કહ્યુ આ સમસ્યાઓ IPLમાં સર્જાઈ શકે છે
ICC Trophy

Follow us on

IPL 2021 ની આગળની મેચોના આયોજનને UAEમાં ખસેડવામાં આવ્યુ છે. પરંતુ હવે UAE માં પણ આયોજનની તારીખોને લઇને સંકટ પેદા થયુ છે. અગાઉ જાણકારી આવી હતી, BCCI દશેરા (Dussehra) ના તહેવારે ફાઇનલ મેચ રમાડવા ઇચ્છે છે. BCCI એ મુજબ તૈયારીઓ પણ કરવાની કવાયતમાં હતુ. પરંતુ ICC  એ ફાંસ મારી દીધી છે. ICCએ ફાઇનલ મેચ ને પાંચ દિવસ પહેલા જ સમેટી લેવા માટે કહી રહ્યુ છે.

મીડિયા રિપોર્ટસ મુજબ, પહેલા 15 ઓક્ટોબરે BCCI એ ફાઇનલ મેચ રમાડવા માટે મન બનાવી લીધુ હતુ. તો હવે જાણકારી આવી રહી છે કે, IPL 2021 ની ફાઇનલ મેચ ને 10 ઓક્ટોબર સુધીમાં સમાપ્ત કરી લેવી પડશે. ત્યાર બાદની આગળ કોઇ તારીખ ICC ને ફીટ બેસતી નથી. BCCI એ બાકી રહેલી 31 મેચોને લઇને ગત માસના અંતમાં જ આયોજન UAE ખસેડ્યાની જાહેરાત કરી હતી.

BCCI એ 31 મેચોના આયોજન માટે સપ્ટેમ્બર-ઓક્ટોબર માસ દરમ્યાન IPLની બાકી મેચોને રમાડવાનુ પણ કહ્યુ હતુ. દરમ્યાન ICCને જણાવ્યુ હતુ કે, T20 વિશ્વકપના ભારતમાં આયોજન માટે જૂન માસના અંત સુધીમાં નિર્ણય લેવાનુ કહ્યુ હતુ. BCCI હાલમાં બાકી 31 મેચોને થોડાક વધારે સમય સાથે આયોજીત કરવા ઇચ્છે છે. જેથી ડબલ હેડર મેચ ને ઘટાડી શકાય.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

આ માટે બોર્ડના ઉચ્ચ અધિકારીઓ એ UAEમાં ICC ના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી. સાથએ જ પાછળના 10 દિવસ દરમ્યાન વિશ્વના અનેક દેશો સાથે પણ વાતચીત કરી હતી. જોકે ICCના સુત્રો ને આધારે મીડિયા રિપોર્ટ્સ બતાવે છે કે, તે વાતની સંભાવના નથી કે, IPL ના તબક્કા માટેનો સમય 10 ઓક્ટોબર થી વધારે કરી શકાય.

વિદેશી બોર્ડ પરવાનગીની પણ સમસ્યા

રિપોર્ટ મુજબ આગળ કહ્યુ કે, T20 વિશ્વકપની શરુઆત 18 ઓક્ટોબર થી થઇ શકે છે. તેવામાં તે કેવી રીતે સંભવ છે કે, IPL 2021 નુ આયોજન 15 ઓક્ટોબર સુધી કરાય. ICC આ પ્રકારની મંજૂરી ક્યારેય ના આપી શકે.

આ ઉપરાંત ICC T20 વિશ્વકપ 2021 માં હિસ્સો લેનારી ટીમ પોતાના ખેલાડીઓને 15 ઓક્ટોબર સુધી IPLમાં રહેવા માટે કેવી રીતે પરવાનગી આપી શકે. અમને લાગે છે કે, BCCI IPL 2021 ના આયોજનને 10 ઓક્ટોબર થી આગળ નહી લઇ જાય.

Next Article