IPL 2021: હૈદરાબાદે અંતિમ મેચમાં કેપ્ટન બદલ્યો, વિલિયમસનના બદેલ મનિષ નિભાવશે આગેવાની, જાણો પ્લેયીંગ ઇલેવન

|

Oct 08, 2021 | 7:35 PM

SRH ની ટીમ IPL 2021 પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે. આ સાથે જ મુંબઈ ઇન્ડીયન્સ (Mumbai Indians) છઠ્ઠા નંબરે છે. ટોસ દરમ્યાન બંને કેપ્ટને પોતપોતાની પ્લેઇંગ ઇલેવન આપી છે.

IPL 2021: હૈદરાબાદે અંતિમ મેચમાં કેપ્ટન બદલ્યો, વિલિયમસનના બદેલ મનિષ નિભાવશે આગેવાની, જાણો પ્લેયીંગ ઇલેવન
Rohit Sharma-Manish Pandey

Follow us on

પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડીયન્સ (MI) અબુધાબીમાં સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH) સામે ટકરાઇ રહી છે. બંને ટીમો લગભગ પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે. SRH ની ટીમ IPL 2021 પોઈન્ટ ટેબલમાં છેલ્લા ક્રમે છે. આ સાથે જ મુંબઈ ઇન્ડીયન્સ છઠ્ઠા નંબરે છે. IPL 2021 ના ​​બીજા તબક્કામાં UAE માં મુંબઈની ટીમનું પ્રદર્શન નિરાશાજનક હતું.

શેખ ઝાયેદ સ્ટેડિયમમાં રમાઈ રહેલી આજની મેચમાં મુંબઈ ઈન્ડીયન્સના કેપ્ટન રોહિત શર્મા (Rohit Sharma) એ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ટોસ દરમિયાન બંને કેપ્ટને પોતપોતાની પ્લેઇંગ ઇલેવન આપી છે.

સનરાઇઝર્સ હૈદરાબાદ (Sunrisers Hyderabad) નવા કેપ્ટન સાથે ઉતર્યું છે. આજની મેચમાં કેન વિલિયમ્સન (Kane Williamson) ની જગ્યાએ મનીષ પાંડે ( Manish Pandey) ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. આ સાથે જ મુંબઈ ઈન્ડીયન્સમાં પણ પરિવર્તન આવ્યું છે. પિયુષ ચાવલાનું ડેબ્યુ આજે મુંબઈ ઈન્ડીયન્સ માટે થઈ રહ્યું છે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

ચાવલાની IPL કારકિર્દી

પિયુષ ચાવલા મુંબઈ પહેલા પંજાબ કિંગ્સ, કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમી ચૂક્યો છે. આઈપીએલમાં અત્યાર સુધી તેણે 164 મેચ રમી છે અને 156 વિકેટ લીધી છે. નાઈટ રાઈડર્સે 2019 ની સીઝન બાદ તેને રિલીઝ કર્યો. ત્યારબાદ CSK એ તેને 6.75 કરોડમાં ખરીદ્યો. તેણે 13 મી સિઝનમાં રમેલી 7 મેચમાં 6 વિકેટ લીધી હતી. 2021 ની હરાજીમાં મુંબઈ ઈન્ડીયન્સે તેને 2.4 કરોડ રૂપિયામાં ઉમેર્યો હતો.

જો મુંબઈને પ્લેઓફમાં જવા માટે KKR ને પાછળ છોડી દેવું હોય તો તેણે હૈદરાબાદ સામે ઓછામાં ઓછા 170 રનથી જીત નોંધાવવી પડશે. તે હાલમાં 12 પોઇન્ટ સાથે છઠ્ઠા સ્થાને છે.

IPL 2021 ના ​​પહેલા તબક્કામાં જ્યારે આ બંને ટીમો સામસામે આવી ત્યારે રોહિત શર્માની મુંબઈ ઈન્ડીયન્સે વિજયનો ઝંડો લહેરાવ્યો હતો. મુંબઈએ પ્રથમ રમતી વખતે 20 ઓવરમાં 150 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદની ટીમ માત્ર 137 રન બનાવી શકી હતી.

બન્ને ટીમોની પ્લેઇંગ ઇલેવન

મુંબઈ ઈન્ડીયન્સ: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કૃણાલ પંડ્યા, હાર્દિક પંડ્યા, કિરોન પોલાર્ડ, જેમ્સ નીશમ, નાથન કુલ્ટર-નાઈલ, પિયુષ ચાવલા, ટ્રેન્ટ બોલ્ટ, જસપ્રીત બુમરાહ.

સનરાઇઝર્સ હૈદરાબાદ: મનીષ પાંડે (કેપ્ટન), જેસન રોય, રિદ્ધિમાન સાહા, પ્રિયમ ગર્ગ, અભિષેક શર્મા, અબ્દુલ સમદ, જેસન હોલ્ડર, રશીદ ખાન, મોહમ્મદ નબી, સિદ્ધાર્થ કૌલ, ઉમરાન મલિક.

 

 

આ પણ વાંચોઃ IPL 2021: ધોની રન બનાવવામાં કેમ રહ્યો ફ્લોપ, રન બનાવવા ભૂલી ગયો કે પછી છ વર્ષ જૂની બિમારી ફરી લાગુ પડી ગઇ !

આ પણ વાંચોઃ IPL 2021: વિરાટ કોહલી આજે બે મોટા રેકોર્ડ નોંધાવી શકે છે, બેટ ધમાકેદાર ચાલ્યુ તો T20 ક્રિકેટમાં તે આ ખાસ મુકામ હાંસલ કરશે

 

Published On - 7:30 pm, Fri, 8 October 21

Next Article