IPL 2021: અંતિમ ઓવરનો ‘કિંગ’ કહેવાય છે ધોની, પોલાર્ડ, ડિવિલીયર્સ પણ તેના થી આ બાબતમાં છે ખૂબ પાછળ, જાણો રેકોર્ડ

|

Oct 01, 2021 | 12:25 PM

SRH સામે છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને, ધોની (Dhoni) એ પોતાના અંદાજમાં મેચ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) જીતી હતી. આઈપીએલમાં ધોનીએ છેલ્લી ઓવરમાં ધમાલ મચાવી દીધી હતી.

1 / 6
મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni) એક એવો ખેલાડી છે, જે મેદાનમાં સિંગલ પણ લે છે, તો પણ કદાચ કોઇક રેકોર્ડ બની જાય છે. જો આપણે સિક્સરના રેકોર્ડની વાત કરીએ, તો તે લગભગ અશક્ય છે કે ધોનીનું નામ આ લિસ્ટમાં ન આવે. IPL 2021 માં સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) સામે રમાયેલી મેચમાં ચેન્નાઇ સુપર કિંગ્સ (CSK) ના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઇનિંગ્સની અંતિમ સિક્સ ફટકારી હતી. આ પછી એક આંકડો બહાર આવ્યો, જે છેલ્લી ઓવરમાં ધોની કેટલો ખતરનાક બને છે તે કહેવા માટે પૂરતો છે.

2 / 6
ધોનીએ SRH સામે છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને CSK ના નામે પોતાના અંદાજમાં કરી હતી. આઈપીએલના ઈતિહાસમાં મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ વખત મેચની છેલ્લી સિક્સર ફટકારી છે. ધોની 20 મી ઓવરમાં સૌથી વધુ સિક્સર ફટકારનાર બેટ્સમેન છે. તેણે ઇનિંગની છેલ્લી ઓવરમાં કુલ 49 સિક્સર ફટકારી છે. આ પોતાના માટે એક મોટો રેકોર્ડ છે.

3 / 6
ધોની બાદ આઈપીએલમાં મેચની છેલ્લી સિક્સર ફટકારવાનો રેકોર્ડ મુંબઈ ઈન્ડીયન્સના તોફાની બેટ્સમેન કિયરોન પોલાર્ડના નામે છે. પોલાર્ડે આ કમાલ 36 વખત કર્યો છે. આઈપીએલના ઈતિહાસમાં ધોની બાદ પોલાર્ડે સૌથી વધુ વખત મેચની છેલ્લી ઓવરમાં છગ્ગા ફટકાર્યા છે. પોલાર્ડે ઇનિંગની 18 મી ઓવરમાં કુલ 36 સિક્સર ફટકારી છે.

4 / 6
મહેન્દ્ર સિંહ ધોની ફરી એક વખત ત્રીજા નંબરે છે. ધોનીએ ઇનિંગની 18 મી ઓવરમાં 35 સિક્સર ફટકારી છે. આનો અર્થ એ થયો કે ધોનીએ 18 મી ઓવરમાં છગ્ગા ફટકાર્યા બાદ મેચમાં અન્ય કોઈ છગ્ગો ફટકાર્યો નથી.

5 / 6
ધોની બાદ એબી ડી વિલિયર્સ આ બાબતમાં વિશ્વનો શાનદાર બેટ્સમેન ચોથા નંબરે છે. ડી વિલિયર્સે અત્યાર સુધી 19 મી ઓવરમાં 35 સિક્સર ફટકારી છે. આનો અર્થ એ થયો કે 19 મી ઓવરમાં ડી વિલિયર્સે ફટકારેલા છગ્ગા મેચનો અંતિમ છગ્ગો સાબિત થયો છે.

6 / 6
સનરાઇઝર્સ હૈદરાબાદ ની ટીમે ચેન્નાઇ સુપર કિંગ્સ સામે 135 રનનો પડકાર રાખ્યો હતો. જેને અંતિમ 2 બોલ બાકી રહેતા ધોનીની સિક્સર સાથે ચેન્નાઇએ હાંસલ કરી લીધો હતો. ધોની 11 બોલમાં 14 રન કરીને અણનમ રહ્યો હતો. જે ઇનીંગમાં તેણે એક ચોગ્ગો અને એક છગ્ગો લગાવ્યો હતો.

Next Photo Gallery