
2018 માં, સનરાઇઝર્સ હૈદરાબાદ પાસે ડેવિડ વોર્નર નહોતો, પરંતુ ટીમ ફાઇનલમાં પહોંચી હતી. અહીં ફરી એકવાર ધવને મહત્વની ભૂમિકા ભજવી હતી. આ સિઝનમાં, ધવનના બેટે 16 મેચમાં 497 રન બનાવ્યા હતા, તે પણ ચાર અડધી સદીની મદદથી. ધવને આ સિઝનમાં 38.23 ની સરેરાશથી રન બનાવ્યા હતા.

2019 એ વર્ષ હતું જ્યારે ધવનની ટીમ બદલાઈ. સનરાઇઝર્સે ધવનને દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals) ને ટ્રેડ કર્યો હતો. નવી ટીમ જરુર હતી પરંતુ ધવનના બેટનો જાદુ જૂનો હતો. દિલ્હીએ શાનદાર રમત બતાવીને લાંબા સમય બાદ પ્લેઓફમાં સ્થાન મેળવ્યું હતું. ધવને આ સિઝનમાં 16 મેચમાં 521 રન બનાવ્યા હતા. તેના બેટમાંથી પાંચ અર્ધસદી નિકળી હતી

2020 માં દિલ્હીએ પ્રથમ વખત IPL ની ફાઇનલ રમી હતી. અલબત્ત, તે ફાઇનલમાં મુંબઇ ઇન્ડીયન્સ (Mumbai Indians) સામે હારી ગઇ હતી. પરંતુ ધવનનું બેટ હજુ પણ ત્યાં હતું. ડાબા હાથના બેટ્સમેને 17 મેચમાં 44.14 ની સરેરાશથી 618 રન બનાવ્યા હતા. આ સિઝનમાં ધવનના બેટે પણ બે સદી ફટકારી હતી. આ સિવાય તેણે ચાર અડધી સદી પણ ફટકારી હતી.

IPL 2021 નો બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. ધવન આ વખતે પણ ઓરેન્જ કેપની રેસમાં આગળ છે. આ સિઝનમાં અત્યાર સુધી રમાયેલી માત્ર નવ મેચોમાં ધવને 400 રનનો આંકડો પાર કર્યો છે. ધવને 422 રન બનાવ્યા છે. જેમાં ત્રણ અડધી સદી સામેલ છે. હજુ સિઝન બાકી છે અને દિલ્હીને વધુ છ મેચ રમવાની છે. જોવાનું રહેશે કે ધવન આ વખતે ઓરેન્જ કેપ મેળવી લેશે કે નહીં.