ભારતીય ટીમ (Team India) ટી20 વિશ્વકપ (T20 World Cup) માં પાકિસ્તાન (Pakistan) સામેની મેચ થી અભિયાનની શરુઆત કરશે. BCCI દ્વારા ટી20 વિશ્વકપનુ આયોજન યુએઇ અને દુબઇમાં યોજવામાં આવ્યુ છે. આ ભારતીય ટીમ અભિયાન શરુ કરે એ પહેલા હાર્દિક પંડ્યાને લઇને મીડિયા રિપોર્ટસમાં ખાસ જાણકારી સામે આવી રહી છે. હાર્દિક પંડ્યા (Hardik Pandya) બોલીંગ નહી કરી શકવાને લઇને અનેક સવાલો થઇ રહ્યા છે. ત્યારે તેને લઇ આવેલી જાણકારી મહત્વની છે.
હાર્દિક પંડ્યા ટીમ ઇન્ડીયાનો મહત્વનો હિસ્સો અત્યાર સુધી રહ્યો છે. હાર્દિક પંડ્યાની ફિટનેસને લઇને સમસ્યા વર્તાઇ રહી છે. તે નિયમીત અને પૂરા સ્પેલની બોલીંગ કરી શકતો નથી. તેણે હાલમાં રમાયેલી મુંબઇ ઇન્ડીયન્સની ટીમ વતી પણ બોલીંગ કરી નહોતી. વળી વર્ષ 2020 ની સિઝનમાં પણ તે બોલીંગ થી દૂર રહ્યો હતો. તો હવે તેના ટી20 વિશ્વકપમાં પણ બોલીંગ કરવાની શક્યતા નથી. તેની પાછળનુ કારણ તેની ફિટનેસ માનવામાં આવે છે.
જોકે હાલમાં એક મીડિયા રિપોર્ટસ મુજબ હાર્દિક પંડ્યાને હવે મેચ ફિનીશ કરવાની જવાબદારી આપવામાં આવી છે. હાર્દિક હવે મેચ ફિનીશર તરીકેની જવાબદારી નિભાવશે. આમ તે હવે બોલીંગ કરવાની જવાબદારીમાંથી સંપૂર્ણ રીતે મુક્ત રહેશે અને બેટ વડે ટીમના માટે મહત્વની ભૂમિકા ભજવશે.
ટીમ ઇન્ડીયાના સૂત્ર દ્વારા મીડિયા રિપોર્ટમાં કહ્યુ છે કે, હાર્દિક પંડ્યા હજુ પણ બોલીંગ કરવા માટે 100 ટકા ફીટ નથી. આ માટે તેને બેટ વડે ફિનીશીંગનો રોલ આપવામાં આવ્યો છે. અમે તેની ફિટનેસનુ સતત નિરીક્ષણ કરી રહ્યા છીએ, આ દરમ્યાન ટીમમાં એક બેટ્સમેનના રુપમાં જોવામાં આવી રહ્યો છે. જે આવીને મેચને ફિનીશ કરશે, જેમ એમએસ ધોની (MS Dhoni) એ આટલા વર્ષો સુધી કર્યો છે.
આગળ પણ કહ્યુ હતુ કે, હાર્દિક પંડ્યા એક એવો પ્લેયર છે, જે પોતાના તરફ થી 100 ટકા આપે છે અને પૂરા સમર્પણ સાથે રમે છે. આ માટે અમે તેની બોલીંગ પર સતત કામ કરી રહ્યા છીએ. આમ હાર્દિક પંડ્યા હવે વિશ્વકપ દરમ્યાન ધોની (Dhoni) ની ખોટ પૂરતી રમત રમતો જોવા મળી શકે છે તેવી આશા રિપોર્ટ પર થી વર્તાઇ છે.