IPL 2021: આગામી સિઝન ધોની રમશે કે નહી ? ચેમ્પિયન બન્યા બાદ ઇશારા ઇશારામાં કહી આ વાત

|

Oct 16, 2021 | 9:02 AM

શું 40 વર્ષની ઉંમર વટાવી ચૂકેલો ધોની IPL ની આગામી સિઝનમાં રમશે? ચાહકોને લગતા આ સવાલ અંગે ધોની (Dhoni) એ એક મોટો ઇશારો કર્યો છે.

IPL 2021: આગામી સિઝન ધોની રમશે કે નહી ? ચેમ્પિયન બન્યા બાદ ઇશારા ઇશારામાં કહી આ વાત
MS Dhoni

Follow us on

ચેન્નાઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) IPL ની નવી ચેમ્પિયન બની છે. તેણે આઈપીએલ 2021 નો ખિતાબ જીત્યો છે. CSK એ ચોથી વખત આ ખિતાબ જીત્યો છે. આ રીતે તેણે ટુર્નામેન્ટની બીજી સૌથી સફળ ટીમનો ટેગ પોતાની સાથે રાખ્યો છે. ચેન્નાઈની આ બધી સફળતા પાછળ એક જ નામ છે – મહેન્દ્ર સિંહ ધોની (MS Dhoni),જે વિશ્વભરના ક્રિકેટ ચાહકો માટે ચેન્નાઈ સુપર કિંગ્સને પસંદ કરવાનું એક મોટું કારણ પણ છે.

ચોથી વખત CSK ને ચેમ્પિયન બનાવ્યા બાદ ધોની IPL જીતનાર સૌથી વૃદ્ધ કેપ્ટન પણ બની ગયો છે. આવી સ્થિતિમાં, હવે દરેકના મનમાં પ્રશ્ન એ છે કે શું 40 વર્ષની ઉંમર વટાવી ચૂકેલો ધોની IPL ની આગામી સિઝન રમશે? ચાહકોને લગતા આ સવાલ અંગે ધોની (Dhoni) એ એક મોટો ઇશારો કર્યો છે.

દુબઈમાં KKR સામે 27 રને અંતિમ મેચ જીત્યા બાદ, ધોનીએ જે કહ્યું તેના તાર સીધા ચાહકો સાથે જોડાય છે. એમએસ ધોનીએ પોસ્ટ મેચ પ્રેઝન્ટેશનમાં છેલ્લા શબ્દો એવા હતા, જે તેમના ચાહકો સાંભળવા માંગતા હતા. જોકે ધોનીના આ કહેવાથી ચિત્ર સ્પષ્ટ નથી, પરંતુ આગામી સિઝનમાં તેના રમવાના કે નહીં રમવાના ચોક્કસ સંકેત છે.

ટ્રમ્પના કેન્ડલ લાઇટ ડિનરમાં Ivanka Trump નો ગ્લેમરસ લુક આવ્યો સામે, જુઓ ફોટા
Astrological advice : કયા દિવસે દારૂ પીવો સારો છે? જાણી લો
IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો

આગામી સિઝનમાં રમવા અંગે ધોનીનો મોટો સંકેત

બન્યું એમ કે CSK એ ચોથી વાર IPL ટાઇટલ જીત્યા પછી, પ્રેઝન્ટેટર હર્ષા ભોગલેએ એમએસ ધોનીને મોટા સવાલનો જવાબ આપવા માટે પુશ કર્યું, જેનો જવાબ દરેક વ્યક્તિ જાણવા માંગે છે. ભોગલે એ વાતો વાતોમાં ધોનીને કહ્યું, ધોની, તમે જે વારસો છોડી જઇ રહ્યા છો તેના પર દરેકને ગર્વ થશે? આ પર ધોનીએ હસતા હસતા કહ્યું- હું અત્યારે મારો કોઈ વારસો છોડવાનો નથી.

આવી રહી હતી મેચ

આઈપીએલ 2021 ની ફાઇનલમાં ચેન્નાઈ સુપર કિંગ્સે પ્રથમ રમતા 20 ઓવરમાં 3 વિકેટે 192 રન બનાવ્યા હતા. 193 રનના લક્ષ્યાંકનો પીછો કરતા KKR મજબૂત શરૂઆત કરી હતી. પરંતુ, ઓપનિંગ જોડીના વિરામ બાદ ટીમના મધ્યમ ક્રમના બેટ્સમેનો પત્તાની જેમ વેરવિખેર થઈ ગયા હતા. કોલકાતા નાઇટ રાઇડર્સ 20 ઓવરમાં 9 વિકેટે 165 રન જ બનાવી શકી હતી. ફાફ ડુ પ્લેસિસ KKR સામે CSK ની જીતનો હીરો બન્યો હતો. જેણે 59 બોલમાં 86 રન બનાવ્યા હતા. ફાઇનલમાં ડુ પ્લેસિસને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.

 

આ પણ વાંચોઃ Asia Cup: ટીમ ઇન્ડીયા પાકિસ્તાનનો ખેડશે પ્રવાસ, એશિયન ક્રિકેટ કાઉન્સીલના અધ્યક્ષ જય શાહે ભરી હા!

આ પણ વાંચોઃ IPL 2021: સિઝનમાં આ ભારતીય દિગ્ગજોએ કડવા ઘૂંટડા પીધા, એક સમયે ધમાલ મચાવતા મોટા નામ છતાં આ સ્થિતીમાં જોવા મળ્યા હતા

 

 

Next Article